‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા કલાકારોએ આપી માહિતી: 10મી તારીખથી સિનેમાઘરોમાં ફિલ્મ જોવા મળશે: ગીજુભાઈ બધેકાની ‘દિવાસ્વપ્ન’ થીમ બેઈઝ આ ફિલ્મ દરેક મા-બાપે જોવા જેવી છે
કે.ડી. ફિલ્મ પ્રાઈવેટ લિમિટેડના પ્રોડક્શન હેઠળ બનાવવામાં આવેલી ગુજરાતી ફિલ્મ “દિવાસ્વપ્ન” એ ફિલ્મ જગતમાં રિલીઝ થતાં પહેલાં જ પોતાનું નામ સુવર્ણ અક્ષરે પ્રસ્થાપિત કરી દીધું છે. આ ફિલ્મએ ગુજરાત અને દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં નામના મેળવી ને ગુજરાતનું નામ રોશન કર્યું છે . આ અદભૂત ફિલ્મ એ રિલીઝ થતાં પહેલાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના 52 એવોર્ડ અને 35 નોમીનેશન મેળવ્યા છે.
” દીવાસ્વપ્ન” ફિલ્મએ અમેરિકા , કેનેડા , ફ્રાન્સ , જર્મની , જાપાન તુર્કી , સિંગાપુર , વેનેઝુએલા જેવા અનેક દેશો અને ભારતના અનેક રાજ્યોમાંથી 52 એવોર્ડ અને 35 નોમીનેશન મેળવીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વિશ્વ સ્તરે એક આગવી ઓળખ અપાવી છે . ગુજરાતી ફિલ્મ જગતમાં જ્યારે પણ સૌથી વધુ એવોર્ડ મેળવનારી ફિલ્મોનું નામ લેવામાં આવશે ત્યારે તેમાં ” દીવાસ્વપ્ન ” નું નામ ચોક્કસ પહેલી હરોળમાં હશે . આ ફિલ્મનું ટાઇટલ જાણીત શિક્ષણવિદ ગિજુભાઈ બધેકાની બુક ” દિવાસ્વપ્ન” પરથી રાખવામાં આવ્યું છે .
ફિલ્મની સ્ટોરીમાં આજના સમયને અનુરૂપ અદભુત મેસેજ છે , જેમાં ભાર વગરના ભણતરની સાથે સાથે એક શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં શું પરિવર્તન લાવી શકે છે , કુદરતી ખેતીનું આધુનિક સમયમાં શું મહત્વ છે તે. આધુનિક સમયમાં મા – બાપના તેમના બાળકોના શિક્ષણ માટેના કયા પડકારો અને સમાધાન વગેરે જેવા વિષયોને ખુબજ સારી રીતે વાર્તામાં વણી લેવામાં આવ્યા છે.
આ ફિલ્મના પ્રોડયુંસર વી.આઈ.પી. એકેડેમીના ડિરેકટર નરેશ પ્રજાપતિ છે કે, આ ફિલ્મના સદાબહાર ગીતો ઉપરાંત તેમણષ એડીશનલ સ્ક્રીનપ્લે અને અદભૂત સંવાદો પણ લખ્યા છે. માનવ પ્રયાસી અને આધુનિક ટેકનીલીજીના સંયોજનથી ફિલ્મ જગતમાં નવા માપદંડો સ્થાપિત કરવાનું તેમનું લક્ષ્ય તેમની કંપનીના બેનર હેઠળ બનેલી પહેલી ફિલ્મથી જ પરિપૂર્ણ થતું જણાય છે . આ અંગે વધુમાં જણાવતા તેમણે કહ્યું કે ” આ ફિલ્મ આવનારા સમયમાં એક નવો વિક્રમ સ્થાપશે .
સમાજના દરેક વર્ગને વાચા આપતી આ ફિલ્મની સ્ટોરી દરેક ઉંમરની વ્યક્તિને ગમશે જ એવું તેમનું માનવું છે . ફિલ્મના ડિરેક્ટર સતીષ ડાવરા તેમની આ પ્રથમ ફિલ્મ છે . આ ફિલ્મના ડી . ઓ . પી . તરીકે ગુજરાતનું એક આગવું નામ એટલે પ્રશાંત ગોહેલ છે જયારે ઈં . પી . કમ એડિટર તરીકે કનુ પ્રજાપતિએ કામ કરેલ છે . તેમણે અનેક હિન્દી ફિલ્મોનું પણ એડીટીંગ કરેલ છે .
ફિલ્મના ક્રિએટીવ હેડ તરીકે વિજય કે . પટેલે સેવા આપી છે જયારે શાનદાર સ્ક્રીનપ્લે જયેશ પટેલ દ્વારા લખાયો છે . અંશુ જોષીએ ફિલ્મના સંવાદો લખ્યા છે . એડીશનલ સંવાદો આ ફિલ્મના પ્રોડયુસર નરેશ પ્રજાપતિ અને જાણીતા રાઈટર સંજય પ્રજાપતિ દ્વારા લખાયા છે .
મ્યુઝીક ડાયરેક્ટર તરીકે પાર્થ પીઠડીયાએ અદભુત કામ કર્યું છે જયારે ગુજરાતના જાણીતા સંગીતકાર શ્રી મૌલિક મેહતા અને જય મેહતાએ આ ફિલ્મમાં મનમોહક બેકગ્રાઉન્ડ મ્યુઝીક આપ્યું છે . જીગરદાન ગઢવી , પાર્થ ઓઝા , હાર્દિક દવે અને અપરાજીતા સિંગ જેવા જાણીતા ગાયકોએ ફિલ્મના ગીતો ગાઈને અવાજનો જાદુ રેલાવ્યો છે.
જ્યારે મુખ્ય કલાકારોમાં જાણીતા એક્ટર ચેતન દૈયા , કલ્પના ગાગડેકર , પ્રવીણ ગુંદેચા , ગરિમા ભારદ્વાજ , રિતેશ મોભ , બિમલ ત્રિવેદી , રાજન ઠાકર , ભવ્ય મેજીએતર , અભિલાષ શાહ સહિતના અનેક ઉત્તમ કલાકારોએ અભિનય કર્યો છે . મીડીયામાં આગળ પડતું નામ દેવાંગ ભટ્ટે અને શિક્ષણ જગતમાં મોટું નામ એવા શ્રી અર્ચિત ભટ્ટે પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આજે દિવાસ્વપ્નનો રાજકોટમાં પ્રિમિયર શો
શિક્ષકો અને શિક્ષણ પ્રેમીઓને ગમે તેવી ગુજરાતી ફિલ્મે દિવાસ્વપ્ન’નો પ્રિમીયર શો શહેરની જાણીતી સંસ્થા શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા સાંજે 5 વાગે સ્ક્રીન 1 આઈનોકસ આર વર્લ્ડ ખાતે યોજવામાં આવેલ છે. સંસ્થાના અમીત દવેના જણાવ્યા અનુસાર આ ફિલ્મ બાળસર્વાંગી વિકાસમાં મા-બાપની ભૂમિકા સાથે શિક્ષકની જવાબદારી બાબતે વિશેષ પ્રકાશ પાડી રહી છે.