હજુ થોડો સમય સંયમ રાખી ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાની સાથે રસી મેળવી લઇશું તો આગામી ત્રીજી લહેર સામે પણ સુરક્ષીત થઇ જઇશું
કોરોનાનો કાળો કહેર ચો તરફ વર્તાય રહ્યો છે. સરકાર, સ્થાનિકતંત્ર તેમજ આરોગ્ય ટીમ સહિત બધા જ લોકો કોરોનાને હરાવવા પ્રયાસો કરી રહ્યા છે. કોરોનાની ચેઈન તોડવા કડક નિયમો માસ્ક, સેનીટાઈઝર સોશ્યલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. સરકાર , તંત્ર, ડોકટર્સની ટીમ કોરોનાને નાથવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે સંક્રમિત થવાના ડરે નાગરીકો પણ હવે જાગૃત થઈ ગયા છે. અને ગાઈડલાઈનનું પાલન કરી કોરોનાને મ્હાત આપવા સજજ થયા છે. ગામડાઓમાં લોકો સ્વૈચ્છિક લોકડાઉન કરી કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે હાલ વેકિસન અભિયાન પણ જોરોશોરમાં ચાલી રહ્યું છે. 18 વર્ષથી ઉપરના લોકોમાં કોરોના વેકસીનેશન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોમાં રહેલા ડરને દૂર કરી પોઝીટીવીટી ફેલાવવા ‘અબતક’ દ્વારા નગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુંથ મુહિમ શરૂ કરવામાં આવી છે. જેમાં વિવિધ સંસ્થાઓ, અગ્રણીઓ સમાજ શ્રેષ્ઠીઓ આગળ આવી સારો પ્રતિસાદ આપી રહ્યા છે. આગામી થોડા સમય જો આમ જ સાવચેતી રાખક્ષ અડીખમ રીતે ઉભા રહીશું તો ગુજરાત જલદીથી સંપૂર્ણ પણે કોરોનામૂકત થઈ જશે.
કોરોનાએ આભડછેટ ફેલાવી પરંતુ આ વચ્ચારે પણ અમે સતત કાર્યશીલ રહ્યા: સેનેટરી ઇન્સ્પેકટર (દ્વારકા)
સેનેટરી ઇન્સ્પેકટરી ઇન્સ્પેકટર સંદીપભાઈ એ જણાવ્યું હતું કે હાલ આખા ગુજરાતમાં કોરોના કેસો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે દ્વારકા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર તરીકે મારી ફરજ છેકે કોરોનાને નાથવા જહેમત ઉઠાવી. ત્યારે અમે લોકોએ એક ટીમ બનાવી છેકે દ્વારકામાં જે એસોલેસન હોય, પોતાના ઘરમાં હોય તે લોકો અમને ફોન કરે છે. અને અમારી ટીમ તેમનું પુરી ઘરે સેનિટાઇઝ કરવામાં આવે છે. લોકો કોરોના દર્દીઓની આસપાસ જતા ડરે છે ત્યારે અમારી ટીમ કોરોના દર્દી રહેતો હોય તે ઘરમાં જઈને તે ઘર આખું સેનેટાઇઝ કરે છે. ખાસ દ્વારકાધીસને પ્રાર્થના કરીકે દ્વારકા અને આખું ભારત કોરોનાની મહામારી માંથી બહાર નીકળે.
સેવાભાવી સંસ્થાઓની જાગૃતતા કોરોના મુક્ત બનાવી દેશે: વિજય વાંક (ક્રિષ્ના ગ્રુપ)
ક્રિષ્ના ગ્રુપના પ્રમુખ વિજયભાઈ વાંકે કહ્યું હતું કે, લોકડાઉન અને સંક્રમણની પરિસ્થિતિમાં રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતની સેવાભાવી સંસ્થાઓએ ખરા અર્થમાં લૂઓની સેવા કરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અગાઉ 1800 કિલો ઘઉં, ડુંગળી અને નાસ મશીનનું વિતરણ કરી ચુક્યા છીએ. તેમણે કહ્યું હતું કે, હાલ છેલ્લા કેટલાક દિવસોથી આપણે જે કેસમાં ઘટાડાની વાત સાંભળીએ છીએ તે ફક્ત અને ફક્ત ગુજરાતની પ્રજાની જાગૃતિને કારણે આવ્યું છે તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર નથી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતની પ્રજાનો ઇતિહાસ રહ્યો છે કે, જ્યારે જ્યારે આ પ્રજાએ કંઇક ધાર્યું છે ત્યારે ત્યારે વિજય મેળવ્યો છે અને હવે આ પ્રજાએ ધારી લીધું છે કે, કોરોના સામે વિજય મેળવવો છે અને મને આશા છે કે, ટૂંક સમયમાં જ સારા સમાચાર મળશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ખરેખર સંક્રમણ અટકાવવા સરકારે લોકડાઉન કરવાની જરૂરિયાત હતી પરંતુ તેવું થયું નથી. ત્યારે વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ વળ્યા છે. સરકારે આંશિક લોકડાઉનનો નિર્ણય તે પૂર્વે જ વેપારીઓ બંધનું પાલન કરી રહ્યા જે પ્રજાની જાગૃતતાનો બેનમૂન નમૂનો છે.
લોકોમાં જાગૃકતા આવી: કોરોના ઘટતા મૃત્યુદર પણ ઘટયો: ડો. મેહુલ પટેલ (રાજુલા)
સદભાવના હોસ્પિટલના ડો. મેહુલ પટેલે જણાવ્યું હતું કે હાલ સમગ્ર રાજયમાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી લહેરમાં કોરોની પ્રસરવાનો વ્યાપ એટલો બધો વધી ગયો હતો કે લોકોને સારવાર મળવી મુશ્કેલ બની ગઇ હતી અને દર્દીને હોસ્પિટલમાં બેડ મળતો ન હતો. જો કે છેલ્લા બે દિવસથી કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા પણ લોકોને સુચનો આપવામાં આવે છે. યોગ્ય સમયે યોગ્ય સારવાર મળવાનું શરુ થઇ જાય તો કોરોના સામે જીતી શકાય છે. દર્દીઓ કોરોનાની સારવાર લેવામાં મોડુ કરતા હોય છે તેને કારણે પોતે મુશ્કેલીમાં મુકાય છે. અને પરિવારને પણ મુકે છે. પરંતુ લોકો એ જાગૃત થયા છે અને સમયસર સારવાર લેવાનું શરુ કરતા મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે.
વહીવટી અને પોલીસ તંત્રના સહયોગથી લોકોને ‘પ્રાણવાયુ’ પહોચાડયો: હારિફભાઇ (ઇન્ડોમેટ ફેકટરી)
ઓક્સિજન સહિતની સેવામાં કલેકટર અને પોલીસ સાહિતના તંત્રનો પૂરતો સહયોગ મળી રહ્યો છે. હરિફભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે અમે કોરોના કાળમાં લોકને બનતી મદદ કરીએ છીએ. જેને ઓક્સિજનની જરૂર હોય તેને ઓક્સિજન અને બોજી કોઈ આર્થિક કે અન્ય જરૂરિયાત હોય તે પુરી કરીએ છીએ. અમારા કમમાં અમરેલી કલેકટર બાબરા મામલતદાર અને સમગ્ર પોલીસ સ્ટાફનો પૂરતો સહયોગ મળે છે. અમને મદદની જરૂર હોય તો ત્યાં સારકારી તંત્ર અમારી મદદે આવે છે. અલ્લાહને પ્રાર્થના કરીએ કે કોરોના મહામારી જલદીથી જતી રહે.