માતૃભાષા પ્રત્યે જાગૃતતા લાવવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સીબીએસઇ, આઇસીએસઇ, સહિતના ઇન્ટરનેશન બોર્ડ અને ઇંગ્લીશ મિડિયમ સ્કૂલોમાં ગુજરાતી ભાષા ભણાવવી ફરજિયાત થશે
ધોરણ-૧૦ની બોર્ડની પરિક્ષામાં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થાય છે: આ વિશે ગંભીર ધ્યાન દોરી માતૃભાષાને વધુ મજબૂત બનાવવાનો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે જાગૃકત ફેલાવવા અને પ્રોત્સાહન આપવા રુપાણી સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજીયાત કરવાનો નિર્ણય લીધો છે. આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૧૮-૧૯થી આ સુધારાનો અમલ થશે સરકારે બુધવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સીબીએસઇ, આઇસીએસઇ સહિતના ઇન્ટરનેશનલ બોર્ડ અને ઇંગ્લીશ મિડિયમ સ્કૂલોમાં ગુજરાતી ભાષા ભણાવવી ફરજીયાત બનશે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, જૂન માસથી શરુ થનારા નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી ક્લાસ ૧ અને ૨ માટે ગુજરાતી ક્લાસ ૩ અને ૮માં ફરજીયાત થશે. ઉલ્લેખનીય છે કે આજના સમયે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધ્યું છે. વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખવા તરફ વધુ પ્રેરાયા છે. જે સારી વાત છે. પણ આ વચ્ચે આપણી માતૃભાષા ભુલવી ન જોઇએ. ગુજરાતમાં રહેનારા લોકોને સ્થાનિક ભાષા આવડવી જ જોઇએ. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ કહ્યું કે, ભારતન ઘણા ખરા રાજ્યોમાં પ્રાઇમરી સ્કૂલોમાં સ્થાનિક ભાષા ફરજીયાત કરાઇ છે. અને તેનાથી પ્રેરાઇને હવે ગુજરાતના શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજીયાત બનશે.
જણાવી દઇઅ કે, ગુજરાતમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ ૧૦માં બોર્ડની પરિક્ષામાં ગુજરાતી ભાષામાં જ ફેઇલ થાય છે જે શરમજનક છે અને આ રેશીયો ઘટવાને બદલે વધ્યો છે જેથી આ તરફ ગંભીર ધ્યાન દોરી રાજ્ય સરકારે ગુજરાતી ભાષાને વધુ પ્રભુત્વ આપવાનો નિર્ણય કર્યો છે. સરેરાશ ગણીએ તો, દર વર્ષે ધો.૧૦ બોર્ડની પરિક્ષા લગભગ ૧૦ લાખ વિદ્યાર્થીઓ આપે છે. જેમાંથી ૨૦% (બે લાખ) વિદ્યાર્થીઓ ગુજરાતી પેપરમાં નાપાસ થાય છે. શાળા સંચાલકોએ પણ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. અને કહ્યું કે, વિદ્યાર્થીઓને ફરજીયાત પણે ગુજરાતી ભાષા લખતા, વાંચતા, આવડવું જ જોઇએ. શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજીયાત થવાથી ગુજરાતીઓની સાથે બિનગુજરાતીઓને પણ ફાયદો થશે.