શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ‘ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન’ વિષય પર યુવા સેમીનાર યોજાયો

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રાણીગા વાડી ખાતે ‘ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન’ વિષય ઉપર યુવા સેમીનાર યોજાયો હતો. આ યુવા સેમીનારમાં રાજ્યના મંત્રી અરવીંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, પ્રદેશ આર્થિક સેલના સંયોજક પ્રેરકભાઈ શાહ, શહેર ભાજપ યુવા મોરચાના પ્રભારી નિલેશ ચાવડા, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા, પ્રદેશ ભાજપ રમતગમત સેલના સંયોજક પૃથ્વીસિહ વાળા, સહીતના ઉપસ્થિત રહયા હતા.

આ તકે પ્રેરકભાઈ શાહએ જણાવેલ કે ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જીન છે કારણકે આજે ગુજરાતમાં વિદેશી કંપનીઓ પોતાનું મુડીરોકાણ કરી રહી છે. દેશના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાત નવા ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી રહયું છે. દેશના નુતન વિકાસમાં ગુજરાતના વિવિધ અત્યાધુનિક મેગા પ્રોજેકટો દિશાદર્શક બની રહેશે. વિશ્ર્વના સૌથી સમૃધ્ધ દેશોમાં ભારત પાંચમા ક્રમે છે, દેશમાં ગુજરાતની સમૃધ્ધિ મોખરાનું સ્થાન ધરાવે છે તેમજ વિશ્ર્વભરમાં ધનિકોની યાદીમાં ગુજરાતીઓ ટોચના ક્રમે છે.

આ તકે ડો. પ્રશાંત કોરાટએ જણાવેલ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ ગુજરાતની ભાજપ સરકારે હરેક સમાજ, શોષિતો, પીડીતો, વંચિતો અને અંતરયાળ વિસ્તારો સુધી પહોંચાડી ગુજરાતને ખરા અર્થમાં ભારતનું ગ્રોથ એન્જીન બનાવ્યું છે. ત્યારે વિકાસની તમામ ખુટતી કડીઓ પૂર્ણ કરી આદિજાતી વિસ્તારોને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવા રાજયની ભાજપ સરકાર પ્રતિબધ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.