ફિલ્મમાં બેનમૂન એકટીંગ પીરસનાર હિરો ધ્રુવિન શાહ એકટીંગમાં ડિગ્રી મેળવનાર એકમાત્ર કલાકાર: છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી સુપર સ્ટાર નાના બાળકોથી લઈ વડીલોને ગમી
છેલ્લા દિવસ બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફરીતી એક સુપર-ડુપર ગુજરાતી અર્બન ફિલ્મનો અનુભવ કરી રહી છે. હાલ યિેટરોમાં ગુજરાતી ફિલ્મ સુપર સ્ટાર ધુમ મચાવે છે. છેલ્લા એક મહિનાી આ ફિલ્મ લોકોને મનોરંજન પીરશે છે. આજે આ ફિલ્મની રીલીઝને એક મહિનાનો સમય યો છે અને ફિલ્મ સુપર-ડુપર હિટ નિવડી છે. આ પ્રસંગે ફિલ્મના હિરો ધ્રુવિન શાહ અને પ્રોડયુસર દક્ષેશ શાહ સહિતના ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.
ફિલ્મના હિરો ધ્રુવિન શાહે આ તકે જણાવ્યું હતું કે, ફિલ્મ માટે ખૂબજ મહેનત કરી છે. મારે અર્બન ગુજરાતી ફિલ્મમાં મારૂ યોગદાન આપવું હતું જેને આ ફિલ્મ દ્વારા આપ્યું છે. ધ્રુવિન શાહે એકટીંગની તાલીમ ન્યુયોર્કમાંથી લીધી છે. એકટીંગમાં ડિગ્રી મેળવનારા તેઓ એકમાત્ર કલાકાર છે. તેમણે મુલાકાત દરમિયાન હવે બોલીવુડ અને હોલીવુડમાં કારકિર્દી બનાવવાનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
સુપર સ્ટાર ફિલ્મ હાલ યિેટરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે. નાના બાળકી લઈ વૃદ્ધોને આ ફિલ્મ ખુબજ ગમી હોવાનો દાવો પ્રોડયુશનર દક્ષેશ શાહે કર્યો હતો. આ ફિલ્મ રીલીઝ થયા બાદ ૧૧થી વધુ ગુજરાતી ફિલ્મો આવીને જતી રહી હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે આ અંગે દુ:ખ પણ વ્યકત કર્યું હતું. આ ફિલ્મની સફળતા બાદ હવે બોલીવુડના બેનરમાં પણ આ ફિલ્મ બનશે તેવી આશા પ્રોડયુશનર દક્ષેશ સો વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સુપર સ્ટારની વાર્તા અને ડાયરેકટરોને ગમી છે. ટૂંક સમયમાં હિંદી ભાષામાં પણ આ ફિલ્મ બનશે તેવી શકયતા છે. આ તકે અનિલભાઈ વાધર, મેહુલભાઈ શાહ અને તિર્થ વાધર પણ ઉપસ્તિ રહ્યાં હતા.