• અબતકની મુલાકાતમાં લોચા લાપસી ફિલ્મના મલ્હાર ઠાકર ચિરાગ વોરા ચેતન ધાનાણી એ ફિલ્મ ગુજરાતી પ્રેક્ષકોને અચૂક ગમવાનો દર્શાવ્યો આત્મવિશ્વાસ

અરે! રે! લોચા પડી ગયા.. આ શબ્દો ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં તો વારંવાર બોલાય છે. ત્યારે હવે લોચા -લાપસી નામની ફિલ્મ નુ ગુજરાતના  સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે ત્યારે અબ તકની મુલાકાતે આવેલા.. મલ્હારભાઈ ઠાકર ચિરાગભાઈ વોરા અને ચેતન ધાનાણી ફિલ્મ લોચા લાપસી ના નામના વિચારથી લઈ સર્જન અને ટીમવર્ક દ્વારા ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે અદભુત કહી શકાય તેવી આ ફિલ્મની વિશેષ વાતો કરી હતી

આ ફિલ્મ માટે  મલ્હાર ઠાકરના ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા અંતે ફિલ્મ સિનેમા ઘરોના માધ્યમથી ફિલ્મ રસિકોના હૃદય સુધી પહોંચવા માટે પ્રમોશન અને ટેલરમાં ધૂમ મચાવી રહી છે.આ ફિલ્મમાં મલ્હાર ઠાકર , દિવંગત  અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય અંતે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે આ ફિલ્મમાં , ચિરાગ વોરા અને ચેતન ધાનાણી જેવા કલાકારોએ કલાના પ્રાણ પૂર્યા છે. ચેતન ધાનાણી આ પહેલા નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ રેવામાં જોવા મળ્યા હતા. તો ચિરાગ વોરા તાજેતરમાં જ આવેલી હિન્દી વેબ સિરીઝ સ્કેમ 1992માં જોવા મળ્યા હતા આ ફિલ્મના ડિરેક્ટર સચિન બ્રહ્નભટ્ટ જેમણે આના પહેલા ફેમેલી સરકસમાં આસીટન્ટ ડિરેકટર રહ્યા હતા.

. મલ્હારના પ્રોડક્શન હાઉઝ ટિકિટ એન્ટરટેનમેન્ટ હેઠળ  આ ફિલ્મ બની  છે . દરેક કોમેડી પાછળ ટ્રેજેડી રહેલી હોય છે આ ઉક્તિ ફિલ્મ લોચા લાપસી સાથે બંધબેસતી બની ગઈ છે આ ફિલ્મની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય હવે આપણી વચ્ચે નથી.. આ ફિલ્મ તેમની પહેલી અને છેલ્લી ફિલ્મ હતી..   વૈભવી ઉપાધ્યાય લોકપ્રિય ટીવી શો ‘સારાભાઈ દત સારાભાઈ’માં જાસ્મિનની ભૂમિકા લોકપ્રિય બન્યા હતા . , જેમને ભારતીય મનોરંજન ઉદ્યોગમાં નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો. તેમના  વ્યક્તિત્વ અને કોમિક ટાઇમિંગે તેના ઘણા ચાહકો હતા… દુ:ખદ રીતે, વૈભવીનું મે 2023માં એક કાર અકસ્માતમાં અવસાન થયું હતું, જે ઇન્ડસ્ટ્રી માટે મોટું નુકસાન હતું વૈભવી ઉપાધ્યાય વિશે મલ્હારે જણાવ્યું કે વૈભવી ઉપાધ્યાય હવે આપણા વચ્ચે નથી રહ્યા જે અમારા માટે ઘણા આંચકા સમાન હતું.. એમની આ પહેલી અને છેલ્લી ફિલ્મ હતી..

આ ફિલ્મ વિષે  મલ્હાર ઠાકરે  કહ્યું કે ફિલ્મ લોચા લાપસી આ ફિલ્મમાં  ટોટલ મિસ્ટ્રી અને કોમેડી સાથે રોડ મુસાફરી બતાવી છે.. એટલે એવું કહેવાય કે હિરેલીયસ રોડ જર્ની આ ફિલ્મમાં જોવા મળશે..  ઓડિયન્સને જેવો મલ્હાર જોવો ગમે છે એવું જ મલ્હાર આ ફિલ્મમાં જોવા મળશે..આ ફિલ્મની સ્ટોરીમાં એક ડ્રાઇવર નોર્મલ વ્યક્તિને  લિફ્ટ આપે છે, પણ લિફ્ટ આપ્યા બાદ ધીમે ધીમે એવા અટપટા ઘટનાક્રમો સામે આવે છે કે ફિલ્મમાં દરેક સેક્ધડે નવા નવા વળાંક આવે છે અને પ્રેક્ષકોને હવે પછી સુ ?ની ઉત્કંઠા સાથે સીટ સાથે ચીપકાવી રાખશે

