ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધી નવો 1630 કિમી લાંબો કોસ્ટલ કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ: રાજ્યમાં પ્રવાસ અને આર્થિક બાબતોને ગતિ આપવા માટે મૂકાયેલા આ પ્રસ્તાવને પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ પૂર્ણ કરવા માટે સરકાર વિવિધ ઔદ્યોગિક અને સંલગ્ન પ્રવૃત્તિઓ હાઈવેને સમાંતર નિર્ધારિત કરવામાં આવશે
ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાતના ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધી નવો 1630 કિમી લાંબો કોસ્ટલ કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રાજ્યમાં પ્રવાસ અને આર્થિક બાબતોને ગતિ આપવા માટે મૂકાયેલા આ પ્રસ્તાવને પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ પૂર્ણ કરવા માટે સરકાર વિવિધ ઔદ્યોગિક અને સંલગ્ન પ્રવૃત્તિઓ હાઈવેને સમાંતર નિર્ધારિત કરવામાં આવશે. આ કોસ્ટલ કોરિડોર માટે સરકારે શરુઆતના 300 કિલોમીટર માટે જગ્યા નિર્ધારિત કરી દીધી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને ભરુચ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
સરકારે પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ નવા કોસ્ટલ કોરિડોર હાઈવે માટે પ્રસ્તાવ મૂક્યો છે. આ લગભગ દેશનો સૌથી લાંબો કોસ્ટલ હાઈવે હશે. જેમાં 16430 કિમીમાંથી 140 કિમીનો હાઈવે ગ્રીનફીલ્ડ કોસ્ટલ એરિયા તરીકે વિકસિત કરવામાં આવશે. જ્યારે બાકીને 1490 કિમીનો હાઈવે બ્રાઉનફીલ્ડ રોડ હશે. વળી, આ કોરિડોર ત્રણ ડ્રાઈવિંગ લેન સાથે ઓછામાં ઓછો 10 મીટર પહોળો હશે જ્યારે હાલના રસ્તા પાંચ મીટરથી ઓછા પહોળા છે. આ કોરિડોર સાથે નિશ્ચિત વિસ્તાર બફર વિસ્તાર તરીકે આરક્ષિત રાખવામાં આવશે. જેથી ભવિષ્યમાં તેનો વિકાસ કરી શકાય. આ ખરેખર કોસ્ટલ કોરિડોર હશે.’ આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત 2400 કરોડ રૂપિયોનો ખર્ચ થશે અને તેને ત્રણ વર્ષમાં પૂરો કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેની શરુઆત માટે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં 30 કિમીનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે. આ કોરિડોર બનાવવાને હેતુ દરિયાકાંઠાના પ્રવાસન, પરિવહન અને અન્યઆર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે. ઈછણ (ભજ્ઞફતફિંહ યિલીહફશિંજ્ઞક્ષ ુજ્ઞક્ષય)ને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો, વનના નિયમો અને આ પ્રકારની અન્ય બાબતોનુ ધ્યાન રાખવામાં આવશે. આ પ્રોજેક્ટની મંજૂરીમાં વિલંબ ન થાય તે માટે તમામ નિયમોનુ પાલન કરવામાં આવશે તેમ સૂત્રએ વધુમાં જણાવ્યુ હતુ.
હાઈવેને દરિયાના કારણે નુકશાન ન થાય તેનું પણ ધ્યાન રખાશે
હાઈવેને દરિયાના કારણે નુકશાન ન થાય તે બાબતનુ પણ ધ્યાન રાખવામાં આવશે. જેથી કોસ્ટલ હાઈવેનુ નિર્માણ કરતી વખતેનુ પણ ધ્યાન રાખવામાં આવશે. આ હાઈવેને એ રીતે ડિઝાઈન કરવામાં આવશે કે લોકો દરિયા કિનારાની સુંદરતાને માણી શકશે. સરકારનુ કોસ્ટલ હાઈવે સાથે પ્રવાસન આકર્ષણો અને ઔદ્યોગિક હબને જોડવાનુ લક્ષ્ય છે. પ્રવાસન અને અન્ય લાગત વળગતા વિભાગો પણ આ મહત્વકાંક્ષી 1630 કિમી લાંબા કોસ્ટલ હાઈવેની યોજના માટે રોડમેપ તૈયાર કરશે.