- ડોમેસ્ટિક ટુરમાં કાશ્મીર આ વર્ષે લોકોની પ્રથમ પસંદગી: ગુજરાતી લોકો દરેક સ્થળ પર ગુજરાતી ભોજન લેવાનું કરે છે પસંદ
- ઇન્ટરનેશનલ ટુરમાં સિંગાપુર, મલેશિયા, વિયેતનામ, દુબઈ, બાલીના પેકેજની પસંદગી
- ડોમેસ્ટીક ટુરમાં ચારધામ, ગોવા, શીમલા, કાશ્મીર સહિતના પેકેજનો દબદબો
ભારતમાં માર્ચ-એપ્રિલથી ઉનાળો શરૂ થાય છે. આવા ગરમ ઉનાળામાંથી રાહત મેળવવા માટે લોકો રજા મળતાં જ હિલ સ્ટેશનો પર જવાનું પસંદ કરે છે. દિલ્હીની આસપાસ રહેતા લોકો ઉત્તરાખંડ અને હિમાચલને શ્રેષ્ઠ સ્થળો માને છે,
પરંતુ તેના કારણે આ સ્થાનો સૌથી વધુ ભીડવાળા હોય છે અને જો તમે લાંબા વીકએન્ડ દરમિયાન અહીં જવાનો પ્લાન બનાવો છો, તો પછી ટ્રાફિકમાં ઘણા કલાકો પસાર કરવા પડે છે અને આ દરમિયાન ત્યાં હોટલ પણ ફુલ રહે છે. જેના કારણે યોગ્ય આનંદ મેળવી શકાતો નથી. આવી સ્થિતિમાં તમે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો જો સંપર્ક સાધશો તો તમને યોગ્ય માહિતી પણ મળી શકશે એટલું જ નહીં કયા સ્થળ ઉપર કયા સમયે ફરવા જવું તેની પણ સચોટ માહિતી મળી રહેશે.
એપ્રિલ મહિનામાં અનેક એવા સ્થાનિક એટલે કે ડોમેસ્ટિક ડેસ્ટિનેશન છે જ્યાં લોકો વધુ જવાનું પસંદ કરે છે. બીજી તરફ જ્યારે ફરવાની વાત આવે ત્યારે બંગાળી લોકો ટ્રાવેલિંગ કરવાનું વધુ પસંદ કરે છે તો સામે ગુજરાતીઓ પણ ઉણા ઉતરતા નથી.
આ વર્ષે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય પેકેજના દરમાં ઘણો ખરો વધારો નોંધાયો છે તો બીજી તરફ 15 થી 20 ટકા બુકિંગમાં પણ વધારો નોંધાયો છે. પરંતુ આ વર્ષે લોકસભા ચૂંટણી હોવાના કારણે સરકારી કર્મચારીઓની રજા કેન્સલ થતા તેઓએ તેમના બુક કરાવેલા પેકેજ કેન્સલ કરાવી રહ્યા છે જેના કારણે બુકિંગમાં પણ અસર જોવા મળી છે. આ વર્ષે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં પણ ઘણો વધારો નોંધાયો છે અને નવા નવા ડેસ્ટિનેશન સામે આવતા લોકો તે સ્થળ પર જવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે અબતક દ્વારા આ અંગેનો એક વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં રાજકોટના પ્રતિષ્ઠિત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંસ્થાના સંસ્થાપકો સાથે રૂબરૂ વાતચીત કરી હતી અને સમગ્ર ચિતાર મેળવ્યો હતો.
કેશવી ટુર્સ બેસ્ટ સવિર્સીસ આપવા માટે છે જાણીતું: તેજપાલ તોમર
‘અબતક’ સાથેની વાતચિતમાં કેશ્વી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક તેજપાલભાઇ તોમરએ જણાવ્યું હતું કે અમે ઘણા વર્ષોથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા છીએ. અત્યારે સમર વેકેશનને લઇને અમે ડોમેસ્ટીકમાં ગોવા, મહાબળેશ્ર્વર, લોનાવલા, સિમલા, મનાલી, ડેલહાઉસી, અમૃતસર, કાશ્મીર, શ્રીનગર, ઉજ્જૈન, બેંગ્લોર, મૈસૂર, ઊંટી, સાત જ્યોર્તિલીંગ, (દક્ષીણ ભારત) નેપાળ (દાર્જીલીંગ-ગંગટોક) ચારધામ યાત્રા (બદ્રી-કેદાર-ગંગોત્રી-યમનોત્રી) નૈનિતાલ, અયોધ્યા (વારાણસી-પ્રયાગરાજ) માટે મુસાફરોની વધુ ઇન્કવાયરી આવી રહી છે. આ કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા આ વર્ષે ગોવા, લેહ-લદ્ાખ, કાશ્મીર, સિમલા સહિતના ડેસ્ટીનેશન વધુ પસંદ કરી રહ્યા છે અને બુકીંગ કરાવી રહ્યાં છે. અમે અમારી બેસ્ટ સર્વિસીસ આપવા માટે જાણીતા છીએ. જેમાં કસ્ટમર્સને હોટેલ, સાઇટસીન તેમજ ગુજરાતી ભોજન સહિતના તમામ સુવિધાઓ આપીએ છીએ.
