કોરોના વોરિયર્સને લાખ લાખ વંદન… કામગીરીને
બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
દેશ આખો કોરોનાની મહામારીથી ચિંતિત છે ત્યારે કોરોનાના આ કપરા કાળમાં ડોકટર્સ, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ દ્વારા રાત-દિવસ પાતેની પરવા કર્યા વીના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સરકાર, તંત્ર તથા ડોકટર્સના પ્રયાસો થકી આપણે કોરોનાની ચેઈન તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. લોકો પણ હવે સાવચેત થઈ રહ્યા છે. જાગૃતતા સર્તકતા થકી, સ્વયંભૂ લોકડાઉન થકી કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ દેશભરમાં કોરોના વેકસિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ડોકટર્સ, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સહિત તમામ ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના જેવા ઘાતક વાયરસ સામે લડવામાં સુપરહિરો સાબિત થયા છે. કોરોનાની આ લડાઈમાં ફ્રન્ટલાઈન વોરીયર્સનું યોગદાન ખૂબજ મોટું રહ્યું છે. તેમના અથાક પ્રયત્નો થકી આપણે કોરોનાની મહામારીને નાથવાનાપૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતને કોરોના મુકત કરવા ડોકટર-નર્સ, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફે રાત-દિવસ એક કર્યા
અબતક દ્વારા ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોરોના ડરમાંથી લોકો બહાર આવે અને કોરોના પ્રોઝીટીવ નહી પરંતુ બી પોઝીટીવ રહી કોરોનાને માત આપીએ સાવચેત રહી જાગૃત રહી, ગાઈડલાઈનનું પાલન કરી કોરોનાને માત આપીએ અબતક દ્વારા શરૂ કરવામાં આવેલ મુહિમને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બિરદાવી હતી. સાથોસાથ સામાજીક સંસ્થાઓ, આગેવાનો, શ્રેષ્ઠીઓ મુહિમમાં જોડાયા છે.
દર્દીઓમાં ‘પ્રાણ’ પુરવા પ્રાણવાયુની બેંક કાર્યરત કરી: લાયન્સ કલબ રાજકોટ
આ કપરા સમયમાં લોકોની ઓક્સીજનની જરૂરિયાતને પહોંચી વળવા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા રાજ્યમાં ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી છે તેમજ રાજકોટ ખાતે પણ લાયન્સ ક્લબ દ્વારા ઓક્સિજન બેંક કાર્યરત છે છેલ્લા એક મહિનાથી આ બેંક કાર્યરત છે અને લોકોની મદદ કરવા અમારા કાર્યકર્તાઓએ પોતાની કારમાં પણ એક થી બે સિલિન્ડર રાખી જરૂરિયાત મને ઑક્સિજન પહોંચાડી રહ્યા છે જનતાનો પણ ખૂબ સહયોગ મળ્યો છે તેમજ અબતક ની ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું આ મુહિમ ના માધ્યમ થી લોકો સુધી ખૂબ જાગૃતા પહોંચી રહી છે અમે પણ આ મુહિમ માં જોડાયા છીએ અને લોકોને પણ અપીલ કરી છે આપણ જોડાવો.
ઉદ્યોગોએ રોજગારી, ઉત્પાદન અને અર્થતંત્રને સતત જીવંત રાખ્યું: રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન
રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન વતી પ્રમુખ પરેશભાઈ વસાએ કહ્યું હતું કે, હાલ રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે એક આશાના કિરણ સમાન સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે, સંક્રમણની ગતિ ઘટી છે જ્યારે રિકવરી રેટમાં ધરખમ વધારો થયો છે સમગ્ર સૌરાષ્ટ્ર માટે ખૂબ સારા સમાચાર છે. ત્યારે રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન વતી હું સૌને એસએમએસનું પાલન કરવા અપીલ કરું છું. ગુજરાતની પ્રજાએ એકજુટ થઈને જાગૃતતાની સાથે આ મહામારી પર વિજય મેળવવા કમર કસી જેનું પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે જે ખૂબ સારી બાબત છે.
ટૂંક સમયમાં જ આપણું ગુજરાત-કોરોના મુક્ત ગુજરાત બનશે તેવી અપેક્ષા છે. તેમણે સરકારનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સરકારે ઉદ્યોગોને સતત ધમધમતા રહેવાની છૂટ આપી જેના પરિણામે રોજગારી મળી, પ્રોડક્શનની ચેઇન જળવાઈ રહી અને સરકારને ગત મહિનામાં રેકોર્ડબ્રેક 1 લાખ 41 હજાર કરોડ રૂપિયાની આવક જીએસટી પેટે થઈ છે ત્યારે ઉદ્યોગોએ દેશની આર્થિક કમર ન તૂટે તે માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે અંતે કહ્યું હતું કે, પ્રજામાં જાગૃતતા જોતા ચોક્કસ કહી શકાય કે, ગુજરાતની પ્રજા જાગી છે તો કોરોના ચોક્કસ ભાગશે જેની શરૂઆત થઈ ગઈ છે.
