વુમેન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ 2021માં નેરેટીવ ફિચર ફિલ્મ (ડ્રામા) અને ટોરોન્ટો ઇન્ટરનેશનલ વુમન ફિલ્મ ફેસ્ટીવલ 2021માં ફિલ્મ્સ અબાઉટ વુમનમાં સિલેકશન
કહેવાય છે કે, હિન્દુસ્તાન માટીનો દેશ છે, અને આ માટીને ખેડવાની કોશિષ કરો તો તમને હરેક જગ્યાએથી એક નવી વાર્તા મળે. આવી જ કંઈ માટીની ખેડ ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતી ફિલ્મમેકરો દ્વારા કરાય છે. જેના ફળ સ્વરૂપે આજે આપણું ગુજરાતી સિનેમા એક નવા પ્રકારની ફિલ્મો સાથે ખુબ આગળ વધી રહ્યું છે. જેમાં અભિનેતા, અભિનેત્રી, લેખકો, દિગ્દર્શકો, સંગીતકારો, સીંગર અને બીજા ઘણા લોકોનો અગત્યનો ફાળો છે. ગુજરાતી માટીની ફોરમ એટલી બધી ખુશ્બૂદાર છે કે તેની સોડમ વિશ્વ સ્તરએ પોહચી છે.
3 એપ્રિલના રોજ, ગુજરાતી ફિલ્મ “21મુ ટિફિન”ને બે ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં સ્થાન મળ્યું. જેમાં ડબલ્યુ આર.પી.એન. વુમેન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ 2021માં રેટીવ કિંચર (ડ્રામા) અને ટોરોન્ટો ઇન્ટરનેશનલ વુમન ફિલ્મ ફેસ્ટીવલ-2021માં ફિલસ્સ અબાઉટ વુમન સિલેક્શન થયું. આ વાતની સત્તાવાર જાહેરાત વિજયગીરી ફિલ્મોઝ દ્વારા કરવામાં આવી છે. વિજયગીરી ફિલ્મોઝએ ગયા વર્ષે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી હતી. કોવિડ-19ના નિયમોને ધ્યાનમાં રાખી આ ફિલ્મનું કામ શરૂ કરવામાં આવ્યુ હતું. મહત્વની વાત એ છે કે, ફિલ્મનું શૂટિંગ 8 દિવસમાં ઓછા ટીમ મેમ્બર સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું. એક અહેવાલ મુજબ ફિલ્મમાં એક સાથે સ્ક્રીનપર 2થી વધુ કેરેક્ટર જોવા નહીં મળે. 21મું ટિફિન આપણે આ વર્ષે થિયેટરમાં જોવા મળી શકે છે, પણ હજી સુધી તેની રિલીઝ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી.
21મું ટિફિન એ નેશનલ એવોર્ડ વિનર લેખક રામ મોરીની એક શોર્ટ સ્ટોરીની કહાની છે. જેની વાર્તાને રામ મોરી અને વિજયગીરીએ ફીચર ફિલ્મની રીતે મઠારી એક નવોજ અવતાર આપ્યો. આ ફિલ્મમાં રોનક કામદાર, નીલમ પંચાલ, અને નેત્રી ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ વિશે જેટલી માહિતી છે એના પરથી એવું તારણ કાઢી શકાય કે જયારે પણ આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે લોકોના હૃદય સુધી પોહ્ચે અને સમાજમાં એક નવી છાપ ઉભી કરશે.