આગામી ૨૬મી જુલાઈએ ગુજરાતી થ્રિલર શોર્ટ ફિચર ફિલ્મ ૪૭ ધનસુખ ભવન સિનેમાઘરોમાં આવી પહોંચશે જેને લઈને દર્શકો ખુબ જ ઉત્સુક છે. આ ફિલ્મ રહસ્યનાં આટાપાટાથી ગુંચવાયેલી છે. રહસ્યથી ભરપુર ૪૭ ધનસુખ ભવનમાં દર્શકોને ગુજરાતી ફિલ્મનો કંઈક અલગ જ ક્ધસેપ્ટ નિહાળવા મળશે. તોફાન પહેલાની શાંતી ૨૬ જુલાઈએ ગુજરાતી શોર્ટ ફિચર ફિલ્મ ૪૭ ધનસુખ ભવન રિલીઝ થઈ રહી છે. રહસ્યમય અને થ્રિલરથી ભરપુર આ ફિચર ફિલ્મનાં ડાયરેકટર, રાઈટર, એડીટક-નૈતિક રાવલ છે. જેને રીશી વ્યાસ અને નૈતિક રાવલે પ્રોડયુસ કરી છે. ગેલોપ્સ ટોકીસ પ્રોડકશન હાઉસ દ્વારા તૈયાર થયેલી આ ફિચર ફિલ્મમાં ૪૭ ધનસુખ વિલાની સ્ટોરી ઘણા વર્ષો બાદ ધનસુખ વિલામાં આવેલા ત્રણ ભાઈબંધોની છે. જેમાંનો એક વ્યકિત ખુબ જ ગભ અને તેને એકલો આ વીલામાં મુકી અન્ય બે વ્યકિત ફોન કરવા બહાર જાય છે અને આ રહસ્યમયી વિલામાં સર્જાય છે થ્રિલરનાં ડરાવનારા સીન… કોઈ છે અને કોઈ નથી…ના સંવાદ સાથે ભજવાયેલા સીન ખરેખર વાડા ઉભા કરી દેશે. આ ફિચર ફિલ્મનાં કલાકારોમાં ગૌરવ પાશવાલા, રિશી વ્યાસ, શ્યામ નાયર, હેમાંગ વ્યાસ અને જય ભટ્ટ છે. આ ગુજરાતી ફિચર ફિલ્મ ૪૭ ધનસુખ ભવન ૨૬ જુલાઈએ સિનેમાઘરોમાં રિલિઝ થશે.
Trending
- અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ માટેનું બુકિંગ આજથી થશે શરૂ,ચૂક્યાં તો રહી ગયા
- Surat : ડ્રગ્સ સપ્લાય કરનાર ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો
- જાણો છો કે બીમાર પડીએ ત્યારે dr. શા માટે સફરજન ખાવાની સલાહ આપે છે!
- આપણે સંવાદ, સામાજીક એકતા અને પરસ્પર સમજણ દ્વારા વ્યાખ્યાયિત માર્ગ બનાવીએ
- ગોંડલ: શિવમ ટ્રસ્ટ દ્વારા બંદોબસ્તમાં ખડેપગે રહેલા પોલીસ માટે કરાઇ ચા-કોફીની વ્યવસ્થા
- Gir Somnath: સોનાના ચેઈનની ચીલ ઝડપ કરનાર ગેંગ ઝડપાઈ, 5 મહિલા સહીત 9ની ધરપકડ
- સંઘર્ષથી સફળતાની સોનેરી ચમક: ડી.ડી. જવેલર્સની સાફલ્ય ગાથા
- ન હોય…દિલ્હીથી સનફ્રાન્સિસ્કો માત્ર 30 જ મિનિટમાં પહોંચાડી દેવાનું એલન મસ્કનું સપનુ