અંતે આંશિક લોકડાઉનથી સંક્રમણ ઘટ્યું: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સએ કહ્યું હતું કે, અત્યારે જે રીતે કોરોનાનો કહેર ખૂબ ઝડપે વધી રહ્યો હતો ત્યારે જ ચેમ્બર ઓફ કોમર્સ આ બાબતની ગંભીરતા સમજી ગયું હતું. જેના પરિણામે અમે નીચલા સ્તરથી માંડીને છેક મુખ્યમંત્રી સુધી લોકડાઉન લાદવા રજૂઆતો કરી હતી. આ રજુઆત એ પ્રકારની હતી કે, ઉદ્યોગો અને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનું વેચાણ કરતા ધંધાર્થીઓને છૂટ આપવામાં આવે તે સિવાયની દુકાનો, લારી-ગલ્લા,
ચા-પાનની દુકાનો કે જ્યાં સૌથી વધુ ભીડ જોવા મળે છે આ બધી જગ્યાઓને બંધ કરવામાં આવે. સરકારે અમારી વાત સાંભળીને યોગ્ય અમલ કર્યો છે જેના કારણે સંક્રમણની ગતિમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે જે સૌ કોઈ માટે સારા સમાચાર છે. વધુમાં કહ્યું હતું કે, આ મહામારીમાં અગાઉ આપણે જ ભૂલો કરી છે. ક્યાંક સોશ્યલ ડિસ્ટન્સ નથી જાળવ્યું તો ક્યાંક આપણે માસ્ક નથી પહેર્યું જેના પરિણામે આપણે આ પ્રકારના દિવસોનો સામનો કરવો પડ્યો છે પણ ગુજરાતની ખમીરવંતી પ્રજા જાગે ત્યારે આનાથી પણ મોટો વાયરસ હોય તો તેની ઉપર જીત મેળવી શકે છે અને ચોક્કસ ગુજરાતની પ્રજા જીતશે અને કોરોના હારશે, ’અબતક’ની પહેલ ચોક્કસ સાર્થક ઠરશે, ’ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું’.
પ્રાણવાયુ પૂરી કોરોના સામે કવચ પૂરૂ પાડતું રાજકોટ બિલ્ડર એસોસીએશન
રાજકોટ બિલ્ડર એસોસીએશને તેમના સભ્યોના પરિવાર માટે ઓકિસજન જનરેટ કરતા બીપીએલ કંપનીના મશીનની સુવિધા સજજ કરી છે હોમકવોરન્ટાઈન વ્યકિતને આ ઓકિસજન મશીન ખૂબ ફાયદાકારક બને છે. તેમજ એસ.એન.કે.સ્કુલ ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલ પણ બિલ્ડર એસોસીએશનનો સહયોગ છે. ત્યારે ખરા અર્થમાં ગુજરાત જાગ્યું છે કોરોના ભાગ્યું છે. અબતકના અભિયાનમાં અમે પણ જોડાયા છીએ અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે તમે પણ જોડાવ.
લોકોની જાગૃતતા અને સરકારના પ્રયાસોથી કોરોના
કેસોમાં ઘટાડો જોવા મળ્યો: વ્યાપારી વિકાસ મહામંડળ (કેશોદ)
કેશોદ વ્યાપારી વિકાસ મહામંડળના મહામંત્રી શૈલેષભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં ખૂબગંભીર પરિસ્થિતિ છે ત્યારે આપડે આપણી જાતે સમજવાનું છે. સરકાર તમની રીતે પ્રયત્નો કરે જ છે. ખાંસ પોતાની રીતે જાતેજ સોશિયલ ડિસ્ટન્સ રાખીને કામ વગર બહાર ન નીકળવું. સરકાર તેમની રીતે કામ કરે જ છે. સરકારે વેકસીનેશન, કોવિડકેર સેન્ટરો શરૂ કર્યા છે. માણસ સ્વયંભૂ નહીં સમજે ત્યાં સુધી કોરોના મહામારી રોકાવાની નથી. વેપારીઓ પોતાના વ્યાપાર ધંધા ચોક્કસ કરો પરંતુ આપના વ્યવસાય સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવો. જોકે છેલ્લા થોડા દિવસોથી લોકો પણ જાગૃત થયા છે ત્યારે લોકોની જાગૃતતા અને સરકારના પ્રયાસોથી છેલ્લા થોડા દિવસોમાં કોરોના કેસોમાં ઘટાડો થયો છે.