-
વર્ષ 2002માં રાજ્યમાં વીજ માંગ 7,743 મેગા વોટ હતી જે વર્ષ 2023 માં 24,544 મેગા વોટએ પહોંચી
-
વર્ષ 2002માં પ્રતિ વ્યક્તિ વીજ વપરાશ 953 યુનિટ હતું જે વર્ષ 2023 માં વધીને 2,402 યુનિટ થયું
ગાંધીનગર ન્યૂઝ
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ નેતૃત્વમાં રાજ્ય સરકારે રાજ્યના તમામ ગામડાઓ તેમજ શહેરોમાં 24 કલાક વીજળી આપવાનો નિર્ધાર કર્યો હતો . તેમજ ખેડુતોને દિવસે વીજળી મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધર્યા. આ સંકલ્પને પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર સફળ રહી છે તેમ રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું છે.તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યના ગામડાઓમાં 24 કલાક 3 ફેઝ વીજ પુરવઠો ઉપલબ્ધ કરવાના હેતુથી શરૂ કરાયેલ જ્યોતિગ્રામ યોજનાના પરીણામે આજે રાજ્યના ગામડાઓ ઝગમગી રહ્યાં છે.
વર્ષ 2002 માં રાજ્યમાં વીજ માંગ 7,743 મેગા વોટ હતી જે વર્ષ 2023 માં 24,544 મેગા વોટ એ પહોંચી છે એટલે કે રાજ્યની વીજ માંગમાં 21 વર્ષંમાં 3 ગણો વધારો થયો છે.વર્ષ 2002માં પ્રતિ વ્યક્તિ વીજ વપરાશ 953 યુનિટ હતું જે વર્ષ 2023 માં વધીને 2402 યુનિટ એ પહોંચ્યુ હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.વર્ષ 2017 માં વીજ ખરીદી 86,591 મિલિયન યુનિટ હતી જે વધીને વર્ષ 2023 માં 1,23,032 મિલિયન યુનિટ્સે પહોંચી છે.રાજ્યમાં ક્યારેય વીજ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવો ન પડે તે ઉમદા હેતુંથી રાજ્યમાં ઉત્પન્ન થતી વીજળી ઉપરાંત ખાનગી કંપનીઓ સાથે પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોતમાંથી વીજ ખરીદી માટેના કરાર કરવામાં આવ્યા છે .રાજ્યમાં વીજ ખરીદીના કુલ હિસ્સામાં ખાનગી કંપનીઓમાંથી ખરીદી કરવામાં આવતી વીજળીનો હિસ્સો ફક્ત 16 ટકા જેટલો જ છે. બાકીનું સરકાર હસ્તકના સ્ત્રોતમાંથી વીજ ઉત્પાદન થાય છે.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કેન્દ્ર સરકારની વર્ષ 2006ની નેશનલ ટેરીફ પોલીસી મુજબ ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી માત્ર સ્પર્ધાત્મક બિડીંગ પ્રક્રિયા દ્વારા જ વીજ ખરીદી કરવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, રાજ્યમાં રોજે રોજની વીજ વપરાશને પહોંચી વળવા માટે ખાનગી કે સરકાર હસ્તકની કંપની પાસેથી મેરીટ ઓર્ડર પ્રમાણે જ હંમેશા વીજ ખરીદી કરાય છે