રોજગારી મળી રહે તે માટે ટ્રેનીંગ પ્રોગ્રામ, સ્કીલ ટેસ્ટ, કૌશલ્ય નિર્ધારીત અપગ્રેડ માટેના અભ્યાસક્રમોનો સમાવેશ કરી શિક્ષણ પદ્ધતિમાં ફેરબદલ કરાશે
એક સમયે જ્યારે દેશ રોજગાર અને પ્રતિભાની તંગીની ગંભીર સમસ્યાી જઝુમી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય તેના નિરાકરણ માટે જર્મનીની દ્વિશિક્ષણ પદ્ધતિ તરફ ધ્યાન આપી રહ્યું છે. આ મોડેલમાં જે યુવા પુખ્તવયના લોકોએ પોતાનું ભણતર પૂર્ણ કર્યું છે તેઓ આગામી ૨થી ૩ વર્ષમાં તેમનો સમય વ્યવસાય કોલેજ અને નોકરી પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે અને શિક્ષણને વ્યવસાયલક્ષી બનાવવા દેશમાં હવે ગુજરાત પ્રમ રાજ્ય બનશે અને આ માટે સરકાર નવી શિક્ષણ નિતી અમલ કરી રહી છે જેમાં રોજગારી મળી રહે તે માટે ટ્રેનીંગ પ્રોગ્રામ, સ્કીલ ટેસ્ટ, કૌશલ્ય નિર્ધારીત અપગ્રેડ માટેના અભ્યાસક્રમોનો સમાવેશ કરી શિક્ષણ પદ્ધતિમાં ફેરબદલ કરાશે.
ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓની ગુણવત્તાઓ વધારવા માટે સુચિત એકશન પ્લાન ૨૦૧૯ અંગેની સમીતીના અહેવાલનો એક ભાગ છે જે તાજેતરમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. જર્મનીની ડ્યુઅલ એજ્યુકેશન સીસ્ટમ ચીન, ઈન્ડોનેશીયા, કોલંબીયા, એકવાડોર અને પેરૂમાં પણ દાખલ થઈ છે અને આ નવી શિક્ષણ પદ્ધતિમાં ઉમેદવારો ૩૫૦થી વધુ વ્યવહારીક વ્યવસાયોની સુચીમાંથી પસંદગી કરી શકશે. સામાન્ય વ્યવસમાં તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ ધંધા પર અને અઠવાડિયાના બે દિવસ તેમના સનિક ચેમ્બર અવા તો જે તે ભાગ લેતી કોલેજોમાં સમયગાળી શકશે.
આ અભ્યાસક્રમો જર્મનીમાં પ્રમાણિત થયા હોવાથી તેમાં કોઈપણ સમસ્યા નડે તેમ નથી. અભ્યાસક્રમ અને બે પરીક્ષા પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને એક ચેમ્બર કોમર્સ દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે. ભારતમાં ફક્ત ૨૬ ટકા જ એન્જીનીયરીંગ સ્નાતકો રોજગાર માટે યોગ્ય હતા. એક અહેવાલ પ્રમાણે એવું પણ જાણવા મળ્યું છે કે, લગભગ અડધા વિદ્યાર્થીઓ તેમની નોકરીઓ, નાણા, માર્કેટીંગ અને એચઆર ક્ષેત્રો જેવી મુખ્ય નોકરીઓ ગુમાવે છે કારણ કે તેઓ તેમના ડોમેન્સમાં શૈદ્ધાંતિક અને વિભાવનાત્મક નોલેજી નબળા પુરવાર થયા છે. ઉદ્યોગના ઈનપુટ સોના અભ્યાસક્રમને સમૃદ્ધ બનાવવા માટે યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દીની સલાહ આપવાની જરૂરીયાત, ઉદ્યોગ ઈફેકટ માટેની તકો અને કૌશલ્ય નિર્ધારીત અપગ્રેડ માટેના અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવશે. સ્નાતક અને અનુસ્નાતક લેવલ યુનિવર્સિટીમાં પસંદગી પ્રક્રિયા, અભ્યાસક્રમ અને શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓની રૂચી અને કોર્પોરેટ સંડોવણીના અભાવ સહિતના નબળા રોજગાર માટેના વિવિધ કારણો જવાબદાર છે. જો કે, શિક્ષણને વ્યવસાય લક્ષી બનાવવા માટે દેશમાં આગામી ટૂંક સમયમાં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.
