અભિષેક શાહની દિગ્દર્શક પહેલી ગુજરાતી ફિલ્મ હેલ્લારોએ ઇતિહાસ રચ્યો છે. ફિલ્મ ‘હેલ્લારો’ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદગી પામેલી પહેલી ગુજરાતી ફિલ્મ બની છે.

આ સાથે જ બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને મળ્યો છે. જ્યારે  બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ફિલ્મ ‘રેવા’ને મળ્યો છે.  1953થી ફિચર ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. નેશનલ એવોર્ડમાં ફિચર ફિલ્મ કેટેગરીમાં સૌ પ્રથમ વખત ગુજરાતી ફિલ્મને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

ફિલ્મના પોસ્ટરને શેર કરતાં, નિર્માતાએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સમાચાર શેર કર્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.