ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત સ્ટેટ એમેચ્યોર અથલેટિક ફેડરેશન દ્વારા આયોજિત ૧૫મી નેશનલ યુથ એથ્લેટીક્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મેયર જીગીશાબહેન શેઠ, તેજલ અમીન ,SAGના અધિકારીઓ અને ફેડરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આયોજનો અને SAG સફળ અને જહેમત ભર્યા અમલીકરણ થી ખેલ કુશળ ગુજરાતનું ઘડતર થઈ રહ્યું છે અને ગુજરાતના રમતવીરો નેશનલ અને ઇન્ટર નેશનલ રમત સ્પર્ધાઓમાં પદકો જીતી રહ્યા છે. જીતશે ગુજરાતનું સૂત્ર સાકાર થઈ રહ્યું છે.
તેમણે તમામ સ્પર્ધકોને શુભ કામના પાઠવી અને જણાવ્યું કે અહીં થી તમે જીતીને જશો અને જેઓ નહીં જીતે તેઓ શીખીને જશે. તેમને વડોદરાવાસીઓને આ રમતો નિહાળવા અને રમતવીરોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો. આયોજકોએ સ્પીકરશ્રી અને મહાનુભાવોનું સન્માન કર્યું હતું.