- તમામ વયના રમતવીરો માટે ખેલકૂદ ક્ષેત્રે કૌશલ્ય ઝળકાવવાનો અવસર એટલે ખેલ મહાકુંભ: વિજેતા ખેલાડી, શાળા અને કોચને રોકડ પુરસ્કાર અપાશે
ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે, તેના મૂળમાં છે ખેલ મહાકુંભ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ આવે, શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય, તેવા આશયથી વર્ષ 2010માં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. જેના ભાગરૂપે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેકટર જનરલશ્રી આર. એસ. નીનામાના માર્ગદર્શન મુજબ ’રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના ધ્યેય સાથે આયોજિત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોન, જિલ્લા/મહાનગરપાલિકા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવી છે. શાળાકક્ષાએ અંડર-9, અંડર-11, અંડર-14 અને અંડર-17ના વયજુથમાં ખેલ મહાકુંભની એથ્લેટીકસની રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે.
ખેલ મહાકુંભ 3.0નું ઓનલાઈન રજિસ્ટ્રેશન. 5 ડિસેમ્બર, 2024થી શરૂ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન તા. 25 ડિસેમ્બરના રોજ સાંજે 6.00 સુધી કરી શકાશે. નિયત વયજૂથના ખેલાડીઓએ વિિંાંત://સવયહળફવફસીળબવ. લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ખેલાડીઓ મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે, બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઇ શકાશે નહીં.
અંડર-9, અંડર-11, અંડર-14 અને અંડર-17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ ફરજિયાત જે-તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટેશન કરી શકશે. તેમજ અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજુથમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.સ્પર્ધામાં ભાગ લેવા વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ 31 ડિસેમ્બર, 2024 રહેશે.
જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ. જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનાફાઈડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ. રજિસ્ટ્રેશન કરતી વખતે જે-તે ખેલાડીએ જન્મતારીખ સાચી દર્શાવવાની રહેશે. જન્મતારીખ ખોટી દર્શાવીને રજિસ્ટ્રેશન કરેલું હશે તો તે ખેલાડી ખેલ મહાકુંભની સ્પર્ધામાં 3 વર્ષ સુધી ભાગ લઈ શકશે નહીં.રમતવીર કોઈપણ એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકશે.રજિસ્ટ્રેશનની સમસ્યા બાબતે રાજ્યસ્તરે ટોલ ફ્રી નંબર 1800 2746 151 પર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકાશે.
ખેલાડી ગુજરાત રાજયનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજયમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ/નોકરી/વ્યવસાય/નિવાસ કરતો હોવો જોઈએ. તેમજ ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લામાં નિવાસ/વ્યવસાય છેલ્લા 6 માસથી કરતો હોવો જોઈએ. જેના આધાર-પુરાવા કે પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.
શાળા/કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતાં હોય તે તાલુકા/જિલ્લામાંથી ભાગ લઈ શકશે.અન્ય રાજયમાંથી બદલી/ડેપ્યુટેશનથી આવેલા કર્મચારી રજિસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલા બદલી થઈને ગુજરાતમાં જે-તે જિલ્લામાં આવેલા હોય તો જ ભાગ લઈ શકશે.સ્પર્ધા સમયે ખેલાડીએ આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, બોનાફાઇડ અને બેંક પાસબુકની નકલ સાથે લઇને આવવાની રહેશે.
ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના વિજેતા ખેલાડીઓ અને શાળાઓને રોકડ પુરસ્કાર અપાશે. અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, ઓપન એજ ગ્રુપ, 40 વર્ષથી ઉપર અને 60 વર્ષથી ઉપર ગ્રુપના ખેલાડીઓની વાત કરવામાં આવે તો તાલુકાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા ખેલાડીને વ્યક્તિગત 1500 રૂ. અને ટીમને 1000 રૂ., દ્વિતીય ક્રમે વિજેતા ખેલાડીને 1000 રૂ. અને ટીમને 750 રૂ., તૃતીય ક્રમે વિજેતા ખેલાડીને રૂ. 750 અને ટીમને રૂ. 500, જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા ખેલાડીને 5000 રૂ. અને ટીમને 3000 રૂ., દ્વિતીય ક્રમે વિજેતા ખેલાડીને 3000 રૂ. અને ટીમને 2000 રૂ., તૃતીય ક્રમે વિજેતા ખેલાડીને 2000 રૂ. અને ટીમને 1000 રૂ., રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા ખેલાડીને વ્યક્તિગત 10,000 રૂ. અને ટીમને 5000 રૂ., દ્વિતીય ક્રમે વિજેતા ખેલાડીને 7000 રૂ. અને ટીમને 3000 રૂ., તૃતીય ક્રમે વિજેતા ખેલાડીને વ્યક્તિગત 5000 રૂ. અને ટીમને 2000 રૂ. રોકડ ઇનામ અપાશે.
આ ઉપરાંત, અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, ઓપન એજ ગ્રુપ, 40 વર્ષથી ઉપર અને 60 વર્ષથી ઉપર ગ્રુપની સ્પર્ધા માટે શાળાની વાત કરવામાં આવે તો તાલુકાકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરીને પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારી શાળાને અનુક્રમે રૂ. 25,000, રૂ.15,000 અને રૂ. 10,000 રોકડ પુરસ્કાર અપાશે. જિલ્લાકક્ષાએ પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારી શાળાને અનુક્રમે રૂ.1,50,000, રૂ. 1,00,000, રૂ. 75,000 રોકડ પુરસ્કાર અપાશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારી શાળાને અનુક્રમે રૂ.5,00,000, રૂ.3,00,000 અને રૂ.2,00,000 રોકડ ઇનામ અપાશે. વધુમાં, રાજ્યકક્ષાએ અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, ઓપન એજ ગ્રુપના વિજેતા ખેલાડીઓના કોચની વાત કરવામાં આવે તો પ્રથમ ક્રમે વ્યક્તિગત રૂ. 1500 અને ટીમને રૂ. 1000, દ્વિતીય ક્રમે વ્યક્તિગત રૂ. 1200 અને ટીમને રૂ. 750, તૃતીય ક્રમે વ્યક્તિગત રૂ. 900 અને ટીમને રૂ. 500 રોકડ પુરસ્કાર અપાશે.