આજે સંકટ ચતુર્થી છે.વિઘ્નહર્તા દેવ પાસે સમગ્ર દેશ નમન કરીને કોરોના મહામારીમાંથી ભારતીયોને બહાર લાવવા પ્રાર્થના કરી રહ્યું છે.કોરોના મહામારીએ સમગ્ર દેશને ભરડામાં લીધો છે ત્યારે ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો થતાં લોકો ચિંતિત છે. છેલ્લા 5 દિવસથી કોરોના સંદર્ભે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. પોઝીટીવીટી તેમજ જાગૃતતા દ્વારા કોરોના દર્દીઓના રિકવરી રેટમાં વધારો થતાં લોકોમાં પણ ઘણી હિંમત આવી છે.સિવિલ હોસ્પિટલ,સમરસ તેમજ કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોના દર્દીઓ સ્વસ્થ બની રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત હવે કોરોના સામેની જંગમાં જાગૃત બન્યું છે.અબતક મીડિયા દ્વારા કોરોનાની આ મહામારીમાં લોકોમાં પોઝિટિવિટી આવે તે હેતુથી આજે સંકટ ચતુર્થીથી “ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું” અભિયાનનો પ્રારંભ કર્યો છે.આ અભિયાનને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે.રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં સમાજના અગ્રણીઓ ,શ્રેષ્ઠીઓ,સામાજીક સંસ્થાઓ તેમજ અધિકારીઓએ અબતક મીડિયાની આ મુહિમને બિરદાવી છે.અબતક મીડિયા તરફથી પણ લોકોને અપીલ કરવામાં આવે છે કે માસ્ક પહેરીએ, પોઝિટિવ વિચારો રાખીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ.લોકોની જાગૃતતા કોરોનાને દેશવટો આપશે તે વાતમાં પણ કોઈજ શંકાને સ્થાન નથી.
‘ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું’ મહિમને મારું સમર્થન: ઉદિત અગ્રવાલ (મ્યુ.કમિશનર)
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એ જણાવ્યું હતું કે પહેલા કોરોના ના કેસોના ટેસ્ટિંગ માટે લોકોને કહેવું પડતું હતું જ્યારે આજે લોકોને ટેસ્ટિંગ કરવા કહેવું પડતું નથી જાતે જ લોકો સમજી આવી રહ્યા છે. લોકો માં જાગૃતતા આવી છે. જેટલા પોઝિટિવ રહીસુ જેટલું સારું વિચારીશું તેટલું આપણા માટે સારું છે. હું તમામ ને કહીશ કે એસ એમ એસ નું પાલન કરી એ એટલે કે સોસિયલ ડિસ્ટન્સ નું પાલન કરીએ માસ્ક પહેરીએ અને સેનિટાઈઝર નો ઉપયોગ કરીએ. કોરોના માંથી જરૂર થી સજા થઈ ને બહાર આવી શકીએ છીએ અને કોરોના હોઈ તેને પોઝિટિવ વિચારવું જોઈએ મન ગમતું કરવું પુસ્તક વાંચવા સહિત ની પ્રવૃત્તિ કરવી જોઇએ નેગેટીવીંટી થી દુર રહી તમામ નિયમો નું પાલન કરી કોરોના ને આપણે હરાવીએ. અબતક દ્વારા શરૂ કરવામાં આવેલ ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યુ મુહિમ ને મારુ સમર્થન છે.
