મોરબી, દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી અને ભરૂચ ખાતે મેડિકલ કોલેજનું નિર્માણ કાર્ય શરૂ
રાજ્ય સરકારે 8 નવી મેડિકલ કોલેજ ખોલવા મંજૂરી 1 વર્ષ પહેલાં જ આપી દીધી છે. રાજ્યના વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં મેડિકલના અભ્યાસ માટે ન જવું પડે, તે માટે સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે, જેથી સરકારે નવી સાત મેડિકલ કોલેજ ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે સરકારનું લક્ષ્યાંક છે કે, 5000 જેટલી સીટ વધશે. આવતા 2 વર્ષ સુધીમાં આ તમામ મેડિકલ કોલેજ શરૂ થઈ જાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.
ગુજરાત સરકાર દ્વારા આઠ શૈક્ષણિક સંસ્થાઓને મેડિકલ કોલેજ ખોલવા માટે એસેન્સ્યાલીટી સર્ટીફિકેટ આપી દીધા છે. આ સાથે સાતે સંસ્થાઓએ દિલ્હીમાં પોતાની અરજી જમા કરાવી દીધી હતી. સાત કોલેજો પૈકી બે કોલેજ માટે તદ્દન નવી સુવિધા ઉભી કરવામાં આવશે. આ કોલેજો સેલ ફાયનાન્સ રહેશે. જેમાં સાબરકાંઠાની કે.કે. શાહ કોલેજ અને વિસનગરની નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળનો સમાવેશ થાય છે.
સરકારી હોસ્પિટલો ખુલતા વધારાની પથારીઓ ઉપરાંત, આઈસીયુ, ઓપરેશન થિયેટર, વગેરેની નવી સુવિધાઓ મળશે. હાલમાં જિલ્લાની હોસ્પિટલમાં મળતી મફત સારવાર અને સુવિધાઓ તો ચાલુ જ રહેશે, સાથે સુપર સ્પેશ્યાલિટી સારવારની સુવિધા વધશે. જેથી દુરના જીલ્લાના દર્દીઓને સારવાર માટે અમદાવાદ આવવાની જરૂર નહીં રહે. આ સાથે બનાસકાંઠા જેવા આંતરિયાળ અને પછાત વિસ્તાર, દાહોદના આદિવાસી વિસ્તારમાં સારી હોસ્પિટલ ખુલતા માતા મૃત્યુદર, બાળ મૃત્યુદર, જેવા વિવિધ પ્રશ્નોમાં થોડો ઘટાડો થવાની સંભાવના વધશે.
સરકારે આ તમામ આઠ કોલેજ ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી હેઠળ સમાવવા ઠરાવ કર્યો છે.મહત્વનું છે કે પહેલેથી રાજ્યની વિવિધ જિલ્લાની ૮ મેડિકલ કોલેજો જીએમઈઆરએસ હેઠળ તબક્કાવાર શરૃ થઈ છે અને સરકારની આ સોસાયટી હેઠળની ખાનગી કોલેજોમાં જનરલ ક્વોટામાં ઊઁચી ફી વસુલાય છે તેમજ મેનેજમેન્ટ ક્વોટા પણ રાખવામા આવે છે.
કોરોનામાં સરકારે રાજ્યની ઓછા મેડિકલ સ્ટાફ સાથેની કથળેલી સ્થિતિ જોઈ છે તેમજ પુરતા ડોક્ટરો-સ્ટાફ જાહેરાતો આપ્યા બાદ પણ મળતા નથી ત્યારે કોરોના બાદ સરકારને હજુ કળ વળી નથી ઊંચી ફી લઈ નફો રળવા સતત ખાનગીકરણ કરી વધુ આઠ મેડિકલ કોલેજને જીએમઈઆરએસમાં ખપાવી દીધી છે.નવી કોલેજો સાથે રાજ્યમાં મેડિકલની બેઠકો વધશે પરંતુ ઊંચા મેરિટ છતાં પણ વિદ્યાર્થીઓ ઊંચી ફીએ ભણવા મજબૂર બનશે.