કોરોનાગ્રસ્ત દર્દીઓને પ્લાઝમા અંગે તબીબો,અધિકારીઓની બેઠક
સિવિલ હોસ્પિટલમાં ૨ પ્લાઝમા મશીન ઉપલબ્ધ :શહેરમાં ૧૧ પોઝિટિવ દર્દીઓએ કોરોનાને આપી છે મ્હાત
રાજકોટ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે તેની સામે લડવા આરોગ્યતંત્ર સાથે તબીબો જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે કેરળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ જેઓએ વાયરસને મ્હાત આપ્યા બાદ તેમના પ્લાઝમા મેળવી કોરોના ના ગંભીર દર્દીઓને ચડાવી તેઓની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. જેના સફળ પરિક્ષરણ બાદ ગુજરાતમાં અમદાવાદ માં પણ પ્લાઝમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ આજ રોજ રાજકોટ ખાતે પણ સિવિલ હોસ્પિટલમાં પણ ટ્રીટમેન્ટ શરૂ કરવા માટે આરોગ્ય અધિકારી, તબીબો અને લેબોરેટરી સ્ટાફ સાથે બેઠક યોજવામાં આવશે. બેઠકમાં મંજૂરી મળશે તો રાજકોટ રાજ્યનું બીજું શહેર બનશે જે પ્લાઝમા ટ્રાન્સપ્લાન્ટ દ્વારા કોરોના વાયરસ સામે લડશે.ત્યારે સિવિલ હોસ્પિટલમાં હાલ ૨ પ્લાઝમા મશીન અવેલેબલ છે અને અત્યાર સુધી શહેરમાં ૧૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.
કોરોના કોવિડ ૧૯ વાયરસ સામે દુનિયાભરના વિજ્ઞાનિકો અને નિષ્ણાતો રસી શોધવા અને તેની સામે લડવા અને પ્રયોગો કરી રહ્યા છે. ત્યારે વાયરસના ઉદ્દભવ બિંદુ ચીનમાં કોરોના વાયરસ સામે લડવા જે દર્દીઓ સાજા થયા છે તેઓના પ્લાઝમા મેળવી કોરોના પોઝિટિવ દર્દીઓને ચડાવી તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ સફળ રહ્યા બાદ દેશમાં સૌપ્રથમ કેરળ રાજ્યમાં આ પ્રક્રિયાનું અમલીકરણ કરવામાં આવ્યું. જેમાં તબીબો અને આરોગ્યતંત્રને સફળતા મળી હતી.
ગુજરાતમાં ગત તા. ૧૮ માર્ચથી કોરોના કોવિડ ૧૯ વાયરસનો સિલસિલો શરૂ થયો હતો. ત્યારબાદ માત્ર એક માસ જેટલા સમયગાળામાં જ કોરોનાએ રાજ્યભરમાંથી ૧૮૦૦થી પણ બધું લોકોને પોતાના બાનમાં લીધા છે. અને ૬૦ થી વધુ પોઝિટિવ દર્દીઓના મોત પણ નિપજ્યા છે.ત્યારે આરોગ્યતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લડવા સજ્જ છે. ત્યારે કેરળના પ્લાઝમાં ના સફળ પરિશ્રણને અનુસરી અમદાવાદમાં સૌપ્રથમ વખત કોરોનામાં સાજા થયેલા દર્દીઓના પ્લાઝમા મેળવી ગંભીર કોરોનાગ્રસ્ત દર્દીઓને ચડાવી તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા પ્રયોગ કરવામાં આવ્યો છે.
જ્યારે રાજ્યમાંથી રેડઝોનમાં જાહેર કરાયેલા અમદાવાદ સિવાયના અન્ય ચાર શહેર રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર દ્વારા પણ પ્લાઝમા ટ્રાન્સપ્લાન્ટ ની પ્રક્રિયા માટે મંજૂરી મેળવવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ ના તબીબો, આરોગ્યતંત્ર, અને મેડિકલ લેબના સ્ટાફ સાથે બેઠક યોજવામાં આવશે. અને જરૂર પડે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડો. જ્યંતી રવિ સાથે વિડીયો કોનફરન્સ પણ કરવામાં આવશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૨ પ્લાઝમા મશીન અવેલેબલ
કોરોના કોવિડ ૧૯ વાયરસ સામે પહોંચી વળવા તંત્ર અને તબીબો સાથે નિષ્ણાતો દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.ત્યારે અમદાવાદમાં કોરોનાના દર્દીઓ જેઓએ કોરોનાને મ્હાત આપી છે. તેમના પ્લાઝમા મેળવી ગંભીર દર્દીઓને ચડવાની મંજૂરી બાદ રાજ્યના રેડ ઝોન જાહેર કરેલા અન્ય ચાર જિલ્લાઓએ પણ મંજૂરી માટે સરકારમાં દરખાસ્ત કરી છે. જેના ભાગરૂપે આજ રોજ આરોગ્યતંત્ર સાથે સિવિલ હોસ્પિટલના તબીબો અને લેબોરેટરી ના સ્ટાફ સાથે બેઠક યોજવામાં આવશે. મંજૂરી મેળવ્યા બાદ જો રાજકોટમાં પ્લાઝમા ટ્રાન્સપ્લાન્ટ મંજૂરી મળશે તો સિવિલ હોસ્પિટલમાં રહેલા ૨ પ્લાઝમા મશીન કાર્યરત કરવામાં આવશે. જેમાં કોરોનાને મ્હાત આપી સાજા થયેલા દર્દીઓના પણ મેડિકલ ચેક-ઉપ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પ્રક્રિયા શરૂ થશે તો રાજકોટ અમદાવાદ બાદ રાજકોટમાં પ્લાઝમા ટ્રાન્સપ્લાન્ટ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
રાજકોટમાં ૧૧ દર્દીઓએ આપી છે કોરોનાને મ્હાત
રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના સંક્રમિત કેસોની સંખ્યા વધી રહી છે. એક માસના સમયગાળામાં શહેરમાં ૩૮ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંના ૧૧ દર્દીઓને કોરોનાને મ્હાત આપી સાજા થઈ હાલ હોમ કોરેન્ટાઇન માં રાખવામાં આવ્યા છે. રાજકોટમાં સદનસીબે કોઈ પણ દર્દીની હાલત અતિ ગંભીર અથવા વેન્ટિલેટર પર સારવાર મેળવતા દર્દીઓની સંખ્યા નહિવત બરાબર છે. જ્યારે ૧૧ દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે. જો આજ રોજ રાજકોટ શહેરને પ્લાઝમા ટ્રાન્સપ્લાન્ટ માટે મંજૂરી મળશે તો તમામ સાજા થયેલા દર્દીઓના મેડિકલ ચેક-ઉપ પણ કરવામાં આવશે અને જરૂર જણાય તેઓના રક્તકણ મેળવી તેમના પ્લાઝમા અલગ કરી ગંભીર જણાતા દર્દીઓને ચડાવામાં આવશે. જેના દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારી તેઓને કોરોના વાયરસ સામે લડવા શસ્ક્ત કરવામાં આવશે.