પ્રીમિયમ ગ્રાહકો યુરોપ જવાનું કરે છે વધુ પસંદ: દિલીપભાઈ મસરાણી
ફેવરિટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના દિલીપભાઈ મસરાણીએ જણાવ્યું હતું કે, પ્રીમિયમ ગ્રાહકો કે જેમની ખર્ચ શક્તિ વધુ છે તેઓ યુરોપ જવાનું પસંદ કરે છે. તું જ નહીં ઘણા એવા આંતરરાષ્ટ્રીય ડેફીનેશન છે કે જેને હજુ સુધી લોકોએ જોયા પણ ન હોય તે પ્રકારના ડેસ્ટિનેશનો મોંઘા દાઢ હોવાના કારણે જ પ્રીમિયમ ગ્રાહકો ત્યાં જાય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણીના કારણે સરકારી કર્મચારીઓના બુકિંગમાં અને કંઠે ઘટાડો જોવા મળ્યો છે તો બીજી તરફ જે લોકો આંતરરાષ્ટ્રીય ટુર કરવા માંગતા હોય તેમાં તેઓ વધુને વધુ બાલી, વિયેતનામ, દુબઈ, યુરોપ જાવાનું પસંદ કરે છે.અને ડોમેસ્ટિક માં હિમાચલ, કાશ્મીર, લેહ-લદાખ જવું પસંદ કરે છે. ફેવરિટ ટુર્સ લોકોને સારી સુવધાઓ પૂરી પાડવા માટે પણ એટલીજ મહેનત કરે છે.
કોઈપણ ડેસ્ટિનેશન ઉપર ગુજરાતીઓને ગુજરાતી થાળી જમવા મળે એ સંસ્થાની પ્રાથમિકતા: કલ્પેશ સાવલીયા
સ્ટેલે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના કલ્પેશભાઈ સાવલિયા જણાવ્યું હતું કે ગુજરાતીઓ જે કોઈ ડેસ્ટિનેશન ઉપર ફરવા જાય ત્યાં તેઓ ગુજરાતી ખોરાક લેવાનું વધુ પસંદ કરતા હોય છે અને તેમની આ માંગને સ્ટેલે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ બખૂબી રીતે પૂર્ણ કરે છે. વધુમાં તેઓએ પેકેજ અંગે જણાવ્યું હતું કે હાલ લોકો લક્ષ્યદ્વિપ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે તો બીજી તરફ કાશ્મીર બાદ સિક્કિમ, કેરેલા પણ લોકો માટે અત્યારે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યા છે. આગામી પાંચ વર્ષ નું અવલોકન કરતા તેઓએ જણાવ્યું હતું કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નું ભવિષ્ય ખૂબ જ સારું છે અને રોજગારીની પણ વિપુલ તકો ઊભી થશે.
લોકોને પરવડે તેવા પેકેજ આપવામાં આવે છે : દીપક કરિયા
બેસ્ટ ટુર્સના દીપકભાઈ કારીયાએ જણાવ્યું હતું કે, તેમની સંસ્થા 28 વર્ષ થી કાર્યરત છે. અને સંસ્થા નાના પેકેજ જે બધા ને પરવડે તેવા થી લય મોટા પેકેજ લોકોને આપવામાં આવે છે. બેસ્ટ ટુર્સ માલદીવની સાથે મોરેશિયસને પ્રમોટ કર્યુ છે જેને સારો પ્રતિસાદ મળ્યો છે. જે લોકોને યુરોપ નથી પરવડતું તેની સામે બેસ્ટ ટુર્સ બાકુ ( મિનિ યુરોપ) અંગે માહિતગાર કરવામાં આવે છે. ડોમેસ્ટિક પેકેજમાં સાઉથ ઇન્ડિયામાં અનેક નવા સ્થળો ઉભા થયા છે જેમાં લોકોને ફરવા જાવું ખૂબ પસંદ પડ્યું છે.
