• ગુજરાતના સુરતમાં આવેલ બીચને ભૂતિયા બીચ તરીકે ઓળખવામાં આવે
  • એક સમયે દરિયાકિનારાનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કરવામાં આવતો
  • ડુમસ બીચનું નામ ભારતની મોસ્ટ વોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે

દરિયા કિનારે જઈને લોકોને ઘણી શાંતિ મળે છે. પણ ઘણા એવા બીચ છે જ્યાં જવા માટે હિંમતની જરૂર પડે છે. એ અમુક બીચની કહાનીઓ ભૂતથી જોડાયેલ છે અને તેને ભૂતિયા બીચ તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ મહત્વ અને કહાનીઓ ધરાવતા આ બીચ વિશે ચાલો જાણીએ.2 20

આજ સુધી ભૂતિયા ઘર અને જગ્યાઓ વિશે સાંભળ્યું હશે પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ દરિયાકિનારો ભૂતિયા હોય? આપણા ગુજરાતના સુરતમાં આવેલો ડુમસ બીચ સ્થાનિકોમાં તો ઘણો ફેમસ અને ચર્ચિત છે પણ ડુમસ બીચને ઈન્ટરનેટ પર લોકો એક અલગ રીતે ઓળખી રહ્યા છે. આ બીચનું નામ પડતા જ લોકો ડરવા લાગે છે.

ડુમસ બીચ – Dumas Beach

ગુજરાતના સુરતમાં આવેલ આ બીચને ભૂતિયા બીચ તરીકે ઓળખવમાં આવે છે. ડુમસ બીચ સાથે ઘણી ડરામણી કહાનીઓ જોડાયેલ છે. ત્યાં જોડાયેલ સ્થાનિક વાર્તાઓને અનુસાર કહેવામાં આવે છે કે એ દરિયાકિનારાનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કરવામાં આવતો હતો અને તેને કારણે જ એ દરિયા કિનારાની રેતી કાળી છે. આ સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે એ દરિયા કિનારે રાત્રે ઘણી આત્માઓ પણ ભટકે છે અને એટલા માટે જ એ બીચ પર રાત્રે એકલું જવાની મનાઈ છે.5 12

ગુજરાતના સુરત નજીક આવેલ ડુમસ બીચની ગણતરી ભૂતિયા સ્થળોમાં થાય છે. અંતિમ સંસ્કાર કરવા માટે હિન્દુઓ પણ આ સ્થળે આવે છે. કહેવાય છે કે અહીં આત્માઓ વાસ કરે છે. આ ડરને કારણે લોકો સાંજ પછી અહીં આવતા નથી. બીચ હંમેશા નિર્જન રહે છે. સ્થાનિક લોકો બપોરના સમયે પણ આ બીચ પર એકલા જતા ડરે છે. કહેવાય છે કે જે પણ રાત્રે ગયા તે પાછા કોઈ દિવસ નથી ફર્યા.

સાંજ પડતાં જ બીચ પર ચીસોના અવાજો આવવા લાગે છે. ચીસોનો અવાજ દૂરથી પણ સંભળાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જે પણ રાત્રે આ બીચ પર ગયા હતા તે પાછા ફર્યા નથી. આ બીચ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે, પરંતુ આ બીચ વિશે સ્થાનિક લોકો જે કહે છે તે અત્યંત ડરામણું છે.

અહીંની રેતી કાળી છે

ડુમસ બીચનો ઈતિહાસઃ અરબી સમુદ્રને અડીને આવેલો આ બીચ સુરતથી 21 કિલોમીટરના અંતરે આવેલો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે અહીંની રેતીનો રંગ કાળો છે. વચ્ચેનો ઈતિહાસ કોઈ જાણતું નથી. પરંતુ, સ્થાનિક લોકોનું કહેવું છે કે સદીઓ પહેલા અહીં આત્માઓએ વસવાટ કર્યો હતો અને તેના કારણે અહીંની રેતી કાળી થઈ ગઈ હતી. આ બીચ પાસે મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરી દેવામાં આવે છે.S

લોકો માને છે કે જેઓ મોક્ષ પ્રાપ્ત કરતા નથી અથવા જેઓ અકાળે મૃત્યુ પામે છે તેમની આત્માઓ આ દરિયા કિનારે રહે છે. આ એક પ્રખ્યાત લવ સ્પોટ પણ છે. ઘણા કપલ્સ કહે છે કે દિવસ દરમિયાન સુંદર દેખાતો આ બીચ સાંજે ડરામણો દેખાવા લાગે છે. બીચ પર રડવાનો અને ચીસોનો અવાજ પણ સંભળાય છે.

કૂતરાઓની અસામાન્ય પ્રવૃત્તિઓS1

જો કે, કેટલાક લોકો અહીં ભૂતના અસ્તિત્વને સંપૂર્ણપણે નકારે છે. તેઓ કહે છે કે અહીં રાત્રે કૂતરા હાજર હોય છે. લોકો તેમના અવાજોથી ડરી જાય છે અને આસપાસ દોડે છે. વાસ્તવમાં, અહીંની રેતી કાળી છે, જેના કારણે ડરામણું વાતાવરણ દેખાય છે. તે જ સમયે, સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે તેઓ બીચ પર પહોંચતાની સાથે જ કૂતરાઓ રડવા લાગે છે અને અહીં-ત્યાં દોડતા જોવા મળે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.