હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે સરકાર સહિત તમામ લોકો પોતાની રીતે સતત પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે કોરોના ની મહામારી માં એક જવાબદાર મીડિયા તરીકે અબતક મીડિયા હરહંમેશ આગળ રહ્યું છે. લોકો કોરોના થી ડરે નથી કોરોના સામે લડે,અને કોરોના ની જંગ માં જીતે કોરોના ને હરાવે તે હેતુ થી અબતક મીડિયા દ્વારા ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું અભિયાન નો ગઈ કાલ થી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ પ્રાણ વાયુની અછત નથી સર્જાય રહી. સરકાર ના પ્રયાસો લોકો ની જાગૃતતા થી ગુજરાત માં થી કોરોના ભગાડીશું.
લોકોમાં જાગૃતતા, સાવચેતીના કારણે ટેસ્ટીંગની
લાઈનો ઘટી: ડો. તોરલ દોશી (મેડિકલ ઓફીસર)
અબતક સાથેની વાતચીત દરમિયાન તોરલ દોશી એ જણાવ્યું હતું કે અમારે ત્યાં આરોગ્ય કેન્દ્ર માં પહેલા ટેસ્ટિંગ માટે ની લાઈનો જોવા મળી હતી જે હવે ઓછી થઈ છે. કોરોના માં રીકવરી રેટ વધી રહ્યો છે.તે ખુજ જ સારી બાબત કહી શકાય હાલ લોકો જાતે જ સામે થી આવી ટેસ્ટ કરાવે છે.હાલ વેકસીનેશન કેમ્પ ચાલી રહ્યા છે. સૌ એ વેકસીન લેવી જોઈએ. અને કોરોના હોઈ એટલે હોસ્પિટલમાં જવું પડે તેવુ નથી ઘરે પણ સારું થઈ શકે છે.પોઝિટિવ રહી તમામ પ્રિકોશન લઈ કોરોનાને માત આપી શકાય છે.અબતક દ્વારા શરૂ કરવામાં આવેલ મુહિમને મારુ સમર્થન છે. હાલ અમે અમારે ત્યાં આવતા લોકોને પુરી તકેદારી રાખવા પ્રિકોશન લેવા અનુરોધ કરીએ છીએ.
મજબૂત મનોબળ રાખી કોરોનાને હરાવીએ: ટ્રાવેલ્સ એજન્ટ
રાજકોટ ટ્રાવેલ્સ વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે આશા હોય તો ઉપાય ચોક્કસ થી મળે છે હાલમાં કોરોના વ્યાપ્યો છે ત્યારે કોરોના ની સામે લડવાની જરૂર છે ઘણી વખત એવું બને છે કે લોકો ડરી જાય છે પરંતુ તેને માત આપવાનો આ સમય છે અને ઘણા એવા ઉદાહરણ પણ જોવા મળે છે કે જેમણે 80 થી 90 કે તેથી વધુ વર્ષની વયે પણ કોરોના ને મહાત આપી છે તો આજે દરેક વ્યક્તિએ મજબૂત મનોબળ કરીને કોરોનાને હરાવવાનો છે ખાસ તો માર્ચ ટુ માર્ચ નો સમયગાળો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ કપરો રહ્યો છે જેની ઘણી ખરી માઠી અસરો પણ આ ઇન્ડસ્ટ્રીને પહોંચી છે ટ્રાવેલ ક્ષેત્ર ઝડપથી ફરી ધબકતું થાય તેવા પ્રયાસો અમે કરીએ છીએ અને સૌના સહકાર થી ઝડપથી ફરી ટ્રાવેલ ઇન્ડેરસ્ટ્રી તથા સમગ્ર ગુજરાત સહિત દેશ ફરી ધબકતો થશે. ઉપરાંત દરેક વ્યક્તિ કે જે હાલ વેકસીન નથી લઈ રહ્યાં તેઓને પણ ચોક્કસથી વેક્સીન લેવી જ જોઇએ . ખાસ તો અબતકની આ પોઝિટિવ મુહિમ ને અમારો સહકાર છે અમારા દ્વારા એટલું જ કહેવામાં આવે છે કે સૌ સાથે મળી કોરોનાને હરાવ્યો છે જેથી ગુજરાત જીત્યું કોરોના હાર્યું છે.
