અંતરીક્ષ યાત્રામાં પિતાએ આપેલી ભગવત ગીતા સાથે રાખે છે સુનિતા વિલિયમ્સ
ગુજરાતી મૂળના સુનિતા વિલિયમ્સ પ્રાઇવેટ રોકેટમાં અંતરીક્ષની સફરે જઇ રહ્યા છે. સતત ત્રીજી વાર અંતરિક્ષયાત્રા પર જઇ રહેલા સુનિતા વિલિયમ્સને ગુજરાતમાં રહેતા તેમના સ્નેહીજનોએ ખુબ ખુબ શુભેચ્છા પાઠવી છે આ સાથે સુનિતાની હેટ્રીકને લઇ તેમનો પરિવાર પણ ખુબ જ ઉત્સાહી જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નાશા દ્વારા ૯ અંતરિક્ષ યાત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં સુનિતા વિલિયમ્સનો પણ સમાવેશ થાય છે. ૨૦૧૯-૨૦ માં સુનિતા વિલિયમ્સ ત્રીજી વાર અંતરિક્ષની સફરે જશે.
મહત્વનું છે કે સુનીતા વિલિયમ્સ અગાઉ પણ અંતરિક્ષમાં પહોંચીને ઘણા રેકોર્ડ બનાવી ચુકયા છે. ૧૯૯૮ માં તેમની પસંદગી થયા બાદ સુનીતા વિલિયમ્સે અત્યાર સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ૩૨૨ દિવસ વિતાવ્યા હતા સાથે તેમણે સાત વાર સ્પેસ વોક પણ કર્યુ છે.
સુનિતા પંડયા વિલિયમ્સની આ ત્રીજી વારની અંતરિક્ષ યાત્રાને લઇ તેમના પરિવારમાં ખુબ જ આનંદ વ્યાપી ગયા છે. આ અંગે વધુ જણાવતા તેમના પિતા ડો. દિપક પંડયાએ કહ્યું હતું કે, સુનિતા આ પ્રાઇવેટ સ્પેસ ક્રાફટની ટ્રેનીંગ લઇ ચુકયા છે. ૨૦૧૯-૨૦ માં આ પ્રાઇવેટ કેપ્યુલ અંતરિક્ષ માટે ઉડાન ભરશે. જો કે આ અંગેની કોઇ ચોકકસ તારીખની જાણ નથી સુનિતા સ્પેસની સફરે જતાં પહેલા શ્રીમદ ભાગવત ગીતાના પાઠ કરે છે અને તેને સાથે પણ લઇ જશે મે જ તેને આ પુસ્તક ભેટમાં આપ્યું છે.
તો બીજી તેમના બહેન દિનાએ કહ્યું કે આ અમારા ફેમીલી માટે એક ગૌરવની વાત છે કે સુનિતા અમારી બહેન છે તે સતત અમારા સંપર્કમાં છે.