રાજયનાં ગૌણ અને ઉચ્ચતર નોંધણીનો ગુણોતર ૨૦૧૬માં ૭૪.૫૪ ટકા પાડોશી રાજય કરતા ઓછો હતો જેમાં રાજસ્થાનનાં ૭૬.૧૩ ટકા અને ૬૦.૩૧ ટકા અને મહારાષ્ટ્રનો ૮૬.૧૨ અને ૩૬.૫૪ ટકા અને મધ્યપ્રદેશનો ૮૦.૧૫ ટકા અને ૪૭.૧૨ ટકા નોંધાયો છે. રાજયનો શિક્ષણ બોર્ડનો ડેટા જણાવે છે કે, દર વર્ષે ૧૦માં ધોરણનાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજીની પરીક્ષામાં લગભગ ૩૦ થી ૩૫ ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટનો રેસીયો ઘટે તે માટે શિક્ષણ પઘ્ધતિમાં ફેરબદલ કરવામાં આવશે. અભ્યાસ બાદ વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે તે માટે વિવિધ ટ્રેનીંગ પ્રોગ્રામ અને સ્કિલ ટેસ્ટ ઉપરાંત શાળાઓની માળખાગત સુવિધા અને શિક્ષકોને વધુ અપડેટેશન માટેનાં કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. માતા-પિતા તેમનાં બાળકોને શિક્ષણ માટે દુર મોકલવા અચકાતા હોય છે જોકે હવે આવું ન બને તે માટે રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ મુજબ નવી સ્કુલો સ્થાપવાનું પણ નકકી કરવામાં આવ્યું છે. આવા તમામ પરીબળોને ધ્યાનમાં લઈને શિક્ષણને વ્યવસાયલક્ષી પણ બનાવવામાં આવશે જેનાથી રોજગારીની તકો પણ ઉભી થશે અને સ્કુલોમાં શિક્ષકોને નવી શિક્ષણ નીતિ અંગે માહિતગાર કરી વિવિધ શાળાઓની માળખાગત સુવિધાઓમાં પણ અમુલ્ય પરીવર્તન લાદવામાં આવશે જેથી આગામી ટુંક સમયમાં દેશભરમાં ગુજરાત પ્રથમ એવું રાજય બનશે કે જે શિક્ષણને વ્યવસાયલક્ષી બનાવવા સક્ષમ હશે.
શિક્ષકો સહિત માળખાગત સુવિધાઓમાં અમુલ્ય પરિવર્તન લેવાશે
વિદ્યાર્થીઓનું માધ્યમિક વર્ગોમાં અદ્રશ્ય થઈ જવાનું કારણ શું છે, સર્વ શિક્ષા અભિયાન જેવી પહેલી પ્રાથમિક વર્ગમાં પ્રવેશ નોંધણી સુધરી છે. વસ્તીના આધારે શાળાઓ માટે ધારા-ધોરણ નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ ધો.૮ બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ નીકળી જતા હોય છે. આવા ડ્રોપઆઉટ રેપને પકડવા શિક્ષકો અને માળખાગત સુવિધામાં શિક્ષણ વિભાગ દ્વારા અમુલ્ય પરિવર્તન લેવાનું નક્કી કરાયું છે. સામાજિક, આર્થિક પરિબળોએ મોટી વસ્તીને પણ સખત અસર કરી છે. આ પરિબળોમાં બાળ મજૂરી, બાળ લગ્ન અને છોકરીઓને શાળામાંથી બહાર કાઢવાની પરંપરા સામેલ છે. એચઆરડી મંત્રાલય ૨૦૧૯ના અહેવાલમાં ઉચ્ચ માધ્યમિક વર્ગમાં પ્રવેશ મેળવવાની વાત આવે ત્યારે ગુજરાત રાજ્ય ૨૧માં ક્રમે છે. એજ્યુકેશન પિરામીડ પ્રામિકી ઉચ્ચત્તર માધ્યમિક સ્તર સુધી સાંકડી પડે છે અને તેને લગભગ ૧/૫નો રશિયો છે. શાળાઓમાં મોટાભાગના માતા-પિતાઓ તેમના બાળકોને શિક્ષણ માટે દૂર મોકલવામાં અચકાતા હોય છે. જો કે આવી વસ્તુ ન થાય અને રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો સહિત શાળાઓની માળખાગત સુવિધામાં અમુલ્ય પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણને વધુ અસરકારક બનાવવા નાની શાળાઓનું વિલીનીકરણ કરાશે
રાજ્યની ૩૦ કે તેના કરતા ઓછી સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તેમના તાબાના શાળાઓની વિગતો એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમગ્ર રાજ્યમાં અંદાજે આવી ૧૦૦૦ જેટલી શાળાઓ છે જેમાં ૩૦ કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જેથી આ તમામ શાળાઓને નજીક આવેલ અન્ય શાળામાં મર્જ કરવામાં આવશે. આ ઉપરાંત ધો.૬ અને ૭માં ૨૦થી ઓછી સંખ્યા હોય તેવી ૭ શાળા, ધો.૬થી ૮માં ૨૫થી ઓછી સંખ્યા હોય તેવી ૧૭ શાળા અને ૧૦૦થી ઓછી સંખ્યા હોય તેવી ૫૧૭૨ શાળા હતી. આમ ચારેય ક્રાઈટ એરીયાની મળી કુલ ૫૨૨૩ શાળાને શિક્ષણ વિભાગ દ્વારા નજીકમાં આવેલ અન્ય સ્કૂલમાં મર્જ કરવાની અગાઉ કાર્યવાહી હાથ ધરાઈ હતી. મળતી માહિતી મુજબ ૨૩ ઓકટોબરના રોજ શિક્ષણ વિભાગમાં સેમીનારમાં તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સુચના અપાય હતી કે તેમના જિલ્લાની ૩૦ કે તેનાી ઓછા વિદ્યાર્થીઓ તેવી શાળાઓને મર્જ કરવાનું નક્કી કરાઈ હોય તે અંગેની માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યવાહી કરવા માટે સુચના પણ અપાઈ હતી. રાજ્યમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં આવી ૭૦ શાળા હોવાનું બહાર આવ્યું છે. જો કે આગામી ટૂંક સમયમાં શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે આવી તમામ નાની શાળાઓનું વિલીનીકરણ કરવામાં આવશે.