- ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર ‘ધમણ’ મુવી ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડ, ભોજપુરી અને હિન્દી ભાષામાં આવી રહ્યું છે
- દેશદાઝથી ભરેલી ‘ધમણ’ યુવાધનમાં રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવશે
- આજે ‘અબતક સુરભી રાસોત્સવ’માં ધમણ મુવીની સ્ટાર કાસ્ટ ઉ5સ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે
ધમણ (ધ સેવિયર) ગુજરાતી ફિલ્મના નિર્માતા શોભના ભુપત બોદર, શિવમ બોદરની ગુજરાતી ફિલ્મ જગતના ઇતિહાસ પર નજર રાખતા તેના ભવ્ય ઐતિહાસિક વારસાના દર્શન થયા વગર રહેતા નથી. ભારતીય ફિલ્મ જગતના ઈતિહાસને જેમ ગુજરાતી ફિલ્મોનો ઈતિહાસ પણ ભવ્યાતિભવ્ય છે. ઘણા નાના- મોટા કલાકારોના જીવન સંઘર્ષ ગાથા વણાયેલી છે. નરેશ કનોડિયા, સ્નેહલતા, રમેશ મહેતા, ફિરોઝ ઈરાની, ઉપેન્દ્ર ત્રિવેદી જેવા કલાકારો આજે પણ લોકોના માનસપટ પર જીવંત છે. અને આજે ઘણા પ્રતિભાશાળી કલાકારો ગુજરાતી ફિલ્મનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે ગુજરાતી ફિલ્મમાં પોતાનું કૌવત ઝળકાવી રહ્યા છે ત્યારે પ્રતિષ્ઠિત બેનર શિવમ જેમિન એન્ટરપ્રાઇઝ પ્રા.લિમિટેડ પ્રસ્તુત શોભના ભૂપત બોદર દ્વારા નિર્મિત, વૃંદા બ્રહ્મભટ્ટ દ્વારા સહ-નિર્માતા, બંટી રાઠોડે લખેલા સંવાદોથી મઢેલું અને નસીમ અહેમદ દ્વારા નયનરમ્ય સિનેમેટોગ્રાફીથી અંકિત થયેલું ધમણ (ધ સેવિયર)નું દિગ્દર્શન રાજન આર વર્મા દ્વારા કરવામાં આવ્યું છે. જેમણે વર્ષ 2021માં ગુજરાતી બ્લોકબસ્ટર મૂવી ‘જેસુ જોરદાર’નું દિગ્દર્શન કર્યું હતું.
જે હાલમાં એમેઝોન પ્રાઇમ પર ટ્રેન્ડ કરી રહી છે. અને તો છ ભાષાઓમાં સૌથી મોટા એક્શન પેક્ડ ફેમિલી એન્ટરટેઈનર તરીકે રૂપેરી પડદે ધૂમ મચાવવા તૈયાર છે. ત્યારે વધુમાં માહિતી આપતા શોભના ભૂપત બોદરએ જણાવ્યું હતું કે ધમણ (ધ સેવિયર) આ એક દેશદાઝથી ભરેલા જાંબાઝ સૈનિકની વાર્તા છે કે જેના માટે રાષ્ટ્ર, મિશન, દુશ્મનો, પ્રેમ અને પરિવાર માત્ર લાગણીઓ નથી….તે એક પ્રતિબદ્ધતા છે. દેશના સ્વમાન માટે પોતાના જાનની બાજી લગાવતા પણ અચકાતો નથી તેવા દેશના જવાન ની જવામર્દીને ફિલ્મમાં સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ત્યારે આ દેશદાઝથી ભરપુર ચલચિત્ર આજના યુવાધનમાં રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવશે. તેમજ બોલીવુડના એક્શન સીનને ટક્કર આપે તેવું ગુજરાતી મુવી ધમણ (ધ સેવિયર) જોવા દર્શકોમાં ઉત્કંઠા વ્યાપી ગયેલ છે. ત્યારે ધમણ (ધ સેવિયર) ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડ, ભોજપુરી અને હિન્દીમાં આવી રહ્યું છે. અને ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં પહેલીવાર ભાષાઓની સરહદ ઓળંગી રહી છે.
દેશદાઝ થી ભરેલી ધમણ (ધ સેવિયર) રૂપેરી પડદે ધૂમ મચાવશે. અને આ ભરપૂર, સંપૂર્ણ પારિવારિક મનોરંજન ફિલ્મ જોઈને દરેક ભારતીય ગૌરવ અને સન્માનની લાગણી અનુભવશે. ધમણ (ધ સેવિયર)ના સાક્ષી બનવા માટે તૈયાર રહો આ ફિલ્મના કલાકારો આર્જવ ત્રિવેદી, કથા પટેલ, જયેશ મોરે, અનંત દેસાઈ, ભાવિની જાની, કિશન ગઢવી, નીલેશ પંડયા વગેરે એ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે આ ટ્રેલર લોન્ચ નિમિતે ધમણ ફિલ્મની ટીમ રાજકોટમાં ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત ચારેય ઝોન (ઇસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ) તથા સુરભીના ગરબા મહોત્સવમાં આજરોજ ઉપસ્થિત રહી રંગીલા રાજકોટના ખેલૈયાઓ સાથે ધુમ મચાવશે અને ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે.