ખ્યાતનામ કલાકાર ફિરોઝ ઈરાનીએ ‘અબતક’ સો મુલાકાત દરમિયાન ફિલ્મ અંગે આપી માહિતી
બે પેઢીઓ એટલે કે બાપ દિકરા વચ્ચે વિચારોમાં રહેલી ભિન્નતાને ખૂબજ આગવી અને મનોરંજક રીતે રાજકોટના સિનેમા ઘરોમાં ચાલી રહેલી ‘મિસ્ટર કલાકાર’ ફિલ્મમાં દર્શાવાયા છે. ગુજરાતી સિનેમાના ખ્યાતનામ કલાકાર ફિરોઝ ઈરાનીના પુત્ર અક્ષત ઈરાની આ ફિલ્મના મુખ્ય કલાકાર છે. સિલ્વર સ્ક્રીન પર અક્ષત ઈરાનીનો ચાર્મ લોકોને ખૂબજ ગમી રહ્યો છે. ફિરોઝ ઈરાનીએ આ ફિલ્મથી પોતાના પુત્રને લોન્ચ કર્યા છે.
‘અબતક’ની મુલાકાતે આજરોજ ‘મિસ્ટર કલાકાર’ સ્ટાર કાસ્ટ આવી હતી. જેમાં જણાવાયું હતું કે, ફિલ્મમાં બાપ-દિકરા વચ્ચેના ઈન્સિડેન્સ લોકોને ખૂબજ મનોરંજન પૂરી પાડી રહ્યાં છે. ફિલ્મ સંપૂર્ણ પારિવારીક છે. આ ફિલ્મ સાસુ સો બેસીને પણ જોઈ શકાય છે. અત્યારની ફિલ્મો કરતા આ ફિલ્મ વધુ મનોરંજક છે. અત્યાધુનિક ટેકનોલોજી અને કેમેરાની મદદી ફિલ્મનું શુટીંગ યું છે. ફિલ્મના મોટાભાગના દ્રશ્યો અમદાવાદના છે. ફિલ્મમાં અનેક એકટરો જાણીતા છે. ફિલ્મના ડાયરેકટર ખુદ ફિલોજ ઈરાની છે. જ્યારે ફિલ્મમાં પૂજા ઝવેરી હિરોઈનના રૂપમાં ખુબસુરતી પારી રહ્યાં છે.
આજરોજ ‘અબતક’ની મુલાકાત દરમિયાન ફિરોઝ ઈરાનીએ જણાવ્યું હતું કે, અગાઉની ફિલ્મોમાં પણ ઘણો ફેર હતો. તે વખતે પણ બન્ને પ્રકારની ફિલ્મો બનતી હતી. હાલ નવા વિષયો ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે. પરંપરાગત ફિલ્મોથી તો હું પોતે પણ થાકી જતો હતો. અત્યારે ફિલ્મોમાં ટેકનોલોજી પણ ખૂબજ સારી અને સરળ છે. તે સમયે બે લોકોને ઉંચકવા પડે તેવા કેમેરા હતા જ્યારે અત્યારે ખુબજ અત્યાધુનિક કેમેરા જોવા મળે છે. ‘મિસ્ટર કલાકાર’ ફિલ્મના શુટીંગમાં પણ બોલીવુડની જેમ અત્યાધુનિક કેમેરાનો ઉપયોગ થયો છે. હું ગુજરાતી પ્રજાને કહેવા માંગુ છું કે, આપણી ફિલ્મોને પ્રોત્સાહન આપવું જોઈએ.