વર્કિંગ ઓફિસ ગર્લની ભૂમિકામાં જાનકી બોડીવાલાની નિર્દોષ અદાકારી અને રમૂજ પીરસનારી ફિલ્મનું 17મી જૂને લોન્ચિંગ
ગુજરાતી સિનેજગતમાં અર્વાચિન ટ્રેન્ડ ઉભો કરનાર અને ગુજરાત જ નહિં પણ વિશ્ર્વભરના યુવાનોને ઘેલું લગાડતા ફિલ્મ છેલ્લો દિવસ, કરસનદાસ પે એન્ડ યુઝ અને શું થયું પછી વધુ એકવાર ગુજરાતી ફિલ્મ રસીકોને હળવા ફૂલ કરવા આવનારી ફિલ્મ નાડી દોષની મુખ્ય નાયિકા અને છેલ્લો દિવસ ફેઇમ ‘અબતક’ની મુલાકાતે આવેલા જાનકી બોડીવાલા, નિર્ભય ઠક્કર અને યશ ઠક્કરે જણાવ્યું હતું કે લોકડાઉન પછી લાંબા અંતરાલ બાદ ગુજરાત જ નહિં દેશભરના ફિલ્મ રસિકો માટે નાડી દોષ ફિલ્મ એક નવી જ સ્ટોરી સાથે આવી રહી છે.
છેલ્લો દિવસ, કરસનદાસ પે એન્ડ યુઝ અને શું થયું જેવી જુદા-જુદા વિષય પર બનેલી અને ફિલ્મ પડદા પર અભૂતપૂર્વ રીતે સફળ બનેલી ફિલ્મોના જાણીતા લેખક, નિર્દેશક ક્રિષ્નદેવ યાજ્ઞિક ફરી એકવાર નાડી દોષ ફિલ્મમાં નામની ફિલ્મ લઇને આવી રહ્યા છે. છેલ્લો દિવસમાં દર્શકોને ભરપૂર ગમેલી યશ સોની અને જાનકી બોડીવાલાની જોડી ફરીથી નાડી દોષમાં જોવા મળશે. મુખ્ય પાત્રમાં યશ સોની, જાનકી બોડીવાલા અને જાનકીના ભાઇ તરીકેની ભૂમિકામાં રોનક કામદાર જોવા મળશે. ફિલ્મનું નિર્માણ અનંતા બિસનેસકોર્પ, શુક્લ સ્ટુડીયો અને બિગ બોક્ષ સિરીઝ દ્વારા કરવામાં આવી છે.
ફિલ્મનું નિર્માતા તરીકે નિલય ચોટાઇ, મુન્ના શુક્લ તથા હર્ષદ શાહ છે. ફિલ્મનું સંગીત કેદાર-ભાર્ગવએ આપ્યું છે. ફિલ્મના બે ગીત ‘લવ્વા-લવ્વી’ તથા ‘ચાંદલિયો ઉગ્યો રે’ રજૂ થઇ ગયા છે. જેના ગીરકાર જીગરદાન ગઢવી તથા ઐશ્ર્ચર્યા મજમુદા છે. જેને દર્શકો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
‘નાડી દોષ’ ફિલ્મ રિધ્ધી (જાનકી બોડીવાલા) અને કેવિન (યશ સોની)ની કુંડળીમાં નાડી દોષની સમસ્યા હોવાથી એમના જીવનમાં આવેલા ઉતાર ચડાવ પર આધારિત છે.
ફિલ્મનું શૂટિંગ અમદાવાદ તથા ગોવામાં પણ થયું છે. ‘નાડી દોષ’ આજના જમનાની સામાજીક મુદ્ાને આવરી લેતી રોમેન્ટીક, કોમેડી ફિલ્મ છે.
‘નાડી દોષ’ ફિલ્મ 17, જૂન-2022ના રોજ થિયેટરમાં પ્રદર્શિત થવા જઇ રહી છે.