કલાકાર આદિત્ય જાનીના કંઠે ગીત-ગઝલની અમીધારા
‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોનો અતિપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોક સંગીતને વધુમાં વધુ લોકો માણે સાથે સાથે ખુબ જ સારા અપ્રચલિત કલાકારોને પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું પ્લેટફોર્મ પુરુ પાડવા ‘અબતક’ ચેનલનો હમેશા પ્રયાસ રહ્યો છે.
‘ચાલને જીવી લઇએ’ કાર્યક્રમમાં આજે એક એકથી ચડીયાતા ગુજરાતી ગીતોનો રસથાળ લઇને આપી રહ્યા છે. પ્રસિઘ્ધ કલાકાર આદિત્ય જાની કે જેઓ છેલ્લા સાત વર્ષથી સુગમ સંગીતના કાર્યક્રમો આપે છે. ગુરૂ અતા મહોમદખાન તથા પીયુબેન સરખેલ પાસે સંગીતની વિઘા પ્રાપ્ત કરી છે.
‘કસુબો’ કાર્યક્રમ અંતર્ગત પ્રસિઘ્ધ કલાકારો કીર્તીદાન ગઢવી, સાંઇરામ દવે જેવા કલાકારો સાથે કાર્યક્રમ આપી લોકોને ભાવ વિભોર કર્યા છે. સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાતા યુવક મહોત્સવમાં ૨૦૧૭-૧૮ માં સુગમ સંગીત સ્પર્ધામાં વિજેતા થઇ રાજકોટનું ગૌરવ વધાર્યુ હતુ. તેઓએ આકાશવાણીમાં પણ એન્કર તરીકેની સેવાઓ આપી છે.
આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ
* આંખમાંથી શું જરે છે….
* કહું છું જવાની ને…..
* મોરપીછની રજાઇ ઓઢી…..
* તને જાતા જોઇ પનઘટની વાટે…..
* પુછતી નહીં…..
પ્રેમ- કરૂણા અને ભકિત
પ્રેમ, કરૂણા અને ભકિતના ગીતોમાં પાણી ભરવા ગયેલ પનિહારીને મીઠી અને પ્રેમ ભરી દ્રષ્ટિએ જોતા જ શબ્દો શરી પડે તને જાત જોઇ… જેવા ગીતો ઉપરાંત ભગવાન
કૃષ્ણ (શ્યામ) ને શયન કરવાનું કહેતા કવીએ મોરના પીંછાની રજાઇને ઓઢવાનું કહી, અંતરનો પ્રેમ રૂપી ભકિતનો ભાવ પ્રગટ કર્યો છે. આમ આપણા ગુજરાતી ગીતો અને એને ગાનારા પણ એક યા બીજી રીતે પ્રેમ, કરૂણા અને ભકિતનો ભાવ પ્રગટ કરે છે.