રાજયના પોલીસ વડા કોને બનાવવા તે અંગે ગઇકાલે દિવસ દરમિયાન દોડધામ રહી હતી. ગીથા જોહરી, શિવાનંદ ઝા અને પ્રમોદકુમારના નામની ચર્ચા ચાલી રહી હતી અને સિનિયોરીટી મુજબ કોને ડીજીપી બનાવવા તે અંગે સાંજ સુધી નિર્ણય લેવાયો ન હોવાથી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું માર્ગ દર્શન લેવામાં આવ્યું હતું.
ગીથા જોહરીની 35માં ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આજે સવારે જ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નવા ડીજીપીના નામની જાહેરાત પર મહોર મારી દીધી હતી. ત્યારબાદ કેબિનેટની મીટિંગમાં પ્રદિપસિંહે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી.
ગીથા જોહરી એ કહ્યું કે …..
- ગુજરાતના કાયદો અને વ્યવસ્થામાં વિશેષ કામગીરી કરીશ…
- ગુજરાત માં શાંતિ જડવાઈ રહે તે પ્રાથમિકતા.
- મહિલાના પ્રશ્નોનાં નિવારણ માટે હું કામ કરીશ.
- મહિલાઓ પોતાના પ્રશ્નો મુદ્દે મને મળી શકે છે.
- તમામ જવાબદારી અમે સારી રીતે નિભાવશુ.
‘લેડી સિંઘમ’ તરીકે જાણીતા
ગીથા જોહરી અમદાવાદના ડીસીપી હતા તે સમયે લતીફનો ત્રાસ વધી ગયો હતો. લતીફ પોલીસ કર્મીઓને પોતાના ઈશારે નચાવવામાં માહેર હતો. પરંતુ ગીથા જોહરીને આ મંજુર નહતું તેથી તેને શબક આપવા માટે અંગત વ્યક્તિઓ સાથે લતીફના ઘર પોપટીયાવાડ પહોંતી ગયા હતા. તેઓએ લતીફની બોચી પકડીને આખા દરિયાપુરમાં ફેરવ્યો હતો. ત્યારબાદ ગીથા જોહરીએ રાજકોટ પોલીસ કમિશનર તરીકે પણ ખૂબ જ પ્રભાવશાળી કામગીરી કરી હતી. સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર બાદ સરકાર સાથે ગીથા જોહરીનું અંતર વધ્યું હોવાનું પણ ચર્ચામાં હતું.
૧૯૮૨ની બેન્ચના મોસ્ટ સિનિયર આઇપીએસ ગીથા જોહરીની નિમણુંક આપવાનું ફાઇનલ થઇ ગયું છે. તેઓ હાલ પોલીસ હાઉસીંગ કોર્પોરેશનના એમડી તરીકે ચાલુ રહેશે અને તેઓને વધારાનો ચાર્જ સોપી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ કોઇ નવો વિવાદ ઉભો ન કરવો અને મહિલા સશક્તિકરણના મુદે તક મળી રહી હોવાનું જાણકારો કહી રહ્યા છે.
ગીથા જોહરીને સોહરાબ અને તુલસી એન્કાઉન્ટરના વિવાદમાં ક્લિન ચીટ મળી છે અને તેઓને અન્યાય ન થાય સહિતના મુદાને ધ્યાને લઇને ગીથા જોહરીને પોલીસ વડાનો વધારાનો ચાર્જ સોપવાનો નિર્ણય લેવાયો છે. ગીથા જોહરી રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાનાર ગીથા જોહરીની પોલીસ વડા તરીકેનો વધારાનો ચાર્જ બપોર બાદ સોપવામાં આવનાર છે. પ્રમોદકુમાર ૧૯૮૩ના બેચના આઇપીએસ છે અને શિવાનંદ ઝા ૧૯૮૫ની બેચના આઇપીએસ છે જ્યારે ગીથા જોહરી ૧૯૮૨ની બેચના આઇપીએસ હોવાથી તેઓ મોસ્ટ સિનિયર છે. ગીથા જોહરી નવેમ્બર ૨૦૧૭ સુધી રેગ્યુલર આઇપીએસ બની રહેશે તેમ આઇપીએસ લોબીમાં ચર્ચા ચાલી રહી છે. તેઓને પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એમ.ડી. તરીકે ચાલુ જ રાખવાનો નિર્ણય હાલ પૂરતો લેવાયો છે અને પોલીસ બેડાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.