ઘાતકી કોરોના વાયરસની બીજી લહેરે લોકોને એકાએક જાગૃત કરી દીધા !! સંક્રમિત થવાથી આખરે બચવું કેમ?? તેની જાગૃતતાએ મહામારીમાથી ઉગરવામાં ગુજરાતને મોટી મદદ કરી
કોરોના વાયરસની અતિ ઘાતકી બીજી લહેરે સૌ કોઈને હંફાવી દીધા છે. ખતરનાક ઝડપે કેસ વધતા મૃત્યુદર દરરોજ નવી સપાટી પાર કરી રહ્યો હતો. પરંતુ હાલ આ બીજો તબકકો નિયંત્રણમાં આવતા સરકારી તંત્ર ઉપરાંત લોકો અને આપણાં કોરોના વોરિયર્સએ રાહતનો શ્ર્વાસ લીધો છે. બીજી લહેરની તીવ્રતા ઘણા રાજયોમાં ઓછી થઈ એમાંપ ણ ગુજરાત અવ્વલ નંબરે છે. ગુજરાતની જનતા હવે, જાગી ગઈ હોય અને જાણે કોરોનાને સંપૂર્ણ પણે ભગાડવાની નેમ લીધી હોય તેમ સ્થિતિ થાળે પડતી જણાઈ રહી છે. અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં રિકવરી રેટ પણ વધુ નોંધાઈ રહ્યો છે. આ હકારાત્મક પરિણામો પાછળ લોકોની જાગૃકતા, સતર્કતા, વહીવટી ઉપરાંત પોલીસ તંત્ર અને આરોગ્યની ટીમે કરેલી દોટ જવાબદાર છે.
બીજી લહેરમાં વાયરસના નવા વેરિએન્ટસનો લોકોમાં એવો ડર પેસ્યો કે સ્વયં કાળજી લેતા થઈ ગયા, સ્વ. કાળજી લઈ પરિવારનું પણ ધ્યાન રાખવા લાગ્યા. હોસ્પિટલોમાં બેડ ફૂલ, પ્રાણવાયુની ઘટ વગેરે જેવા ગંભીર પડકારોને પગલે લોકો ઘેર બેઠા જ સારવાર લેતા થયા. કામ સિવાય બહાર નહી નીકળવાનું ઘરગથ્થુ ઉપાયો થકી ઓકિસજન લેવલ વધારવું તેમજ કોરોનાથી કેમ ભેટો ન થાય તેવા પ્રયાસોને પરિણામે જ આજે ગુજરાતમાં અન્ય રાજયોની સરખામણીએ સ્થિતિ વધુ સારી છે.
અત્યારના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે છેલ્લા સવા વર્ષમાં લોકડાઉન આવ્યુઁ, સ્કુલ બંધ હતી. ત્યારે મહિલાઓએ પોતાનો દરેક રોલ બખુબી નિભાવ્યો છે. એકમાં તરીકે, દિકરી તરીકે, વધુ તરીકે બધા જ કિરદાર ખુબ જ નિશ્ર્વાર્થ ભાવે નિભાવ્યા છે. ઉકાળા બનાવવા, રસોઇ, ઘરના સભ્યોને સાચવવા, બાળકોનું ઘ્યાન રાખવું,: પોતાની પરવા કર્યા વગર પરિવારને આવા કપરા સમયમાં સાજા કરવા હળવા રાખવા, મોજમાં રાખવા, બચત કરવી બધી બાબતોમાં ઘ્યાન આપ્યું છે. અને દરેક મહિલા પોતાના પરિવારના સભ્યો બિમાર પડે તો તેને ઘરે રહિ સાજા કરવા સતત રાત-દિવસ જોયા વગર પ્રયત્નો કરી ફરી સાજા કરે છે.
મહિલાની ઘર સાચવણી જ નહીં પરંતુ સજાગતાએ પણ કોરોનાને મ્હાત આપી
અમારી સંસ્થા દ્વારા છેલ્લા ઘણા સમયથી સિવીલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના સગાઓ માટે ઇમ્યુનીટી બુસ્ટપ માટે હળદરનો પાવડર તથા આયુર્વેદીક ટીપા આપવામાં આવી રહ્યાં. હળદરએ ખુબ જ ગુણકારી અને ફાયદાકારક છે. તેવું વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના જયોતિબેન ટીલવાએ જણાવ્યું હતું. વી કેન ગ્રુપ ના મહિલાઓ એ જણાવ્યું કે દરેક વ્યક્તિ ના મનમાં એક ભય હતો કોરોના થવાનો હાલ લોકો માં મહદઅંશે જાગૃતતા આવી છે કે જો પૂરતી કાળજી લેસુ તો સરળતાથી કોરોના ને હરાવી શકીશું. ખાસ તો જે લોકો કોરોના પોઝિટિવ આવ્યા અને ઘરે રહી ને જ સારવાર કરી સ્વસ્થ થયા જેમાં મોટો ફાળો જે તે ઘર ના મહિલાઓ નો છે. હાલમાં લોકો જાતે જ ચેતી ગયા છે કામ સિવાય ઘર ની બહાર પણ નથી નીકળતા લોકો માં જાગૃતતા આવી છે.ઉપરાંત વી કેન ગ્રુપ દ્વારા આ કપરા કાળ માં બનતા પ્રયાસો કરી ઓક્સિજન સહિતની સુવિધા ઓ પુરી પાડી છે.હજુ પણ જે કઈ પણ સેવા કરવાની થશે તેમાં માટે અમે મહિલાઓ તૈયાર છીએ.
સંક્રમીતોની સંખ્યામાં ઘટાડો થતાં ઓઉટસોર્સીંગ સ્ટાફમાં રાહત: રેખા પટેલ
રાજકોટ સિવિલ હોસ્પિટલના એમ .જે.સોલંકીના આઉટસોર્સીંગ સ્ટાફના એચ.આર રેખા પટેલે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જયારે કોરોના મહામારીએ સૌરાષ્ટ્રને ચપેટમાં લીધું હતું ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એકાએક વધારો થઇ રહ્યો હતો જેના કારણે એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી હતી જેમાં લાઈનમાં ઉભા રહેલા દર્દીના સગા 10-12 કલાક ઉભા રહી માનસિક કંટાળી અને દર્દીની ચિંતામાં ઘણી વાર ડોક્ટર કે સ્ટાફ સાથે બોલાચાલી થતી હોઈ છે પણ સ્ટાફ દ્વારા તેને સમજાવી બુજાવીને શાંત પાડવામાં આવતા હતા પણ હવે પરિસ્થિતિ સુધરી છે લોકો પોતે જાગૃત થયા છે અને રિકવરી રેટમાં વધારો થઇ રહ્યો છે જેથી હવે દર્દીનો ઘસારો ઓછો થયો છે અને અને દર્દીનો સ્ટાફને સાથ સહકાર મળે છે જેથી દર્દી વહેલી ટકે સ્વસ્થ થઇ છે અને લોકોને એજ સંદેશ આપવા માંગીશ કે લોકો પુરી તકેદારી રાખી અને ઘર માં રહે અને જો જરૂરી હોઈ તોજ બહાર નીકડે અને આ મહામારીને સાથે મળીને વહેલી તકે હરાવીશુ અને સાથે કહેશુ “ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું”.