- 2014માં જયારે ભાજપની કેન્દ્રમાં સરકાર બની ત્યારે મોબાઇલની બે ફેકટરીઓ હતી આજે 200 કરતા વધુ
- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કાલોલ ખાતે ચૂંટણી સભાને સંબોધી
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કાલોલ ખાતે ચૂંટણી સભાને સંબોધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા આહવાહન કર્યુ હતું. પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાતમાં આજે પ્રથમ ચરણનું મતદાન ચાલી રહ્યુ છે. વહેલી સવારથી ખૂબ ઉત્સાહ અને ઉમંગથી શાંતિ પુર્વક મતદાન ચાલી રહ્યુ છે. મા કાલીના ચરણોમાં આવ્યો છું ત્યારે જે બેઠક પર મતદાન થઇ રહ્યુ છે તે જોઇ લાગે છે બધા જૂના રેકોર્ડ તૂટશે. આ વખતની ચૂંટણી પ્રચારમાં જે વિસ્તારમાં જવાનો અવસર મળ્યો ત્યા જનતામાં ભાજપની સરકાર ફરી બનશે તેવો વિશ્વાસ જોવા મળ્યો હતો. ચારેય તરફ લોકો એક જવાત કહે છે કે ફીર એક બાર મોદી સરકાર. જી-20 સમિટિના પ્રમુખ પદે આજથી ભારત બિરાજમાન થયું છે ત્યારે મા કાળીમાતાના આશિર્વાદ મળે તે સોનામાં સુંગધ ભળી છે. જી-20 સમિટિમાં સામેલ દેશો દુનિયાની અંદર સૌથી વધુ આર્થિક ગતી વિઘી કરનારા દેશો છે જેની અધ્યક્ષતા ભારત કરશે આ વાત દેશના નાગરિકો માટે ગર્વની વાત છે.
દેશને આત્મનિર્ભર બનાવવા કોઇએ કલ્પના પણ નહી હોય કે કાલોલ, હાલોલ, ગોઘરા, દાહોદ આખો પટ્ટો એક મોટી તાકાત સાથે ઉભરી રહ્યો છે. એક જમાનો હતો નાની-નાની વસ્તુ પણ આપણે વિદેશથી મંગાવતા. કોંગ્રેસના રાજમાં પહેલા એક એવી ઇકોસિસ્ટમ બની ગઇ હતી કે બહારથી માલ લાવે તેમાથી કટકી કરો તમારી દુનિયા ચલાવો દેશનું જે થવું હોય તે થાય અને એના કારણે રોજગાર માટેની તકો ઉભી ન થઇ. કોંગ્રસને ગુજરાતમાં રોજગારી વધે તેમાં રસ હતો જ નહી. જ્યોતિગ્રામ યોજનાનું લોકાર્પણ કાલોલથી કર્યુ હતું. ભાજપે આ સ્થિતિ બદલાવા એક પછી એક નીતી બદલી કારણકે નિયતમાં ખોટ ન હતી અને નિયતમાં ખોટ ન હોય ત્યારે નિતિ ખોટી ન હોય નીતી સાચિ હોય તો રણનિતિ સાચી હોય.
મોદીએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસના સરકારમાં પહેલા એક ટેલીફોનની લાઇન નખાવી હોય તો સાંસદ પાસે પત્ર લખાવવો પડતો. પહેલા મોબાઇલ ફોન વિદેશથી મંગાવતા હતા. ભારત મોબાઇલની દુનિયામાં ક્રાંતિ કરશે તે 2014 પહેલા કોઇએ વિચાર્યુ ન હતું. 2014માં જયારે ભાજપની કેન્દ્રમાં સરકાર બની ત્યારે મોબાઇલની બે ફેકટરીઓ હતી આજે 200 કરતા વધુ છે. દુનિયામાં સૌથી વધુ મોબાઇલ ફોનના ઉત્પાદન કરી રહ્યા છીએ. પોણા ત્રણ લાખ કરોડના મોબાઇલ ફોન બની રહ્યા છે. આજે ફોન એક્સપોર્ટ થઇ રહ્યા છે. પંચમહાલ જીલ્લાનું આર્થિક કેન્દ્ર કાલોલ અને હાલોલ છે. આજે પંચમહાલ જીલ્લામાં 30 હજાર કરોડ રૂપિયાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન થાય છે. આ વર્ષ અંદાજે નવ હજાર કરોડ રૂપિયાનો માલ પંચમહાલ જીલ્લાનો માલ મેડ ઇન પંચમહાલ બનીને વિદેશમાં ગયો. પહેલા લોકોને તાજમહેલની ખબર હતી હવે લોકોને ખબર પડી પંચમહાલ પણ છે.
