ઓખા નેવીના કેપ્ટન કમાન્ડો અને પ્રિન્સીપાલ સાથે તમામ શિક્ષકના હસ્તે રાવણના પુતળાનું દહન કરાયું
ઓખા નૌસેના કવાટર્સ એરીયામાં આવેલ ઈન્ડીયન નેવી સંચાલિત નેવલ સ્કુલ આવેલ છે. જેમાં નૌસેનાના જવાનોના બાળકો સાથે ગામના ત્રણ થી છ વર્ષના ૧૪૦ જેટલા બાળકો પ્લે હાઉસથી ધો.૧ સુધી અભ્યાસ કરે છે. અહીં ભણતર સાથે બાળકોને દેશના સાચા નાગરિક બનવા ખેલ કુદ, આર્ટ સેલ ક્રાફટ, ડાન્સ મ્યુઝીક જેવી અનેક પ્રવૃતિઓ કરવામાં આવેલ છે.
આ સ્કુલના પ્રિન્સીપાલ દેવનાયીકી સુરેશ તથા તેમની ટીચર ટીમ દ્વારા ભવ્ય ગુજરાતી ફેસ્ટીવલ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકોની ટીમ દ્વારા રાવણના પુતલાનું દહન રાખવામાં આવ્યું હતું તથા બાળકોને રામ રાવપની સાચી ઓળખ સાથે જીવનમાં આસુરી શકિતનું દહન કરવા સુચનો કર્યા હતા.
આ પ્રસંગે ઓખા નૌસેનાના કેપ્ટન કમાન્ડો સી.સુરેશ સાથે નેવી ઓફિસરો ખાસ હાજર રહ્યા હતા. અહીં સ્કુલના તમામ ૧૪૦ બાળકો સાથે પેરેન્ટ અને તમામ ટીચારોએ ગુજરાતી સ્પેશીયલ ચણીયાચોલી પહેરી રાસ ગરબા સાથે દાંડીયારાસની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ આવેલ પેરન્ટો અને તમામ બાળકો સાથે કેપ્ટન કમાન્ડો સી.સુરેશે ડીનર પાર્ટી યોજી હતી. જેમાં સ્કુલના રસોડામાં બનેલ વાનગીઓ પીરસાઈ હતી