કેન્દ્રની યોજનાનો લાભ લેવા સ્થાનિક ક્ષેત્રે ઉત્પાદન વધારવા રાજય સરકારની ઉદ્યોગકારોને ભલામણ

કેન્દ્ર સરકાર હાલ દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે અનેક વિધ પગલાઓ લઈ રહ્યું છે. ત્યારે કેન્દ્ર દ્વારા પીએલઆઈ એટલે કે પ્રોડકશન લીંક ઈન્સેટીવ સ્ક્રીમનો લાભ સ્થાનીક ઉત્પાદકો મેળવે તે માટે નવતર સ્ક્રીમોનો પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ મુદાનેધ્યાને લઈ સરકારની પીએલઆઈ સ્ક્રીમ સૌથી વધુ ગુજરાત રાજય માટે અત્યંત ઉપયોગી સાબીત થશે હાલની સ્થિતિને ધ્યાને લઈ પીએલઆઈ સ્ક્રીમ ગુજરાનને બખ્ખા કરાવી દે તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે.

ગુજરાતમાં વિશેષ રૂપે ૧૦ મુખ્ય ક્ષેત્રો જોવા મળી રહ્યા છે જેમાંથી ૯ ક્ષેત્રોમાંસીધો જ ગુજરાતને સરકારની પીએલઆઈ સ્ક્રીમનો લાભમળતો રહેશે. વાત કરવામાં આવે તોપીએલઆઈ ક્ષેત્રમાં ઓટો અને ઓટો પાર્ટસની કંપનીઓને ૫૭ હજારકરોડ રૂપીયા પીએલઆઈ હેઠળ ફાળવવામાં આવ્યા છે એવી જ રીતે કેમેસટ્રી સેલ બેટરીમાં ૧૮૧૦૦ કરોડ, ફાર્મમાં ૧૫ કરોડ, ટેલીકોમ અને નેટવર્કીંગ ચીજવસ્તુઓમાં ૧૨૧૯૫ કરોડ ખાધ્ય સામગ્રીમાં ૧૦૯૦૦ કરોડ, મેનમેડ ફાઈબરમાં ૧૦૬૮૩ કરોડ, સ્ટીલ ક્ષેત્રમાં ૬૩૨૨ કરોડ, વાઈટગુડસ ૬૨૩૮ કરોડ, ઈલેકટ્રોનીકસમાં ૫૦૦૦ કરોડ અને પીવી મોડયુલમાં ૪૫૦૦ કરોડ રૂપીયા ફાળવવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતીમુજબ હાલ આ ૧૦ પ્રમુખ ક્ષેત્રોમાં કેન્દ્ર સરકાર દોઢ લાખ કરોડરૂપીયાનીપીએલઆઈ સ્ક્રીમનો લાભ ઉદ્યોગકારોને આપશે જે માટે ગુજરાતને તેનો સૌથી વધુ લાભ થશે. સીએમઓ ઓફીસના એડી. મુખ્ય સચીવ મનોજદાસે જણાવ્યું હતુ કે ઓટો, ફાર્મા, અને ટેસ્કસ્ટાઈ ક્ષેત્રમાં અવ્વલ ક્રમે આવ્યું છે. જેનાથી કેન્દ્રની આ સ્ક્રીમનો લાભ પૂરતા પ્રમાણમાં મળતોરહેશે. માત્ર જે ઉદ્યોગકારો આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેઓએ વધુમાં વધુ ઉત્પાદન કરી આ સ્ક્રીમનો લાભ મેળવવો જોઈએ ગુજરાત વાઈબ્રન્ટ બનવા તરફ પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. આ સ્થિતિને જોતા કેન્દ્રની જે પ્રોડકશન લીંક ઈન્સેટીવ સ્ક્રીમ જે અમલી બનાવવામાં આવી છે. જેનો મહત્તમ લાભ ગુજરાત રાજય લેશે તેવું હાલ ચીત્ર હાલસામે આવ્યું છે.

વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારતને અમલી બનાવતાની સાથે સ્થાનીક ઉત્પાદનમાં વધારો કરવા અપીલ કરી હતી જેનાભાગ રૂપે વધુને વધુને નિકાસ થઈ શકે અને દેશની અર્થવ્યવસ્થામાં અનેક અંશે સુધારો થઈ શકે હાલ વૈશ્ર્વીક મહામારીકોવીડના પગલે દેશની અર્થવ્યવસ્થા ઉપર ઘણી અસર પહોચી ત્યારે અર્થ વ્યવસ્થા ધબકતુ કરવા અને વધુને વધુ વેગવંતુ બનાવવા માટે સરકાર સ્થાનીક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પ્રયત્નો કરી રહ્યું છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રે નાણાંકીય વર્ષ  ૨૦૨૨માં ૬૦ હજાર કરોડનું  ‘કેપિટલ ઈન્ફયૂશન’ જોવા મળશે

સરકાર દેશને આર્થીક રીતે સધ્ધર કરવા માટે અનેક વિધ ક્ષેત્રે નવા રોકાણોની સાથોસાથ નવી તકોપણ ઉદભવીત કરી રહ્યું છે. જેનાભાગ રૂપે આવનારા સમયમાં રીયલએસ્ટેટની ઘણાખરા સુધારા પણ જોવા મળશે કેન્દ્ર સરકાર ગાંધીનગર ખાતે સ્થિત ગીફટસીટીને મોડલ બનાવી રહ્યું છે. તેનો લાભ આવનારા સમયમાં માત્રમાત્ર ગુજરાત રાજયને નહી પરંતુ દેશને પણ થઈ શકશે. હાલ, હોંગકોંગ, સીંગાપોરથી નાણાંકીય સંસ્થાઓ ગીફટસીટીમાં મૂડીને ઠાલવી રહ્યું છે. એટલે કે કહી શકાયકે કેપીટલ ઈન્ફયુશનનું પ્રમાણઆગામી સમયમાં વધુ જોવા મળશે. ત્યારે હાલ રીયલ એસ્ટેટ ક્ષેત્રે માટેસારા સમાચાર એ છેકે કેપીટલ ઈન્ફેયુશન ક્ષેત્રે આશારે ૬૦ હજાર કરોડ રૂપીયા ઠાલવવામાં આવશે. જે લાંબા સમય પછી તેનોસીધોજ ફાયદો દેશ અને રાજયને થઈ શકશે.

બે મકાન વહેચી નવામાં રોકાણથી ઈન્કમટેક્ષ બેનિફિટ લઈ શકાશે!

મકાનો હોવા છતાં ‘ટેકસ’ લાભ લેવો છે?

સરકાર આવકવેરાના કરદાતાઓને પ્રોત્સાહીત કરવા માટે અનેકવિધ યોજનાઓને અમલી બનાવી છે.ત્યારે હવે જે કરદાતાઓ આવકવેરા વિભાગના કરમાં રાહત મેળવવા ઈચ્છતા હોય તો પણ તે શકય બની રહેશે. પ્રશ્ર્ન સામે ઉદભવતીએ થઈ રહ્યો છે. કે શુ મકાનો હોવા છતા ટેક્ષલાભ લઈશકાય ત્યારે અપીલેટ ટ્રીબ્યુનલ દ્વારા એ વાતની સ્પષ્ટતા કરી છે કેજે કરદાતા પોતાના રહેઠાણના બે મકાનો વહેચી અને ઉભી થયેલી રકમ ત્રીજા મકાન ખરીદવા માટે ઉપયોગમાં લેશે તોતેને આવકવેરાના કરમાં રાહત આપવામાં આવશે. આના માટે સેકશન ૫૪ હેઠળ તેઓને લાભ પણ મળી રહેશે. જેને લઈ આવકવેરા વિભાગ દ્વારા નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.