- રમકડાં માર્કેટ હવે આગળ વધીને 2032 સુધીમાં 4.4 બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં રમકડાં બનાવતી 50થી વધુ ફેકટરીઓ શરૂ થઇ
રમકડાંની આયાત પર કસ્ટમ ડ્યુટી વધારવા અને આયાત માટે બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પ્રમાણપત્રને ફરજિયાત બનાવવા જેવા પગલાંએ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન તો આપ્યું જ છે આ ઉપરાંત, રમકડા ઉદ્યોગને વૈશ્વિક બજારો શોધવામાં મદદ કરી છે. રમકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે સરકારના આ પગલાંથી સ્થાનિક ઉત્પાદનને વેગ મળ્યો છે. આ સિવાય તાજેતરના સમયમાં ઘરેલું પાત્રોને મહત્વ આપવાથી પણ બજાર મજબૂત બન્યું છે ત્યારે હવે ગુજરાત રમકડાં ઉધોગમાં ચીનના રામ રમાડી દેશે કારણકે છેલ્લા ચાર વર્ષમાં જ ગુજરાતમાં રમકડાં બનાવવાની 50થી વધુ ફેકટરીઓ ધમધમી છે.અમદાવાદ રમકડાં સંગઠનના પ્રમુખ કેતન વોરાએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં રમકડાંની આયાત પર ભારે ઘટાડો જોવા મળ્યો છે. કોરોના બાદ કેન્દ્ર સરકારે કડક ગુણવતા ધારાધોરણો રજુ કર્યા, જેનાથી હલકી ગુણવત્તાવાળા ચાઈનીઝ રમકડાંનું ડમ્પિંગ ઓછું થયું જેનાથી સ્થાનિક ઉત્પાદકો માટે નવી તકો ઉભી થઇ છે. ગુજરાતમાંના જ છેલ્લા 4 વર્ષમાં રમકડાંના 50થી વધુ કારખાનાઓ ઉભરી આવ્યા જેથી હવે નિકાસમાં પણ વધારો થયો છે. ભારતીય રમકડાનું બજાર 2025 સુધીમાં વધીને 2 બિલિયન ડોલર થવાની ધારણા છે.
વર્ષ 2019-20માં તે એક અબજ ડોલર હતું. ડીઝલ એન્જિન, ઓટોમોબાઈલનું હબ ગણાતું રાજકોટ હવે રમકડાંના ઉત્પાદન માટે આત્મનિર્ભર બન્યું છે.પહેલા અહીં નાના જ રમકડાં બનતા હતા પરંતુ હવે અહીં રિમોટ કંટ્રોલ કાર, ડોક્ટર સેટ, બ્યુટી સેટ, પુલબેગ સહિતના મોટા રમકડાં બનવાનું શરૂ થતા દેશભરમાંથી રોજની ઈન્કવાયરી 10 ગણી વધી છે. રમકડાંના ઉત્પાદન માટે ટેક્નોલોજીનો ઉપયોગ થતા ચીનની સરખામણીએ 15 ટકા કોસ્ટ નીચી આવશે. રમકડાંનું ઉત્પાદન જે મશીનરીથી થાય છે.તેમાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં વપરાતા પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોટા રમકડાંનું ઉત્પાદન થતા બહેનો પણ આત્મનિર્ભર બની છે. આ ઉદ્યોગ થકી રાજકોટ, મોરબી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની 700 બહેનો રોજીરોટી મેળવી રહી છે. ટોય એસોસિએશન ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે માઈક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોને ટેકો આપવા માટે બીઆઈએસ નિયમોમાં વધુ છૂટછાટ આપવાની જરૂર છે. એસોસિએશનનું કહેવું છે કે દેશમાં 6,000થી વધુ ટોય મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જેમાંથી માત્ર 1,500 પાસે બીઆઈએસ લાઈસન્સ છે. એસોસિએશનના પ્રમુખ અજય અગ્રવાલે કહ્યું કે સરકારે છેલ્લા બે વર્ષમાં એમએસએમઈ સેક્ટરમાં અનેક પ્રકારની છૂટછાટ આપી છે. દેશની ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓ આ ક્ષેત્રમાં આગળ આવી રહી છે. ગુજરાત દેશમાં રમકડા ઉત્પાદનનું હબ બની રહ્યું છે.
રમકડાંનું ગ્લોબલ હબ બનશે ભારત
નાણાંપ્રધાને થોડા દિવસ પહેલા બજેટ રજૂ કર્યું તેમાં નાણાપ્રધાને કહ્યું કે ભારતને વૈશ્વિક સ્તરે રમકડાના પ્રોડક્શનનું હબ બનાવશે. તેમણે વધુમાં કહ્યું કે ભારતના રમકડાંના મેન્યુફેકચરીંગને ગ્લોબલ સેંટર બનાવવાની યોજના છે. આ માટેના પગલાં નેશનલ એક્શન પ્લાનના આધારે રજૂ કરવામાં આવશે. નવી યોજનાનો ઉદ્દેશ ભારતને વૈશ્વિક સ્તરે રમકડાનું પ્રોડક્શન હબ તરીકે સ્થાપિત કરવાનો છે, જેમાં મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જે મેડ ઇન ઇન્ડિયાનો ભાગ છે. સાથે હાઈ ક્વોલિટી અને વૈશ્વિક સ્તરે મજબૂત એવા ગુણવત્તાવાળા રમકડાંનું પ્રોડક્શન કરવામાં આવે તેના પર ધ્યાન આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બ્રિટિશ ટોય બ્રાન્ડ હેમલીઝ ખરીદી છે. ઉપરાંત રિલાયન્સ રોવાન નામની ટોય બ્રાન્ડની મારફતે રમકડાનો બિઝનેસ પણ કરી રહી છે. રિલાયન્સ રમકડાંની ડિઝાઈનથી લઈને તેના વેચાણ સુધીનું કામ કરવાની યોજના કરી રહ્યું છે. આ ઉપરાંત રમકડાંના બિઝનેસ સાથે જોડાયેલા પ્લેયર્સને પણ સરકારની યોજનાનો