આર વર્લ્ડ આઇનોક્સ ખાતે 150 મહિલા પોલીસ સ્ટાફને ફિલ્મ જોવા આમંત્રણ
21મી સદીમાં નારી સશક્તિકરણની વાતો આપડે ઘણી વખત સાંભડી જ છે ત્યારે ગુજરાતી સિનેજગત હવે અવનવી ફિલ્મ્સ સાથેધમધમી રહ્યું છે ત્યારે નારિવાદને લઈ એક સચોટ સંદેશ ધરાવતી ફિલ્મ બેટી 24 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થઈ છે. આફિલ્મની વાત કરીએ તો નારી સશક્તિકરણના સંદર્ભથી તો બનેલી જ છે સાથો સાથ આ ફિલ્મમાં કર્મા ખૂબ સરસ રીતે દર્શવામાંઆવ્યું છે. આ ફિલ્મમાં બેટી બચાઓ બેટી પઢાઓનો સૂત્રોચાર પણ જોવા મળ્યો છે.
ફિલ્મમાં નારી સશક્તિકરણની સાથે લીડ રોલમાં નિધિ સેઠ આઈ.પી.એસ ઓફિસર સાથે દીકરી કોઈ બોજ નથી એ સાર આપતોકિરદાર નિભાવી રહ્યા છે તેઓનો એક અદભુત સ્ટ્રોંગ કેરેક્ટર છે. આ ફિલ્મમાં યતીન કાર્યેકર, ધર્મેશ વ્યાસ, સહીત સુનિલ વિશ્રાની પણ જોવા મળ્યા છે. ફિલ્મમાં કોમેડી ફેક્ટર સાથે એક સુંદર ઈમોશનલ ટચ પણ જોવા મળ્યો છે. એક દાદા અને દીકરીનો પ્રેમ ખુબ સરસ રીતેદર્શાવામાં આવ્યો છે. ફિલ્મના ડિરેક્શનની વાત કરીએ તો આ કામગીરીને 5 માંથી 2.5 સ્ટાર્સ આપી સકાય!
ફિલ્મના સંદર્ભને ધ્યાનમાં રાખીને રાજકોટ આર વર્લ્ડ આઇનોક્સ ખાતે રાજકોટનો તમામ મહિલા પોલીસ સ્ટાફને આ ફિલ્મ જોવાઆમંત્રિત કરવામાં આવ્યા હતા. ફરજ બજાવવાની સાથે જ તમામ મહિલા પોલીસ સ્ટાફે ફિલ્મ જોવા હાજરી આપી હતી. ફિલ્મ જોયાબાદ તેઓ ખુબ ભાવુક થયા હતા અને અબતક સાથે વિશેષ વાતચીત દરમ્યાન તેઓ જણાવે છે કે આ ફિલ્મની સ્ટ્પરીલાઈન ખુબ જસુંદર છે અને ક્યાંક લીડ રોલનો કિરદાર જે છે એનામાં ક્યાંક અમે બધાએ સમાનતા અનુભવી છે. ઉપરાંત તમામ મહિલા પોલીસ સ્ટાફનેઆ ફિલ્મ બતાવાના આયોજન બાદલ હું તમામ આયોજકો સહીત સીપી સાઇબનો ખુબ ખુબ આભાર માનું છું!