જામનગરના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. રવિન્દ્ર જાડેજાના ક્રિકેટમાં આપેલા યોગદાન બદલ તેને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ મામલે દિવ્ય ભાસ્કરે રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, રવિ સાથે વાતચીત થઈ નથી. તે વેસ્ટ ઇન્ડિઝમાં છે એટલે ત્યાં વહેલી સવાર હશે, એટલે હવે તેને કોલ કરીને વાત કરીશ.
જરાતના બે ખેલાડીઓને અર્જુન એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ટેબલ ટેનિસ પ્લેયર હરમીત રાજુલ દેસાઈને પણ અર્જુન એવોર્ડ આપવામાં આવશે. હાલારનું હિર અને જામનગર તેમજ ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા જામનગરના પનોતા પુત્ર અને ભારતીય યુવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું નામ દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ માટે નોમિનેટ થતા રવિન્દ્ર જાડેજાના પરિવાર અને તેમના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ સરકારનો આભાર માન્યો હતો.