ફિલ્મની સ્ટારકાસ્ટ, નિર્માતા, સહનિર્માતા સહિતનાએ ‘અબતક’ની મુલાકાત દરમિયાન ફિલ્મની પટકથા, શૂટીંગ અને મ્યુઝિકની વિગતો આપી
ગુજરાતી ફિલ્મ જેશુ-જોરદારના શુટીંગ સહિતની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂકયો છે. ત્યારે આજરોજ ‘અબતક’ની મુલાકાતે આવેલી સ્ટારકાસ્ટ, ડાયરેકટર નિર્માતા અને સહનિર્માતા સહ્તિનાએ ફિલ્મની પટકથા સંલગ્ન સહિતના વિષયો પર માહિતી આપી હતી. ડાયરેકટર રાજન વર્મા, નિર્માતા ભુપત બોદર, અભિનેત્રી ભકિત કુબાવત, અભિનેતા કુલદીપ ગોર, સહનિર્માતા વૃંદા બ્રહ્મભટ્ટ, જેમીની બોદર, રાજુભાઈ કિકાણી સહિતનાએ ફિલ્મની સફળતા અંગે આશા વ્યકત કરી હતી. ફિલ્મમાં રોમાન્સ, કોમેડી, સેન્સ ઓફ હયુમર સહિતના અનેક મુદાને આવરી લેવામાં આવ્યા છે. આફિલ્મનું શુટીંગ રાજકોટમાં થયું છે. હજુ કેટલાક શુટ ગોવામાં થવાના છે. ફિલ્મમાં મનોજ જોષી તથા મહત્વની ભૂમિકામાં ચમકશે.
ફિલ્મ ડિરેકટર એકટર રાજન વર્મા જેમણે આલ્બમ હિન્દી ફિલ્મ જીંદગી ૫૦-૫૦ ચોર બજાર, મેં ક્રિશ્ર્ના હું કરી છે. તેમજ સાથે ભકિત કુબાવત ગુજરાતી ફિલ્મની હિરોઈન જેમણે બસ એક ચાંન્સ, લપેટ ૨૪ કેરેટ પિતલ, વીટામીન સી, હુતુતુ વગેરે ફિલ્મોમાં અભિનય કરેલ છે. અને હિન્દી ફિલ્મ રિગાર્ડ એન્ડ પીસ જેમણે દર્શકોએ ખુબ વધાવી હતી. આ સાથે ફિલ્મ કલાકાર કુલદિપ ગોર જેમણે ફિર હેરાફેરીમાં અભિનય કરેલ છે. તેમજ ગુજરાતી પ્લે. રંગીલો, ચાણકય, નોકરાની વગેરેમાં કામ કરેલ છે.મનોજ જોષી જેમણે અનેક ફિલ્મોમાં અભિનય કરેલ છે. જેમકે ભુલ ભુલૈયા, ફિર હેરાફેરી, ભાગમભાગ જેવી ફિલ્મો છે.
આ સાથે આ તો પ્રેમ છે. બે ઘડીની જીંદગી, મહેરકર મામાદેવ, ભુલે ભુલાયમાં અભિનય કરેલ અભિનેત્રી વૃંદા બ્રહ્મભટ્ટ છે.
સ્વ. અભયભાઈ ભારદ્વાજની પ્રથમ માસીક પૂણ્યતિથીએ યોજાનાર રકતદાન કેમ્પમાં રકતદાન કરવા હાંકલ કરતા કલાકારો
ગુજરાતનાં જાણીતા સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજની પ્રથમ માસીક પૂણ્યતિથિ તા.૧.૧.૨૧ના રોજ રાજકોટ ભગવતીપરા શેરી નં.૧૯ આહિર સમાજની વાડી ખાતે રકતદાન કેમ્પ રાખેલ છે. વધુમાં વધુ રકતદાન થાય તે માટે રાધે યુવા ગ્રુપના જીજ્ઞેશભાઈ સોનારા તથા દિલીપભાઈ બોરીચા તથા ક્રિકેટરો તથા ફિલ્મી સિતારાઓ તથા ગુજરાતી લોક કલાકારો દ્વારા રકતદાનની અપીલ કરવામાં આવી હતી. આ કેમ્પમાં રકતદાન કરવા માટે જેશુ-જોરદાર ફિલ્મના કલાકારોએ પણ અપીલ કરી હતી.