લોકોમાં જાગૃતિ લાવવા પોઝિટિવ મીડિયા તરીકે ‘અબતક’ મીડિયાનું ઉમદા કાર્ય:
મનોજ અગ્રવાલ (પોલીસ કમિશનર)
રાજકોટ શહેર અને જિલ્લામાં લોકોમાં જાગૃતતાને કારણે લોકો હવે કોરોના મહામારીમાંથી બહાર આવી રહ્યાં છે. છેલ્લા એક અઠવાડિયામાં હોમ આઈસોલેટમાં રહેલા દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. લોકો સરકારની ગાઈડ લાઈન તેમજ પોલીસ કમિશનરના જાહેરનામાનું ચુસ્તપણે પાલન પણ કરી રહ્યાં છે. આ મહામારીની આ વિકટ પરિસ્થિતિમાં લોકો એકબીજાને સાથ આપી કોરોના સામે લડી રહ્યાં છે. લોકોને અનુરોધ છે કે, માસ્ક અવશ્ય પહેરીએ અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરીએ. ‘અબતક’ મીડિયાએ ‘ગુજરાત જાગ્યુ કોરોના ભાગ્યુ’ અભિયાન શરૂ કર્યું એ બદલ ‘અબતક’ મીડિયાને હું બિરદાવું છું, સાથે જ લોકોમાં જાગૃતિ લાવવા માટે પોઝિટીવીટી ખુબજ જ જરૂરી છે ત્યારે એક પોઝિટિવ વિચાર લોકો સમક્ષ મુકી ‘અબતક’ મીડિયાએ ઉમદા કાર્ય કર્યું છે ત્યારે લોકોને મારી વિનંતી છે કે, જરૂર સીવાય ઘરની બહાર ન નીકળીએ પોતાનું તથા પોતાના પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તેમજ ખોટી અફવાઓથી લોકો દૂર રહે.
પોઝિટીવીટી રાખો, રિકવરી જલ્દી થશે: મનોહરસિંહ જાડેજા
( DCP zone-02 રાજકોટ )
અત્યારની પરિસ્થિતિને પોહચી વળવા ભગવાને તમામને શક્તિ આપી છે.પોલીસ અને સરકાર બનતા પ્રયત્ન કરી રહી છે.કોરોના સંદર્ભમાં લોકોને થોડી રાહત મળતી જણાઈ રહી છે.મારા પર્સનલ અનુભવ પ્રમાણે જણાવુ તો મને બે વખત કોરોના થયો.પોઝિટિવ વિચારો થકી કોરોના જલ્દી જાય છે ઘણી રાહત મળે છે.ગુજરાત હવે જાગી ગયું છે.લોકો હજુ પણ વધુ જાગૃત બને માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે.ગુજરાત જાગી રહ્યું છે.કોરોના ભાગી રહ્યું છે. લોકોને મારી વિનંતી છે કોરોનાની આ બીજી લહેર જેટલી ઘાતક તમે સમજી રહ્યા છે એની સામે પુરતી તકેદારી રાખશો તો કોરોના સામે જીત હાંસલ કરી શકશો.
ગુજરાત જાગ્યું છે અને કોરોના ભાગ્યું છે: ભારદ્વાજ દંપતી
25 દિવસમાં વણનોંધાયેલા જબરદસ્ત કેસોની જેમ છેલ્લા 5 દિવસના
વણનોંધાયેલ રીક્વરીરેટમાં પણ જબરદસ્ત ઉછાળો
પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને વંદનાબેન ભારદ્વાજેવુંઅબતક મીડિયાના પોઝિટિવ અભિયાનને બિરદાવ્યું હતું .નીતિનભાઈએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં લોકોમાં સકારાત્મક વિચારો જરૂરી છે.દરરોજ લોકોને પડતી તકલીફો ધીમે ધીમે દૂર થતી જણાઈ રહી છે.હોમ આઇસોલેટમાં રહેલા દર્દીઓ અને સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના રિકવરી રેટમાં વધારો થયો છે.લોકો હજુ પણ જાગૃત બની માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ રાખે અને પોતાના પરીવારજનોની કાળજી રાખે.ગુજરાત ધીમે ધીમે કોરોનામાંથી બહાર આવી રહ્યું છે.ચોક્કસથી ગુજરાત જાગ્યું છે અને કોરોના ભાગ્યું છે.વંદનાબેન ભારદ્વાજે જણાવ્યું હતું કે કોરોના દરમ્યાન લોકો માનસિક સ્થિતિ મજબૂત રાખે .ડોક્ટર્સની સલાહ મુજબ તમામ તકેદારી રાખે .કોરોના દરમ્યાન પોઝિટિવ વિચારો થકી ઝડપથી રિકવરી થાય છે એ મારો અનુભવ છે.મહામારીના આ સમયમાં લોકોમાં જાગૃતતા આવતી જાય છે માટે રિકવરી રેટ પણ વધ્યો છે.લોકો દરરોજ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય કરે.