સેનિટાઈઝરની જાગૃતતાએ લોકોને કોરોનામાં રાહત અપાવી: ઉજ્જવલ દ્રષ્ટિ ટ્રસ્ટ
અમે જ્યારે મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું ત્યારે જ વિચાર કર્યો હતો ત્યાર થી અમે ધ્યય રાખ્યો હતો. ફસ્ટ કલાસ,સેક્ધડ કલાસ, અને સ્લીપર કલાસ વર્ગ ના જે વ્યક્તિઓ કોરોના સામે ફ્રન્ટલાઈન વોરિયર તરીકે લડી રહ્યા છે તેમને આમરે નિ:શુકલ સેનિટાઈઝર નું વિતરણ કરવું છે ત્યારે અમે સવાર થી આ બાધ વર્ગ ને સેનેટાઈઝર નું વિતરણ કરતા હતા હાલ જ્યારે કોરોના ની સેક્ધડ વેવ ચાલી રહી છે લોકો ને
સેનીટાઈઝર ની ખૂબ જરૂર રહે છે ત્યારે અમને વિચાર આવ્યો કે લોકો સુધી વધુ માં વધુ સેનિતાઈઝર કેવી રીતે પોહચડીયે અમે પારિવારિક સભ્યોએ ભેગા મળી ને આ ઉજ્જવલ દ્રષ્ટિ ટ્રસ્ટ ની શરૂઆત કરી બજાર માં જે સેનિતાઈઝર ના કારબા રૂ.2000 થી 2500 ના મળી રહ્યા છે તે અમે માત્ર 5 લીટર રૂ.360 માં વેહચવાનું નિર્ધારિત કર્યું છે . આ ટ્રસ્ટનો શરૂ કરવાનું મૂળભૂત હેતુ એ જ છે કે વધુમાં વધુ લોકો સુધી સેનેટાઈઝર ને પહોંચાડવું અને હાલના સમયમાં લોકોની મદદની વ્યાહરે આગળ આવવું તેમજ અબતકના આ અભિયાનમાં પણ અમે જોડાયા છી ગુજરાત જાગ્યું,કોરોના ભાગ્યું અને લોકોને પણ અપીલ કરીછી કે તેઓ પણ આ અભિયાનમાં જોડાય.
કોરોના મહામારીના સમયમાં અમેએકપણ યુનિટ બંધ નથી રાખ્યું: ઉત્સવ
દોશી,ડિરેકટર રાજુ એન્જીનીયર
રાજુ એન્જિનિયરિંગના ડિરેક્ટર ઉત્સવ દોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખાસ તો અત્યારે એવું જ સાંભળવા મળે છે કે કોરોનાવાયરસ વિશ્વ આખામાં ભરડો લીધો છે આ વાત સત્ય છે પરંતુ અનેક દેશો કોરોના મુક્ત થયા છે તેને પણ અવગણી ન શકાય . ત્યારે ખાસ ગુજરાત અને રાજકોટમાં જે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને આપણે જાતે જ સમજી ને આપણા સ્વાસ્થ્યની કાળજી લેવાની છે કોરોના થી ડરવાના ને બદલે કોરોનાથી લડવાની જરૂર છે ે ત્યારે આ સમયમાં અમારા યુનિટમાં એક પણ દિવસ રજા રાખવામાં આવી નથી જેનું કારણ માત્ર એ જ છે કે અમે અમારો સ્ટાફ પૂરતી કાળજી રાખે છે તે પછી સોશિયલ ડિસ્ટન્સ હેન્ડ સેનિટાઈઝર કે માસ્ક પહેરવું . ખાસ તો અબતક દ્વારા જે મુહિમ શરૂ કરવામાં આવી છે તેને મારો પૂરતો સમર્થન છે. ખરા અર્થમાં સરકારની કોરોના અંગેની ગાઇડ લાઇનનો નું પાલન કરવામાં આવશે તો જરૂર છે ગુજરાતમાં ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું સ્થિતિનું નિર્માણ થશે.
કોરોનાથી કરીએ નહી, હિંમત, સુરક્ષા, સાવચેતીથી ભગાડીએ કોરોનાને : શ્રેતીપ્રકાશદાસ (સાધુ)
સાધુ શ્રેણીપ્રકાશદાસએ જણાવ્યું હતુ કે સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્થાનમાં છેલ્લા 13 દિવસથી આઈસોલેશન વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 200 બેડ છે. અહિંયા દર્દીઓને નિ:શુલ્ક રહેવા, જમવા, મેડિકલ સ્ટાફ પેરામેડીકલ સ્ટાફ, ડોકટર્સની સુવિધા આપવામાં આવે છે. ઉકાળા, જયુસ, નાસ્તો, જમવાનું વગેરે સ્વયંસેવકો દ્વારા સેવા આપવામાં આવે છે. અમારા ગુરૂ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી દ્વારા સંકલ્પ કરવામા આવ્યો છે કે આપણાથી બનતી સેવા કરવી અહીંયા 600 બેડ સુધીની સેવા રાખી છે. હાલ 125 જેટલા દર્દીઓ છે 60 જેટલા દર્દીઓ રીકવર થઈ પોતાના ઘરે પાછા ફર્યા છે.
રીકવરી રેટ અહીંનો 98% છે. ગુજરાત જાગ્યુ કોરોના ભાગ્યું અભિયાનમાં આપણે સૌ હિંમતભેર કોરોનાના જંગમાં લડીશું તો કોરોનાને ભાગતા વાર નહીં લાગે ડરે નહી હિંમત, સુરક્ષા સાવચેતીથી ભગાડીએ કોરોનાને પ્રભુદાસભાઈ જયોતએ જણાવ્યું હતુ કે મને કોરોના થયો ત્યારબાદ સ્વામીનારાયણ ગુરૂકુળમાં છેલ્લા આઠ દિવસથી હતો. ગુરૂકુળમાં ખૂબજ સારી રીતે સારવાર કરવામાં આવે છે. તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ડોકટરની સેવા, જમવાનું પ્રોઝીટીવ વાતાવરણ પૂરૂ પાડવામા આવ્યું જેના કારણે સ્વસ્થ થઈને ઘરે પરત ફરૂ છું સ્વયં સેવકોએ અમારી સગા દિકરાની જેમ સેવા કરી છે. તેના થકી આજે કોરોનાને માત આપી ઘરે જઈ રહ્યો છું.