નોંધનીય છે કે સ્વ.અભયભાઈ ભારદ્વાજના રકતદાન કેમ્પમાં એક હજારથી વધુ લોકો રકતદાન કરે તે માટે ફિલ્મ સિતારા સાથે સાંઈરામ દવે, કિર્તીદાન ગઢવી, ફિલ્મી સ્ટાર મનોજ જોષી, મોન્ટુ મહારાજ, ગીતાબેન રબારી, કિંજલબેન દવે, રાજભા ગઢવી હેમંત ચૌહાણ, ઈરફાન પઠાણ, પુનમબેન ગોંડલીયા, ધીરૂભાઈ સરવૈયા, જીજ્ઞેશ કવીરાજ, અનીતાબેન પટેલ વગેરેએ રકતદાન કરવામાં હાકલ કરી છે.
સિનેમા એવું માઘ્યમ છે જેને ભાષાની જરૂર નથી: ડાયરેકટર રાજન વર્મા
ફિલ્મ અંગે જણાતા ડાયરેકટર રાજન વર્માએ કહ્યું હતું કે આ ફિલ્મ માટે મને વૃંદા બ્રહ્મભટ્ટ (સહ નિર્માતા) નો કોલ આવ્યો હતો કે હું આમ તો એડમેકર છું ઘણી એડ બનાવી છે મે આ ફિલ્મની વાર્તા સાંભળી મને ખુબ જ ગમી ત્યારબાદ ભૂપત બોદર (નિર્માતા) સાથે બેઠક થળ ફિલ્મના ભાષાનો ઇસ્યુ આવશે તેવું પહેલા લાગ્યું હતું જો કે સિનેમા એવું માઘ્યમ છે જેને ભાષાની જરુર નથી. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે આ ફિલ્મમાં લવ સ્ટોરી સાથે કંઇક નવું આપવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતી ફિલ્મો ખુબ સારી બને છે મે હેલ્લારો સહિતની ફિલ્મો જોઇ છે. જેશુ જોરદાર માટે અને પ્રોડયુકશનન ખુબજ સપોર્ટ મળ્યો છે. શુટીંગ સમયે જરુરી તમામ વસ્તુઓ મારા માટે હાજર હતી. ફિલ્મની ખુબ રોચક છે બે અજાણ્યા વ્યકિતઓ મળે છે ત્યારબાદ હાસ્ય છે પ્રેમ છે અને પ્રેમમાં ગડમથલ છે. લવ ટ્રાયંગલ પણ છે એટ્રેકશન અને પ્રેમનો મતલબ આ ફિલ્મ સમજાવે છે. ફિલ્મમાં મલ્ટી કેમેરા સેટઅપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંગીત પણ ખુબ જ સરસ છે. અમે ફિલ્મ માટે ૬ મહિના પહેલા જ પ્રી પ્રોડકશન કર્યુ હતું. ફિલ્મને રીલીઝ થતા હજુ થોડા મહીના લાગશે. થીયેટરની સાથો સાથ હવે ડિજીટલ પ્લેટફોર્મ ઉપર પણ રીલીઝની તકો છે. ફિલ્મ અંગેના મેસેજ અંગે તેમણે જણાવ્યું હતું કે, લોકો કયારેય ખરાબ નથી હોતા. પરિસ્થિતિની ખરાબ હોય છે. જેથી પરિસ્થિતિને હેન્ડલ કરતા શીખવું જોઇએ.