.આ ફિલ્મમાં મલ્હાર એન્જીનીયર છે જેને એક એવું યંત્ર બનાવ્યું છે જે એવું છે કે જેનાથી કોઈ પણ પ્રકારના દરવાજા ખુલી જાય છે.. અને એ પોતાની ઉપલબ્ધિ જેવું યંત્ર વેચવા માટે તેને કચ્છ જવાનું થાય છે..પણ તેમને લિફ્ટ લેવાની ફરજ પડે છે અને પછી એ  મુસાફરીમાં નવા-નવા પાત્ર ઉમેરાતા જાય છે અને આ સફરમાં શું થાય છે તે જોવાની ઘણી મજા આવશે

ફિલ્મ લોચા લાપસી નું મોટાભાગનું શૂટિંગ ધ્રાંગધા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં થયું છે. .આ ફિલ્મ એક શાંત અને દૂરના  એરિયામાં અમે શૂટ કરવા માંગતા હતા .. આ ફિલ્મ 40 ડિગ્રી ગરમીમાં શૂટ કરી છે.. આ ફિલ્મનું શૂટિંગ માત્ર 15 દિવસમાં પૂરું કરવામાં આવ્યું છે

આ ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે કામ કરીને મલ્હારે તેના અનુભવ વિશે જણાવ્યું હતું કે  હું સેટ પર બધાને મિત્ર  તરીકે બધાને કહેતો કે આમ આમ શૂટ કરવું છે….તો તેને સિક્રેટ શેર કરતા કહ્યું કે  બધા ઓન સેટ મારી  મજાક કરતા  હતા  તો  તેમણે કહ્યું કે આ ફિલ્મના રાઇટર પણ  મિત્ર જ છે મિત્ર તરીકે હું કહેતો.. કોઈ પણ ફિલ્મ માટે રિલીઝ ડેટ અને પોસ્ટર બનવાનું ડિસિઝન આપણે લઇ શક્ય એ બહુ મહત્વનું છે તેમ કહીને મલ્હારે જાણે તેના મનની વાત કરી દીધી  ..પ્રોડ્યુસરની જવાબદારી બજેટની સાથે સાથે લોકોને ફિલ્મમાં મજા આવશે કે નહીએ એ પણ ધ્યાન રાખવાનું હોય છે

આજની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે મલ્હારે કહ્યું ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અત્યારે સુવર્ણકાળ ચાલી રહ્યો છે યુવા કલાકારો ટેકનોલોજી વિશ્વભરના ગુજરાતી પ્રેક્ષકો અને જરૂરી ફાઈનાન્સિયલ સપોર્ટ મળતા રહેવાથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ નવા વિષય અને કથાઓને ઉજાગર કરવા માટે નિમિત બને છે અને લોકોને વ્યસ્ત જીવનમાં સાત્વિક મનોરંજન ની ઉભી થયેલી જરૂરિયાત ગુજરાતી ફિલ્મ પૂરી કરે  છઆ ફિલ્મ જયારે શાનદાર રીતે રિલીઝ થઈ ચૂકી છે ત્યારે  ફિલ્મના પ્રોડ્યુસર થી લઈને કાલાકરો અને ફ્રેન્સમાં  ઉત્સાહ છે ત્યારે આ ફિલ્મનું આવું નામ રાખવા પાછળનું  મલ્હાર પાસે જાણવાની કોશિશ કરી તો તેમણે કહ્યું કે આ શબ્દ ગુજરાતીમાં બહુ ફ્રિકવન્ટ બોલાય છે કે યાર લોચા પડી ગયા ને! આ ફિલ્મમાં પણ આવા ટ્વિસ્ટ એન્ડ ટનર્સ છે કે લોચા પડી જાય છે ..આ બધી બાબતને ધ્યાનમાં રાખીને આ ફિલ્મનું નામ લોચા લાપસી રાખ્યું.. લોચા લાપસીની ટીમે અબતકના માધ્યમથી ગુજરાતી ફિલ્મ રસિક શ્રોતાઓને ફિલ્મ સહપરિવાર જોવા અપીલ કરી છે

ફિલ્મ લોચા લાપસી લોકોને હસાવતા, હસાવતા છેલ્લે સુધી સસ્પેન્સથી જકડી રાખશે : મલ્હાર ઠાકર

