રાજકોટના યુવા કલાકારોની ટીમે ધમણના ધમધમાટ અંગે અબતકની મુલાકાતમાં મુક્ત ચર્ચા સાથે વ્યક્ત કર્યો ‘સફળતાનો આત્મવિશ્ર્વાસ’
રંગ મચ નાટ્ય અને લોક સંસ્કૃતિમાં વાગતી ગુજરાત અને ગુજરાતી કલાકારોની હાંક હવે ફિલ્મ ક્ષેત્રે પણ વાગવા લાગી છે, વધુ એક ગુજરાતી ફિલ્મ “ધમણ” નું બે ડિસેમ્બર ના રોજ દેશભરમાં આગમન થઈ રહ્યું છે. ધમણ ના પ્રેઝન્ટેશન અંગે અબ તકની મુલાકાતે આવેલા રઘુવંશી યુવા શક્તિ સંઘના પ્રમુખ ધવલભાઈ કાછેલા, દર્શિતર્ભાઈ તના જેનીસ ભાઈ બુદ્ધદેવ એ દમણ અંગે જણાવ્યું હતું કે ધમણમાં રાજકોટનું હીર ચમકી રહ્યું છે રઘુવંશી સમાજના જેનીશ બુદ્ધદેવે ધમણમાં કામ કર્યું છે આ ફિલ્મ સંપૂર્ણપણે રાજકોટમાં જ તૈયાર થઈ છે જેનીશે છ નામાંકિત સિરિયલોમાં પણ કામ કર્યું છે તે હિન્દી સિરીયલ અહલ્યાબાઈ, મેરે સાંઈ, વિઘ્નહર્તા ગણેશ, રાધાકૃષ્ણ બીઆર આંબેડકર, જેવા અલગ અલગ પ્રોજેક્ટમાં સારું કામ કરી ચૂક્યો છે.
રાજકોટના મૂળ વતની ના પિતરાઈ ભાઈ વરુણ બુદ્ધદેવને એક્ટિંગ કરતા જોઈને પોતાને એક્ટિંગનો શોખ જાગ્યો બસ ત્યારથી નક્કી કરી લીધું હતું કે અભિનેતા બનવું “વરૂણ”ને ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી દ્વારા બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાયો છે 16વર્ષનાજૈનિશ આગામી 2 ડિસેમ્બરે રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ધમણ અંગે જણાવે છે કે ધમણ છ ભાષામાં લોન્ચ થશે, દેશભરમાં એકસાથે રિલીઝ થનારી આ ફિલ્મમાં એકમાત્ર રાજકોટનો કલાકાર છે અન્ય કલાકારો અમદાવાદ સહિતના શહેરોના છે બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને ક્યારા અડવાણી પોતાના ફેવરીટ હોવાનું જણાવી જેનીશે કહ્યું હતું કે ફિલ્મ સિટી માં અક્ષય કુમાર સાથે મુલાકાત થઈ હતી તેમણે જેનીશને શુભેચ્છા પણ પાઠવી હતી.
સુપ્રસિદ્ધ સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ટપુના પાત્ર માટે જેનીશે ઓડિશન આપ્યું હતું પરંતુ મૂળભૂત કલાકાર પાછા આવતા આ ઓડિશન મુલતવી રહ્યું હતું તારક મહેતા ના” બાપુજી” વાગલે કી દુનિયા ફેમ નયન શુક્લા પણ જેનિસના સંપર્કમાં છે તધમણ ફિલ્મની કથા વસ્તુ માં સોશિયલ અને કોમેડિયન મસાલા સાથે આ ફિલ્મ પારિવારિક માહોલમાં માણવા જેવી છે આ ફિલ્મ અવશ્યપણે સફળ થશે તેમ કલાકારોએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.