હું વર્ષોથી તમારી વચ્ચે રહ્યો છું એટલે ઘરતીની તાકાત શું છે તે ખબર પડી જાય મારી તાકાત શુ છે તમને ખબર પડે. આવનાર દિવસમાં હાલોલ-કાલોલનો રોડ ખૂબ મોટો બનશે. આ ડબલ એન્જિનની સરકાર વડોદરા,કાલોલ, હાલોલ, ગોધરા, દાહોદ આ પાંચ શહેર હાઇટેક એન્જિનયરિંગ મેન્યુફેચરિંગનો કોરિડોર બનશે. દાહોદમાં હિન્દુસ્તાનના સૌથી શક્તિશાળી રેલ્વે એન્જિન બનાવવાનું કારખાનુ બનાવવાનું કામ શરૂ થયું છે. સાવલીમાં કેનેડાની કંપની રેલ્વેની આધુનિક બોગી બનાવે છે. વડોદરામાં હવાઇ જહાજ બનાવાનું કામ શરૂ થવાનુ છે. આ પટ્ટામાં સાઇકલ,મોટર સાઇકલ,રેલ્વેની બોગી,રેલ્વેનું એન્જિન,હવાઇ જહાજ બનવાનુ છે એટલે તમારી પાંચેય આંગળી ઘીમા છે એટલે એક આંગળીથી કમળનું બટન દબાવવુ પડે કે નહી તેમ સવાલ કર્યો.
મોદીએ વધુમાં જણાવ્યું કે , આજે ગુજરાતમાં આઇટી થી લઇ સેમિ ક્ધડકટરમાં પણ ઝડપથી કામ થઇ રહ્યુ છે દોડ લાખ કરોડ રૂપિયાનું મૂડિ રોકાણ ગુજરાતમાં સેમિ ક્ધડકટર માટે આવી રહ્યુ છે ગુજરાતમાં ઉદ્યોગોને સશકત કરવા આપણા ભુપેન્દ્રભાઇ પટેલની ભાજપ સરકારે જે બીઝનેસ પોલીસ બનાવી છે તેના કારણે અનેક વિકાસના નવા અવસર આવવાના છે. આપણી વિરાસત પર ગર્વ થવો જોઇએ. આપણે પાવગઢ આવીએ અને પાવગઢની દુરદર્શા જોઇએ ત્યારે હૈયુ કંપી જતુ હતું શિખર ન હોય, ધ્વજ ન ફરકે અને 500 વર્ષ પહેલા જે અપમાન થતું પરંતુ હવે સન્માન વધે તે માટે કામ કર્યુ. ગુજરાતની આસ્થા, ગૌરવ જાળવવાનું કામ ભાજપ સરકારે કર્યુ આ કોંગ્રેસને ગુજરાતની આસ્થા,શ્રદ્ધા પર અપમાન થાય તે મા જ મજા આવે. કોંગ્રેસ ચૂંટણી હારે તેમાં માનસિક સંતુલન ગુમાવવુ ન જોઇએ,હાર જીત તો ચાલ્યા કરે અમારો પણ એક સમય હતો કે અમારી ડિપોઝીટ જતી હતી પણ અમે કોઇ દિવસ આવુ નહોતા કરતા.