સંયમ રાખી સરકારના આદેશનું પાલન કરશું તો ચોક્કસ કોરોનાને હરાવીશું: ધારાસભ્યો
રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઈકહ્યું હતું કે, આજે સર્વ સમાજમાં વિઘ્નહર્તા તરીકે પૂજાતા ગણપતિ મહારાજનો પર્વ છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાના ચરણોમાં શિષ ઝુકાવીને પ્રાર્થના કરીએ કે, હવે આ મહામારી કાબૂમાં આવે.જે રીતે અગાઉ ક્યાંક આપણી બેદરકારીને કારણે કોરોના વિસ્ફોટ થયો, આપણા અનેક સ્વજનો ભોગ પણ બન્યા ત્યારે પ્રજાએ સ્વયં શિસ્ત જાળવવાનું શરૂ કર્યું જે અભૂતપૂર્વ છે. લોકો જો સંયમ રાખશે અને સરકારના આદેશોનું પાલન કરશે તો ચોક્કસ આ મહામારીનો સમય પણ પસાર થઈ જશે. આજે અમને કહેતા આનંદ થાય છે કે, છેલ્લા બે દિવસથી કોરોનાનો પોઝિટિવ રેટ ઘટ્યો છે સામે રિકવરી રેટ પણ વધ્યો છે. કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા રાજ્ય સરકારે સતત 24*7 મહેનત કરીને અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે પરંતુ જે ઝડપે સંક્રમણ ફેલાઈ રહ્યું હતું તેને રોકવામાં કોઈ પણ તંત્ર નબળું પુરવાર થાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. પરંતુ તંત્ર અને પ્રજાએ ખંભેથી ખંભા મિલાવીને જે કામ કર્યું છે તે પણ અભૂતપૂર્વ રહ્યું અને તેના આધારે કહી શકાય કે, ’ગુજરાત જાગ્યું અને કોરોના ભાગ્યું’. તેમણે ’અબતક’ મીડિયા દ્વારા શરૂ કરાયેલા અભિયાનને બિરદાવીને સ્વાગત કરું છું. સાથોસાથ અપીલ કરતા કહ્યું છે કે, હાલના તબક્કે વેકસીનેશન ખૂબ જરૂરી છે તો સૌ કોઈ વેકસીન લઈને કોરોના કવચ મેળવી કોરોના સામે સુરક્ષિત થવું જોઈએ.
મૃત્યુદરમાં થોડો ઘટાડો થયો છે: ગુણવંતભાઈ ડેલાવાળા
સરગમ ક્લબના ગુણવંતભાઈ ડેલાવાળા એ જણાવ્યું હતું કે અબતક ની આ પોઝિટીવ મુહિમ “ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું”ને મારુ સમર્થન છે. ખરેખર હવે ગુજરાત કોરોના સામે જીત્યું હોવાના એંધાણ દેખાઈ રહ્યા છે.ખાસ તો હાલમાં કોરોના થી લોકો વધારે પડતા ડરી ગયા છે. કોરોના થી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી અતિ આવશ્યક છે.માસ્ક , સેનેટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સ ખુબજ જરૂરી છે.રામનાથપરા સ્મશાન નું સંચાલન હાલ સરગમ ક્લબ કરી રહ્યું છે.ત્યારે ઘણી વખત અહીં એવાં લોકો પણ મળતા હોય છે કે માનસિક રીતે કોરોના થી હારિ જાય છે.હાલમાં જે મૃત્યુઆંક વધે છે તેમા મોટા ભાગના લોકો માત્ર ને માત્ર ડરથી જ મોત ને ભેટે છે.બીજી વાસ્તવિકતા એ પણ છે કે ઘણા લોકો જાગૃત પણ થયા છે.વેક્સિન લેતા થયા છે. ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું અબતક ની આ મુહિમ ને મારુ સમર્થન છે.