રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં 68 હજાર મેગાવોટ પુન:પ્રાપ્ય ઉર્જા ઉત્પન્ન કરવા માટેની વ્યવસ્થા ઉભી કરશે

સરકાર હાલ એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે કેવી રીતે પ્રદૂષણ ને નિયંત્રણમાં લાવી શકાય. તેના માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે અને પુન:પ્રાપ્ય ઉર્જા માટે અનેકવિધ નવી યોજનાઓને પણ અમલી બનાવે છે. કેન્દ્ર સરકારના લક્ષ્યાંકનો પીછો કરવા અને તેની સાથે તાલ મેળવવા સરદાર વર્ષ 2030 સુધીમાં 139 મિલિયન ટન ઉર્જાનું ઉત્પાદન કરી કાર્બન ઇમિસને ઘટાડવાનો પ્રયાસ હાથ ધરશે. તે સરકાર દ્વારા અત્યારથી જ એક વિશેષ તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2017 થી વર્ષ 2022 સુધીમાં રાજ્ય સરકારે 115 ટકાનો ઘટાડો કાર્બન ઉત્સર્જન મા નોંધાવ્યો છે જે ખરા અર્થમાં એક સૌથી મોટી ઉપલબ્ધી કહી શકાય.

સરકારનું માનવું છે કે આગામી સમયમાં હવે ઉર્જાનું મહત્વ ખૂબ જ વધશે અને તે સ્થિતિને હાલ ધ્યાને લઇ સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યો ઉર્જાક્ષેત્રે હાથ ધરવામાં આવી રહ્યા છે. તરફ સરકાર આગામી 2030 સુધીમાં 68 હજાર મેગાવોટ પુન:પ્રાપ્ય ઉર્જાનો 68 હજાર મેગાવોટ  ક્ષમતા વધારવા માટેનો પ્લાન્ટ પણ ઊભું કરવા જઈ રહ્યું છે.

થર્મલ પાવર દ્વારા કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ છેલ્લા પાંચ વર્ષમાં ઘટયું છે અને રાજ્ય સરકાર સતત પુન:પ્રાપ્ય ઉર્જા માં જે ઉદ્યોગકારો રસ દાખવે છે તેને પ્રોત્સાહિત પણ કરી રહ્યું છે. સરકારે નિર્ધારિત લક્ષ્યાંક રાખ્યો છે કે વર્ષ 2070 સુધીમાં તથા નેટ ઝીરો કાર્બન દેશ તરીકે પ્રસ્થાપિત થશે.

કેન્દ્ર સરકારના લક્ષ્યાંકને અનુસરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી નો જે લક્ષ્યાંક છે તેને પહોંચી વળવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને આવનારા સમયમાં પણ તેની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવશે અને તેનું માં પણ રાખવામાં આવશે એટલું જ નહીં રાજ્યસ્તરે જે ઉપયોગ કરો કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને પુન:પ્રાપ્ય ઉર્જા માં કામગીરી હાથ ધરવા જે કાર્ય કરી રહ્યું છે તેમાં તેઓ ને પ્રોત્સાહિત પણ કરાશે.

1લી ઓક્ટોબરથી પોલ્યુશન ટેક્સ નાબૂદ કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તેઓએ જણાવ્યું કે 1લી ઓકટોબરથી પોલ્યુશન ટેક્સને નાબૂદ કરવામાં આવશે તેનું કારણ એ છે કે જે રીતનો ઉર્જાક્ષેત્રે ટાર્ગેટ નિર્ધારિત કરવામાં આવ્યો છે તેને પહોંચી વળવામાં ભારતે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે એટલું જ નહીં સાથોસાથ તેમણે ઉમેર્યું હતું કે ઇથેનોલ બ્લેન્ડિંગમાં પણ જે લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો તેમાં દસ ટકા સુધીનું કાર્ય સમયમર્યાદા પહેલાં જ પૂર્ણ થઈ ચૂક્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે પેટ્રોલમાં ઇથેનોલનું બ્લેન્ડિંગ થતા સરકારે 41 હજાર કરોડ રૂપિયાની બચત કરી છે અને આઠ વર્ષમાં ખેડૂતોની આવકમાં 40,000 કરોડ રૂપિયાનો વધારો પણ કર્યો છે જે ખૂબ જ આવકારદાયક પગલું છે.

નેપાલે ભારતને ઉર્જા આપવાનું શરૂ કર્યું

નેપાલ પોતાનો પાડોશીધર્મ નિભાવી રહ્યું છે અને ભારતને અતિરેક ઊર્જા મળી રહે તે માટે તેઓએ ઉર્જા આપવાનું કાર્ય પણ શરૂ કર્યું છે. પાલ અને ભારત ઉર્જાક્ષેત્રે બે ભાગીદાર દેશો તરીકે પણ પ્રસ્થાપિત થયા છે જે ખરા અર્થમાં આવનારા સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પ્રાપ્ત માહિતી મુજબ નેપાલ 37.7 મેગાવોટ ઉર્જાનું ઉત્પાદન કરી તે ભારતને આપવા માટેનું કાર્ય પણ શરૂ કર્યું છે. એટલુંજ નહીં પ્રતિયુનિટ રૂપિયા 6 લેખે ભાવ પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.