મોદીએ જણાવ્યું કે, હું ગુજરાતનો દિકરો છું. તમે જ મારા શિક્ષક છો, તમે મને જે ગુણ આપ્યા છે તે કામ કરવાનો પ્રયત્ન કરુ છું. પણ કોંગ્રેસ વાળા લોકોને ગુજરાતે જે મને સંસ્કાર અને આશિર્વાદ આપ્યા છે તેનાથી તકલીફ થાય છે. વાર તહેવારે મોદીને ગાળો બોલે છે. કોંગ્રેસ પાર્ટીએ રિમોટ કંટ્રોલથી ચાલતા એક નેતાને મોકલ્યા અને નેતા બોલ્યા કે આ ચૂંટણીમાં મોદીને એની ઔકાત બતાવી દેવામાં આવશે. આપણે ગુજરાતના પછાત વર્ગના લોકોની શું ઔકાત હોય આપણે તો સેવક છીએ. આ ગુજરાત રામ ભકતોનું છે કોંગ્રેસ ને ખબર નથી રામ ભકતોની સામે કોંગ્રેસના નવા પ્રમુખ ખડગે મોદીને 100 માથા વાળો રાવણ કહ્યું આ કોંગ્રસ પાર્ટી રામના અસ્તિત્વનો જ સ્વીકાર નથી કરતી , આ કોંગ્રેસ અયોધ્યામાં ભગવાન રામ મંદિરમાં બનાવવામાં પણ રસ ન હતો,કોંગ્રેસને રામ સેતુ સામે વાંઘો હતો . કોંગ્રેસના લોકોએ મોદીને ડઝન બંધ ગાળો આપી છે પરંતુ કોંગ્રેસના નેતાઓ કયારેય ભુલ સ્વીકારતા નથી. મોદીને ગાળો આપવી તે કોંગ્રેસ તેમનો અધિકાર સમજે છે. કોંગ્રેસને લોકતંત્ર પર ભરોસો નહી પરંતુ એક પરિવાર પર છે અને પરિવાર માટે જે કરવું પડે તે એક ફેશન બની ગઇ છે. કોંગ્રેસમાં સ્પર્ધા ચાલે છે કે કોણ મોદીને વઘારે અને તીખી ગાળો બોલે. જે મોદીને ગુજરાતે ઘડયો હોય તેનું અપમાન એ ગુજરાતની જનતાનું અપમાન છે કે નહી તેમ સવાલ કર્યો.કોંગ્રેસ જેટલુ કિચડ ફેકશે તેટલુ કમળ વધારે ખિલશે.
આ જાહેરસભામાં કેન્દ્રીયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, પ્રદેશના સહ પ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર, ઉમેદવારશ્રીઓ શ્રી જેઠાભાઇ ભરવાડ, શ્રી નિમિષાબેન સુથાર, શ્રી સી.કે.રાઉલજી,શ્રી ફતેસિંહ ચૌહાણ,શ્રી જયદ્રથસિંહ પરમાર સહિત પ્રદેશ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ આદિવાસી સમાજના કલ્યાણ માટે કામ કરી રહી છે
અટલ બિહારી વાજપાયજીની સરકારે આદિવાસી સમાજ માટે નવું મંત્રાલય બનાવ્યું પરંતુ કોંગ્રેસે આદિવાસી લોકોના શોર્યને ક્યારેય મહત્વ ન આપ્યું. આદિવાસી વિદ્યાર્થીઓ વધુ સારુ ભણે તે માટે સરકારે કામ કર્યુ આજે આદિવાસી ક્ષેત્રમાં દસ હજાર શાળઓ બનાવી છે. બે યુનિવર્સિટી બનાવવી છે. ગોધરામાં મેડિકલ કોલેજ બનાવી છે. પંચમહાલ જિલ્લામાં પીએમ આવાસ યોજનામાં 60 હજાર કરતા વધુ ઘરો બનાવ્યા છે. ગરિબ પરિવાર માટે આયુષ્યમાન ભારત યોજના બનાવી જેથી પાંચ લાખ સુધીની સારવાર ફ્રીમાં કરાવી શકે. પંચમહાલમાં દરેક પોલીંગ બુથમાં ઐતિહાસીક મતદાન થાય તે માટે વિનંતી કરી હતી.