બોલીવુડ અભિનેત્રી ડેઈઝી શાહ અને પ્રતિક ગાંધી મુખ્ય ભૂમિકામાં: ફિલ્મનાં શુટીંગમાં રોજ ૩૦૦થી વધુ લોકોનું યુનિટ કામ કરતું હતું: ડિરેકટર જયંત ગિલાટર
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક પછી એક નવી ફિલ્મ આવી રહી છે. ત્યારે એક નવા જ વિષય સાથે પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ આવી રહી છે જેનુ નામ છે ગુજરાત ૧૧૩ અને જે ૨૨ નવેમ્બરે થિયેટરમાં રીલીઝ થશે, ફિલ્મમાં મુળ ગુજરાતી અને હાલ બોલીવૂડ અભિનેત્રી ડેઈઝી શાહ અને પ્રતિક ગાંધી મુખ્ય ભૂમિકામાં છે. અને ખાસ ડેઈઝી શાહ પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહી છે. જય હો ફિલ્મથી બોલીવૂડમાં પોતાની કરિયર શરૂ કરનાર ડેઈઝી શાહ પહેલીવાર ગુજરાતી ફિલ્મ કરી રહી છે.
ફિલ્મને જાણીતાં ડાયરેક્ટર જયંત ગિલાટરે ડિરેક્ટર કરી છે. અને ફિલ્મના રાઈટર પણ એ પોતે જ છે.
એચ. જી પિક્ચર્સ, પ્રોફાઈલ એન્ટરટેઇનમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડ સાથે ટી એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ તેમજ જે. જે ક્રિએશન આ ફિલ્મને પ્રસ્તુત કરી રહ્યાં છે.
ફિલ્મને હરેશ પટેલ, એમ, એસ. જોલી અને જયંત ગિલાટરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ડેઈઝી શાહ ફૂટબોલ કોચના રોલમાં જોવા મળશે. જેમાં તેમની સાથે પ્રતિક ગાંધી છે.
સમાજમાં હડધુત થયેલા કિશોરોને તાલિમ આપીને એક અદ્ભુત ફૂટબોલ ટીમ બનાવે છે. ફિલ્મમાં ડેયઝી શાહ અને પ્રતિક ગાંધી સાથે કવિન દવે પણ છે. ફિલ્મમાં ૨૫૦મી એકટ્સ એક્ટીંગ છે એટલે કે ફૂટબોલ પ્લેયર્સની વાત છે.
ફિલ્મના શુટીંગમાં રોજ ૩૦૦થી વધુ લોકોનું યુનિટ કામ કરતું હતું એવુ પણ ફિલ્મના ડિરેક્ટર જયંત ગિલાટરે જણાવ્યું હતું.