જેશુ-જોરદાર ફિલ્મનો દરેક તબકકો મારા માટે યાદગાર: અભિનેત્રી ભકિત કુબાવત
આ ફિલ્મ માટે ઓનલાઇન નેરેશન હતું ડાયરેકટર રાજન વર્માએ જયારે સ્ટોરી સંભળાવી તે મનુ ખુબ જ ગમ્યુ, સ્ટોરી ટેલીંગ ખુબ જ સુઁદર હતું. મારા માટે જેશુ-જોરદારમાં કામ કરવું ખુબ જ સારો અનુભવ હતો. શુટીંગ વખતે ડાયરેકટર અને સિનીયર અભિનેતા મનોજ જોશીએ મને ખુબ જ સાથ આપ્યો તેમણે દરેક સીનનું રિહર્સલ કરાવ્યું હતું. નોંધનીય છે કે, ભકિત કુબાવતે બસ એક ચાન્સ, લપેટ, ર૪ કેરેટ પિતળ, વિટામીન સી, હુ તુતુ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમની હિન્દી ફિલ્મ રિગાર્ડસ એન્ડ પીસને દર્શકોએ વધાવી હતી.
ફિલ્મની સ્ક્રીપ્ટ ખુબજ સારી, સેન્સ ઓફ હયુમરથી ભરેલી છે: કુલદીપ ગોર
ફિલ્મતના મુખ અભિનેતા કુદલીપ ગોરે જણાવ્યું હતું કે, મને ફિલ્મની કથા સાંભળતાની સાથે જ મગજમાં કલીક થઇ ગયું હતું. હું રંગભૂમિ નો કલાકાર છું. મારે પ્રીયરેશન જોઇએ, આ ફિલ્મ માટે પણ પ્રીયરેશન થઇ ચુકયું હતું. ફિલ્મમાં મને થિયેટર જેવો અનુભવ મળ્યો મારે જે જોઇતું હતું તે કરવા મળ્યું છે. મનોજ જોશીએ પણ ખુબ જ સપોર્ટ કર્યો હતો. મારુ પાત્ર ખુબ જ સારું છે. દુ:ખમાં નેગેટીવીનાસ્થાને પોઝિટીવીટી પણ દેખાડી છે. ફિલ્મની સ્ક્રીપ ખુબ જ સારી છે સેન્સ ઓફ હયુમરથી ભરેલી છે. આ ફિલ્મના શુટીંગ દરમિયાન શોભનાજીએ દરેકનું ઘ્યાન રાખું હતું. નાનામા નાની વ્યકિતની કેર કરવામાં આવી હતી.
ફિલ્મ ઉઘોગ માટે ગુજરાત સરકારની પોલીસી ખુબ જ સારી: નિર્માતા ભુપતભાઇ બોદર
‘અબતક’ સાથેની મુલાકાત દરમિયાન ફિલ્મ નિર્માતા ભુપતભાઇ બોદરે જણાવ્યું હતું કે, મને વૃંદા બ્રહ્મભટ્ટ (સહ નિર્માતા) નો ફોન આવ્યો હતો. અમે પટકથા અંગે સાથે બેસીન ચર્ચા કરી હતી. ગુજરાતી ફિલ્મમાં હિન્દી ડાયરેકટર સાથે કરાવવાથી તકલીફ પડશે તેવું મને પહેલા લાગતું હતું. જો કે ત્યારબાદ બધુ સામાન્ય થઇ ગયું, ફિલ્મમા લવ એન્ગલ સાથે કોમેડી છે. ગુજરાતી ફિલ્મો માટે ગુજરાત સરકારે ખુબ જ સારી પોલીસી ઘડી છે. ફિલ્મમાં વૃંદાજીએ પણ ખુબ જ કાળજી લીધી છે. રાજુભાઇએ પણ જરુર પડયે સ્પોટ ઉપર હાજર રહી મુશ્કેલીઓ દુર કરી હતી.