વિવિધ પરીક્ષામાં વારંવાર પૂછાય ગયેલ મુખ્ય પંક્તિઓ
– સરવાળો સતકર્મનો, ગુણનો ગુણકાર, બાદબાકી બુરાઇની, ભ્રમનો ભાગાકાર. : જયંત પાઠક
– મોટાઓની અલ્પતા જોઇ થાક્યો નાનાની મોટાઇ જોઇ જીવું છું. : ઉમાશંકર જોષી
– અમે રે સુકું રુ નું પુમડું, તમે અત્તર રંગીલા રસદાર. : મકરંદ દવે
– હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગી ઉતર્યુ છે, પાપી તેમાં ડૂબકી દઇને પુણ્યશાળી બને છે. : સુરસિંહજી ગોહિલ (કલાપી)
– તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રુપની પૂનમનો પાગલ એકલો રે. : વેણીભાઇ પુરોહિત
– મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. : નરસિંહરાવ દીવેટિયા
– કઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે. : મણિલાલ નભુભાઇ દ્વિવેદી
– લાગ્યો કસુંબીનો રંગ-રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! : ઝવેરચંદ મેઘાણી
– પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. : હરિન્દ દવે
– ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમના, ઘરમાં સૂતી સાંભળુ રે બોલ વાલમના. : મણિલાલ દેસાઇ
– મે રે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઇ. : મીરાંબાઇ
– ઇંધણા વીણવા ગઇ તી’ મોરી સૈયર, ઇંધણા વીણવા ગઇ તી’ રે. : રાજેન્દ્ર શાહ
– જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ! જ્યાં જ્યાં બોલતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત ! : અરદેશર ખબરદાર
– જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે. : નરસિંહ મહેતા
– સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરી પડો ફતેહ છે આગે. : કવિ નર્મદ
– ઉના રે પાણીના અદ્ભૂત માછલા : વેણીભાઇ પુરોહિત
– જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. : સુરસિંહજી ગોહિલ (કલાપી)
– સિંહને શ શાં ! અને વીરને મૃત્યુ શાં ! : કવિ ન્હાનાલાલ
– હું માનવી માનવ થાઉ તો ઘણું. : ત્રિભુવનદાસ લુહાર
– મળતાં મળી ગઇ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. : ઉમાશંકર જોષી
– જ્યારે પ્રણયની જગમાં શરુઆત થઇ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઇ હશે. : આદિલ મન્સુરી
– ઘટમાં ઘોડા નગને આતમ વીંઝે પાંખ અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. : ઝવેરચંદ મેઘાણી
– કો‘ક દિન ઇદ અને કો’ક દિન રોજા ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા. : મકરંદ દવે
– લોચન મનનો રે ! કે ઝઘડો લોચન મનનો ! રસિયા તે જનનો રે ! કે ઝઘડો લોચન મનનો ! : દયારામ
– ર્પાથને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. : કવિ ન્હાનાલાલ
– ભાઇ રે આપણા દુ:ખનું કેટલું કેટલું જોર ? નાની એવી જાતક વાતની મચાવીએ નહી શોર. : રાજેન્દ્ર શાહ
– નદીની રેતમાં રમતુ નગર મળે ના મળે , ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ના મળે. : આદિલ મન્સુરી
– ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત. : અરદેશર ખબરદાર
– હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને. : પ્રીતમદાસ
– પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર ! તત્વનું ટૂપણું તુચ્છ લાગે. : નરસિંહ મહેતા
– આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી, એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું. : રમણલાલ દેસાઇ
– જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો. : કરસનદાસ માણેક
– ખોબો ભરીને અમે એટલુ હસ્યા, કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા. : જગદીશ જોષી
– છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ : ઝવેરચંદ મેઘાણી
– પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? સાંબેલુ બજાવે તો હું જાણું કે તુ શાણો છે. : દલપતરામ
– સૌર્દય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌર્દય પામવા માટે સુંદર બનવું પડે. : સુરસિંહજી ગોહિલ (કલાપી)
– ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર. : અખો
– ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી , કૃષ્ણ ચરણરજ પુનીત ધરા આ ગાંધી ગિરા ગુજરાતી. : ઉમાશંકર જોષી
– રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. : મીરાંબાઇ
– માનવી ભૂંડો ની ભૂખ ભૂંડી છે. : પન્નાલાલ પટેલ
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com