પુર્વ નાયબ મુખ્યમંત્રી અને ઘારાસભ્ય નિતિનભાઇ પટેલના જન્મદિને કડીમાં ભવ્ય રેલી, સેવાકીય કાર્યો હાથ ધરાયા
પુર્વ નાયબ મુખ્યમંત્રી અને ઘારાસભ્ય નિતિનભાઇ પટેલના 67માં જન્મદિન નિમિતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ શુભકામના પાઠવી તેમજ તેમની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણા જીલ્લાના કડીમાં ટાઉનહોલથી માર્કેટ યાર્ડ સુઘી ભવ્ય રેલી,મહારક્તદાન શિબિર તેમજ વિવિધ સેવાકીય કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત કડી એપીએમસી ખાતે સભાનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં નિતિનભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં કોઇ શહેર કે ગામ બાકી નથી કે જેનો પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રવાસ ન કર્યો હોય, કાર્યકરોને માર્ગદર્શન ન આપ્યું હોય અને ભાજપનું સંગઠનને મજબૂત કરવાનો સતત પ્રયાસ કર્યો છે.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખૂબ સરળ વ્યકિત્વ છે. પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ વ્યસ્ત કાર્યક્રમમાં મહારક્તદાન શિબિર સહિત સેવાકીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની હાંકલ છે કે દેશમાં કોઇ બાળક કુપોષિત ન રહે. આ કાર્યક્રમમાં પણ કડી અને મહેસાણામાં પણ કોઇ કુપોષિત બાળક ન રહે તે માટે કડી માર્કેટયાર્ડ તરફથી આશરે 2 હજાર રૂપિયાની એક એવી 550 જેટલી કિટનું વિતરણ કુપોષિત બાળકોને કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સંબોધનની શરૂઆત કરતા ઘારાસભ્ય અને પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને જન્મદિવસની શુભકામના પાઠવતા જણાવ્યું કે, જન્મદિવસના આ શુભ દિવસે સેવાકીય કાર્યક્રમ કરવા તે ખૂબ મોટી વાત છે. આજે મોટી સંખ્યામાં લોકો રક્તદાન કેમ્પમાં ભાગ લઇ રહ્યા છે જેમાં બહેનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીઘો તે બદલ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન.ભારતીય જનતા પાર્ટી હમેંશા પાર્ટી વિથ ડિફરન્સ છે. ભાજપનો કાર્યકર તેનો જન્મદિવસ કે કોઇ પણ શુભ પ્રસંગ હોય તો સેવાકીય કાર્યોનું આયોજન કરે છે માટે ભારતીય જનતા પાર્ટી અન્ય રાજકીય પાર્ટીઓથી અલગ છે. ભારતીય જનતા પાર્ટી ને મત લોકોની સેવા કરવા જોઇએ છે સત્તાના માધ્યમથી લોકોની સેવા કરવાનો પક્ષનો હેતું છે. આજે 360 માંથી 311 જેટલી સહકાર સંસ્થા ભારતીય જનતા પાર્ટી જીતી છે તે પાર્ટીના કાર્યકર્તાઓની સંગઠનની તાકાતથી જીતી છે. કેટલીક જગ્યાએ કોંગ્રેસના એક પણ ઉમેદવારે સામે ચુંટણી લડવા ફોર્મ પણ ભર્યુ નથી આજે 17 જેટલી ડિસ્ટ્રીક બેંક છે તેમાં તમામ બેંકોની ચૂંટણી ભાજપ જીતી છે. મહાનગર પાલિકા,જીલ્લા પંચાયતની ચૂંટમીમાં પણ ભાજપે ડંકો વગાડયો છે.
કોંગ્રેસના લોકો કહેતા જીલ્લા પંચાયત અમે જીતીશું પણ પરંતુ મે કહ્યુ હતું કે 31 માંથી 31 ભાજપ જીતશે અને ભાજપ જીત્યું છે. તાલુકા પંચાયતમાં 231માથી 213માં ભાજપનો ડંકો વાગ્યો છે. નગરપાલિકામાં 81માંથી 79માં ભાજપનો ડંકો વાગ્યો છે.