ચૂંટણીને કારણે સરકારી કર્મચારીઓના બુકિંગમાં આવ્યો ઘટાડો: શૈલેષભાઈ પટેલ
પટેલ ટુર્સના શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, પટેલ ટુર્સ છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે. એટલું જ નહીં તેઓએ ઉમેર્યું હતું કે આ વર્ષે લોકસભા ચૂંટણી જાહેર થતાં સરકારી કર્મચારીઓ દ્વારા જે પેકેજ બુક કરાવવામાં આવ્યા હતા તે કેન્સલ થયા છે અને બુકિંગમાં ઘટાડો પણ નોંધાયો છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે આ ઉનાળાના સમયગાળામાં સરકારી કર્મચારીઓ પ્રવાસ સાથે નીકળતા હોય છે. તેઓએ જણાવ્યું હતું કે હાલ ડોમેસ્ટિકમાં લોકો કશ્મીર, લેહ લદાખ, મનાલી, હિમાચલ પ્રદેશ જાવુ પસંદ કરે છે. અને ઇન્ટરનેશનલ માં બાલી વિયેતનામ જાવુ પસંદ કરે છે.
પેકેજ બુકિંગમાં ઓનલાઈનનું પ્રમાણ વધ્યું: હસમુખ રાણપરા
કૃષ્ણમ હોલીડેના સંસ્થાપકે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે જે બુકિંગો જોવા મળ્યા છે તેમાં મહત્તમ બુકિંગ ઓનલાઇન મારફતે કરવામાં આવ્યા છે. જેમાં આંતરરાષ્ટ્રીય પેકેજનું પ્રમાણ ડોમેસ્ટિક કરતા અનેક અંશે વધ્યું છે. ઉનાળાના વેકેશન ને લીધે લોકો કાશ્મીર તથા ઉત્તરાખંડ તરફ જવાનું વધુ પસંદ કરે છે . ઓનલાઇન પેકેજ બુકિંગ થતા કૃષ્ણમ હોલીડેના સ્થાપકે જણાવ્યું હતું કે લોકોએ ખરા અર્થમાં ચેતવું જોઈએ અને યોગ્ય ટ્રાવેલ એજન્ટ પાસે ટુરની માહિતી મેળવી પેકેજ બુક કરાવવા જોઈએ. તેથી તેઓ ફ્રોડથી બચી શકે.
ડોમેસ્ટીક ટૂર પેકેજમાં કાશ્મીર, ગોવા હોટ ફેવરીટ: વિશાલ લાઠીયા
જીયા હોલીડેના વિશાલ લાઠીયાએ જણાવ્યું હતું કે, અત્યારે લોકો ઇન્ટરનેશનલ ટુરમાં બાલી તથા વિયતનામ જાવાનું ખૂબ પસંદ કરે છે. લોકો ઉનાળા વેકેશનના કારણે ડોમેસ્ટિકમાં ઠંડા પ્રદેશમાં જાવાનું પસંદ કરે છે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે આ વખતે પેકેજના ભાવમાં ઘણો વધારો નોંધાયો છે સામે બુકિંગ પણ ખૂબ વ્યાપક પ્રમાણમાં વધ્યા છે ત્યારે આવનારા વર્ષોમાં ટ્રાવેલ્સ ક્ષેત્રનું ભવિષ્ય ખૂબ જ સારું છે . જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે લોકોની હવે ખરીદ શક્તિ વધી છે અને તેઓ હવે ખર્ચ થતા પણ થયા છે. કારણ કે મધ્યમ વર્ગના લોકો હવે ફ્લાઈટમાં જાવાનું પસંદ કરે છે.
ગ્રાહકોનો ભરોસો એ જ જીરાવાલા ટુર્સની ખાસિયત: બીરેન ધ્રુવ
જીરાવાલા ટુર્સના બિરેન ધ્રુવ એ જણાવ્યું હતું કે, જીરાવાલા ટુરીઝમ છેલ્લા 65 વર્ષ થી કાર્યરત છે. ડોમેસ્ટિક માટે મે મહિના માં ઘણા પેકેજના બુકિંગ થયા છે. ત્યારે હાલ અત્યારના લોકો અયોધ્યા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે અને તે પેકેજ પણ ખૂબ વધુ પ્રમાણમાં વહેંચાય છે. અત્યારે 75% લોકોને કાશ્મીર જવું પસંદ છે. ત્યારે પેકેજ બુક કરાવવાની સાથો સાથ ખુબ સરળતાથી અને સલામતી થી તેઓ પોતાના પ્રવાસનો આનંદ માણી શકે અને કોઈ પણ અગવડતા નો સામનો ન કરવો પડે તે જ સંસ્થા ધ્યાન રાખે છે અને આ વિશ્વાસ અને ભરોસો જ જીરાવાલા ટુર્સની ખાસિયત છે . જણાવ્યું હતું કે જ્યારે પણ ગ્રાહકોને કોઈ અગવડતા જાણે અને અજાણે પડી હોય તો 24 કલાકમાં જ તેનું નિવારણ કરી દેવામાં આવે છે.
