ગરબા એટલે ગુજરાતીઓની આન બાન અને શાન. દરેક ગુજરાતી દુનિયાના કોઈ પણ ખૂણે જાય પરંતુ ગરબા રમવાનું ભૂલતા નથી. ત્યારે ગુજરાતીઓનો સૌથી લોકપ્રિય તહેવારની હમણાં જ સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિશ્વના જુદા જુદા ખૂણામાં વસતા ગુજરાતીઓએ પણ નવરાત્રીની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
કેલગરીના ગુજરાતી મંડળ દ્વારા પારંપરિક પોશાકમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. અહી પારંપરિક ગરબાના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. વિદેશમાં આપણી સંસ્કૃતિને ટકાવી રાખવી અને મન મુકીને ગરબે ઘુમવું એ એક ગર્વની વાત છે.
અહી ખેલૈયાઓ હેલ્મેટ પહેરીને ગરબે ઘુમવા આવ્યા હતા. જે સમગ્ર કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ગરબા પુરા થઈ ગયા બાદ ખેલૈયાઓ રસ્તા પર પણ પારંપરિક પોષક અને હેલ્મેટ પહેરીને મટરગશ્તી કરતા જોવા મળ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમમાં કુજલ ચાવડા, દુર્વા ભટ્ટ, અશ્વિન ગજ્જર, રાજ ભટ્ટ વગરે ઉપસ્થિત રહ્યા હતા. અને ખેલૈયાઓને ગરબે ઝુમાંવ્યા હતા.ગરવી ગુજરાત એસોસિએશન ઑફ કેનેડા અમે GGCA કમિટી અને તેમના તમામ વોલેન્ટીયર્સ દ્રારા ગરબા ઈવેન્ટને સમર્થન આપવામાં આવ્યું હતું.