‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા હિતેષ ખ્રિસ્તી અને નીકીતા કારીયાને ફિલ્મની સફળતા અંગે વ્યકત કર્યો આત્મવિશ્ર્વાસ
બોલીવુડ દ્વારા આતંકવાદ પર અનેક ફિલ્મ બનાવવામાં આવી છે. દરેક ભારતીયને આતંકવાદની વાત કરીયે એટલે સૌ પ્રથમ પાકિસ્તાન અને ભારતની વર્ષો જુની દુશ્મની યાદ આવે છે. 2019 ફેબ્રુઆરીમાં ભારત દ્વારા બાલાકોટ ખાતે એર સ્રટાઇલડ કરવામાં આવી હતી. જેમાં આશરે 300 જેટલા આતંકીઓ માર્યા ગયા હતા. બોલીવુડમાં આતંકવાદ પર બનતી ફિલ્મ હંમેશા મારધાડ, અસંખ્ય ગોળીબાર સાથે લોહીલુહાણ પર બની તમે સૌ એ જોઇ હશે. કારગીલ, બોર્ડર, હોલીેડે અને ઉરી જેવી હિટ ફિલ્મમાં આતંકવાદના અનેક સ્વરુપ બતાવ્યા છે. પરંતુ આ આતંકવાદના અર્થતંત્રના અનેક મુદ્દાઓ પર બોલીવુડ દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો નથી.
હીતેશ ખ્રિસ્તીની સેકટર બાલાકોટ આતંકવાદના અર્થતંત્રના અનેક મુદ્દાઓને પ્રકાશિત કરતી હટકે ફિલ્મ ડિસેમ્બર 2021માં રીલીજ થવા જઇ રહી છે. જેમાં વિપુલ ગુપ્તા, અસ્મિત પટેલ, જિનલ પંડયા અને પુનિત ઇસાર લીડ ભૂમિકામાં છે.આ ફિલ્મમાં આતંકવાદ કઇ રીતે કયા કારણોસર અને કોના દ્વારા ફેલાવવામાં આવે છે તે જાણવા મળશે.
કોરોના મહામારીમાં લાખો લોકોએ તેમનો જીવ ગુમાવ્યો અને સાથે સાથે બેરોજગારી અને ધંધા ઠપ્પ થવાની મુશ્કેલીથી લોકોને વેઠવી પડી હતી. વડોદરા રહેવાસી અને એનઆરઆઇ બિઝનેસમેન હિતેશ ખ્રિસ્તી આતંકવાદ પર સેકટર બાલાકોટ ફિલ્મ બનાવી કોરોનાના કારણે થયેલા લોકડાઉનમાં બેરોજગાર બનેલા 150 લોકોને રોજગાર આપી.
ફિલ્મમાં આતંકવાદ યુઘ્ધ અને આતંકવાદના અર્થતંત્રને લાગતા અનેક તથ્યો બહાર આવે છે. આ ફિલ્મનું શુટીંગ વડોદરાના લક્ષ્મી સ્ટુડીયો પાવાગઢ તેમજ તેની આસપાસના જંગલ, દેવગઢ બારીયા, ડાંગનું જંગલ તેમજ ડેલહાઉસી અને મુંબઇ ખાતે કરાયું હતું. એક કલાક 50 મીનીટની આ ફિલ્મ ડિસેમ્બરમાં રુપેરી પડદો પર રીલીઝ કરવામાં આવશે.