નવભારત ટુર્સ વધુને વધુ ડોમેસ્ટિક પેકેજ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે: નિમેષભાઈ
નવભારત ટુર્સના નિમેષભાઈએ જણાવ્યું હતું કે, તેમની સંસ્થા છેલ્લા 67 વર્ષથી કાર્યરત છે. સમગ્ર ગુજરાતમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રે નવું ભારત ટુર્સ નું નામ આવેલ છે કારણ કે છેલ્લા 67 વર્ષથી સંસ્થા ડોમેસ્ટિક પેકેજ ઉપર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભારતના ઘણા એવા સ્થળો કે જે લોકોએ જોયા ન હોય તેને ઓળખવામાં આવે છે અને તે અંગેની જાગૃતતા પણ લોકોમાં કેળવાય છે. નિમેષભાઈ જણાવ્યું હતું કે તેમના દ્વારા સુજાવ આપવામાં આવેલી જગ્યા ઉપર જ્યારે યાત્રિકો ફરવા જાય ત્યારે તેમનો અનુભવ પણ ખુબજ સારો રહેતો હોઈ છે. સ્થાનિક પેકેજ અંગે તેઓએ જણાવ્યું હતું કે, લોકો કાશ્મીર પછી સિક્કિમ અને કેરેલા જવાનું પસંદ કરે છે.
કાશ્મીર ,સિક્કિમ અને હિમાચલ લોકોની પસંદગી: વિમલભાઈ
આરવી હોલીડેઝના વિમલભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 60 ટકા લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરે છે. જ્યારે 40 ટકા લોકો ડોમેસ્ટિક ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરે છે. ડોમેસ્ટિક માં કાશ્મીર, સિક્કિમ, હિમાચલ પ્રદેશ પ્રથમ પસંદગી છે. જ્યારે ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ માં સિંગાપુર, મલેશિયા,વિયેતનામ, દુબઈ, યુરોપ, બાલી લોકોની પ્રાયોરિટી બની છે . વિમલભાઈ એ જણાવ્યું હતું કે, આર્વી હોલિડેઝ એટલે અલગ પડે છે કે અહીથી જ યુરોપના વિઝા થય જાય છે. અમદાવાદ કે મુંબઇ જવું નથી પડતું. એટલું જ નહીં અન્ય સારા લોકેશન પણ હાલ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બુકિંગનું પ્રમાણ વધ્યું: ધર્મેશ સોની
ટ્રાવેલ વ્યૂના ધર્મેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બુકિંગ નું પ્રમાણ ઘણાખરા અંશે વધ્યું છે અને લોકો વધુ ને વધુ આંતરરાષ્ટ્રીય ટુર તરફ રસ દાખવી રહ્યા છે. રાજકોટના લોકોની વાત કરવામાં આવે તો નવા નવા સ્થળ મુલાકાત અને નવી જગ્યાઓ ની માહિતી મેળવવા અને તે જગ્યા ની અનુભૂતિ કરવા માટે લોકો વિવિધ સ્થળો ઉપર પ્રવાસ અર્થે જઈ રહ્યા છે. મેરેજ સિઝનને લઈ નવયુગલો વધુને વધુ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન પણ થવાનું પસંદ કરી રહ્યા છે જેમાં બાલી માટે બુકિંગ વધુ થયા છે અને ડોમેસ્ટિકમાં અત્યારે લોકો હિમાચલ પ્રદેશ જાવુ ખુબ પસંદ કરે છે.
આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય ટુરનું પ્રમાણ રાજકોટમાં વધશે: જીતુભાઈ વ્યાસ
વ્યાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના જીતુભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ટુરનું પ્રમાણ વધશે જે પાછળનું સૌથી મોટું કારણ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે વ્યાસ ટુર્સ છેલ્લા 40 વર્ષ થી કાર્યરત છે. અને ઇન્ટરનેશનલ પેકેજમાં લોકો દુબઈ અને બાલી તથા વિયેતનામ જવાનું ખુબ પસંદ કરે છે. જ્યારે ડોમેસ્ટિકમાં હિમાચલ પ્રદેશ , સિક્કિમ જવું વધુ પસંદ કરે છે. અંતમાં તેઓએ ઉમેર્યું હતું કે આવનારા વર્ષોમાંમાં ટ્રાવેલ્સનું ભવિષ્ય ખૂબ સારું રહેશે.