લોચા લાપસી ફિલ્મ કોમેડી પાછળ ટ્રેજેડી હોવાની વાત વણી લેવામાં આવી છે પ્રેક્ષકોને હવે શું થશે ?તેની જિજ્ઞાસા છેલ્લે સુધી રહેશે. રસ્તામાં આવતી રોમાંચકતા ની સાથે મુશ્કેલી માં રસ્તો કેમ કાઢવો? તેની જીવનની ફિલોસોફી દર્શાવતી આ ફિલ્મ  માદકોમેડી સાથે સસ્પેન્સ શ્રીલર નું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે અને પ્રેક્ષકોને હસાવતા હસાવતા ફિલ્મ છેલ્લે સુધી સસ્પેન્સ માટે જ.   ઝકડી રાખનાર સંપૂર્ણ મનોરંજન આપતી ફિલ્મ બની રહેશે તેમ મલ્હારભાઈ ઠાકરે જણાવ્યું હતું

લોચા લાપસી ના દરેક કલાકાર એ પોતાના પાત્રોમાં પ્રાણ પૂર્યા છે: ચેતન ધાનાણી

ફિલ્મ લોચા લાપસી માં પોલીસ ઇન્સ્પેક્ટર નું પાત્ર ભજવતા ચેતનભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ સંપૂર્ણ મનોરંજન આપતી ફિલ્મ છે અને ફિલ્મના દરેક કલાકારે પોતાના પાત્રોને પૂર્ણ ન્યાય આપ્યો છે મારું પીઆઈનું પાત્ર મારા માટે શરૂઆતમાં પડકાર  જનક હતું પરંતુ ટીમ અને ડાયરેક્ટરના સહયોગથી મારું પીઆઈનું પાત્ર ખરાબમાં જીવંત બનાવવામાં મને સફળતા મળી છે આ ફિલ્મના દરેક કલાકારે પોતાના પાત્રોમાં પ્રાણ પૂર્યા છે તે પ્રેક્ષકો ની વાહવાથી સાબિત થશે તેવો મને વિશ્વાસ છે

ફિલ્મ લોચા લાપસીમાં નવોદિત કલાકારો સાથે અનુભવીઓની અદાકારીનું સમન્વય પ્રેક્ષકોને ગમશે : ચિરાગ વોરા

ફિલ્મ લોચા લાપસીની ટીમ પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન આપવા સમર્થ છે સ્કેમ 92 ફેમ ચિરાગભાઈ વોરા એ જણાવ્યું હતું આ ફિલ્મ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકારો થી લઈને પ્રથમ વખત ફિલ્મ કરનાર કલાકાર સુધીના કલાકારોની કેમેસ્ટ્રી મિક્સ થઈ છે ફિલ્મની અભિનેત્રી ની આ ફિલ્મ પ્રથમ હતી વિધાતા એ તેના માટે આ ફિલ્મ અંતિમ બનાવી દીધી લોચા લાપસી કથાવાર્તાની સાથે સાથે અદાકારી માં પણ અદભુત ફિલ્મ બની છે અને તે પ્રેક્ષકોને ખૂબ ગમશે ચિરાગભાઈ નું પાત્ર ફિલ્મ માં ખરેખર બોલ્ટ એન્ડ બોલ્ડ દેખાય છે તે વાતનું સમર્થન આપીને તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મમાં દરેક કલાકારને પૂરું” કૌશલ્ય “બતાવવાની તક મળી છે અને ફિલ્મ સ્ટોરી અને અદાકારી બંનેમાં ખૂબ જ સરસ સંતુલન જાળવવામાં સફળ બની છે

ગુજરાતી ફિલ્મ રિલીઝ પૂર્વે પ્રમોશનમાં જો ચીવટ રાખવામાં આવે તો દરેક મુવી સફળ થાય

ગુજરાતી ફિલ્મનું યુગ પુન: સજીવન થયો છે ગુજરાતી પ્રેક્ષકો દુનિયાભરમાં મળી રહે છે અત્યારે દરેક વર્ગના લોકોને વ્યસ્ત જીવન માંથી ક્યાંક નિર્દોષ હાસ્ય અને આનંદની જરૂરિયાતની અનુભૂતિ થયા જ કરે છે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પાસે હવે કથા ક્ધટેન્ટ અને નવોદિત કલાકારોનો ભરપૂર ખજાનો છે ત્યારે દરેક ગુજરાતી ફિલ્મ અવશ્યપણે સફળ થાય તે માટે દરેક નિર્માતા અને પ્રોડ્યુસર એ ફિલ્મની શરૂઆતથી લઈને ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી પ્રચાર પ્રસારમાં સવિશેષ કાળજી લેવી જોઈએ તે વાત અંગે અબતક દ્વારા અપાયેલા દિશા નિર્દેશ સાથે લોચા લાપસી ફિલ્મ ટીમ દ્વારા સહમતી દર્શાવી હતી કોઈપણ ફિલ્મ કે ઇવેન્ટ નું સતત પણે પ્રમોશન થતું રહેતો પ્રેક્ષકોને સિનેમા ઘર સુધી સહેલાઈથી લાવી શકાય છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.