ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિગ્રી ડિપ્લોમાથી માડી પીએચડીના અભ્યાસ ક્રમ ચલાવાય છે અને અત્યાર સુધી પીએચડીની ડીગ્રી આપવામાં આવે છે ત્યારે હવે પીએચડી પછી એટલે કે પોસ્ટ ડોકટરેટ અભ્યાસક્રમો શરૂ કરી સ્કોર્લ્સને પોસ્ટ ડોકટરેટની ડિગ્રી પણ અપાશે. આ પોસ્ટ ડોકટરેટની ડિગ્રીમાં અભ્યાસ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવાનું પણ શરૂ કરી દેવાયું છે. જે અંતર્ગત 14મી જુનથી 3 જુલાઈ સુધી ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન ફી ભરવાની રહેશે.
પોસ્ટ ડોકટરેટના અભ્યાસક્રમોમાં યુનિવર્સિટી દ્વારા સાયન્સમાં ડી.એસસી એટલે કે ડોકટરેટ ઓફ સાયન્સ, લિટરેચરમાં ડી.લીટ એટલે કે, ડોકટરેટ ઓફ લીટરેચર અને લોમાં એલએલડી એટલે કે ડોકટરેટ ઓફ લો સહિતના ત્રણ રેગ્યુલર અભ્યાસક્રમો ચલાવાશે અને જેમાં ચાર વર્ષના રેગ્યુલર અભ્યાસ બાદ ક્વોલીફાય થયેલા સ્કોલર્સને ડી.એસસી, ડી.લી અને એલએલડીની રેગ્યુલર ડિગ્રી કોન્વોકેશન સમયે એનાયત કરાશે. યુનિવર્સિટી દ્વારા ઘણા સમયથી આ પોસ્ટ ડોકટરેટ ડિગ્રી શરૂ કરવા વિચારણા ચાલતી હતી જ્યારે હવે આ વર્ષથી શરૂ કરવા નોટિફીકેશન પણ જાહેર કરી દેવાયું છે અને કોર્સીસના નિયમોનુસાર ઉમેદવારે પીએચડી ડિગ્રી સાથે પાંચ વર્ષ ટીચીંગ કરેલ હોવું જોઈએ ઉપરાંત ગાઈડસીપ હેઠળ ઓછામાં ઓછા પાંચ વિદ્યાર્થીને પીએચડી કરાવેલ હોવું જોઈએ. આ પોસ્ટ ડોકટરેટ ડિગ્રી કોર્સીસમાં ઉમેદવાર પાસેથી રિસર્ચ પ્રપોઝલ મંગાવાશે અને જે પ્રપોઝલનું અપ્રુવ તૈયાર થયા બાદ એડવાઈઝરી હેઠળ સ્કોલર્સનો અભ્યાસ શરૂ થશે.
ચાર વર્ષના અભ્યાસ દરમિયાન સ્કોલ્સર્ને થીસીસ પ્રોજેકટ પર કામ કરવાનું રહેશે અને ચાર પેપર પબ્લીશ કરાવાના રહેશે. યુજીસી કેર લીસ્ટ મહોય તેવી જનરલમાં છપાયેલા હોવા જોઈએ ત્યારબાદ પ્રોજેકટ વર્ક અને પેપર પબ્લીકેશનનું કમ્પાઈલેશન કરીને બહારના મેન્ટર પાસે ચેકિંગ કરાવાશે અને પીએચડીની જેમ આ કોલસર્ન પણ વાયવા થશે અને તમામ મુલ્યાંકન બાદ ફાઈનલ ક્વોલીફાઈ થનારા કોલર્સને કોન્વોકેશન પોસ્ટ ડોકટરેટ ડિગ્રી અપાશે. યુનિવર્સિટી દ્વારા આ કોર્સીસ માટે એડવીાઈઝર પણ નિમાશે આ પોસ્ટ ડોકટરેટ ડિગ્રી કોર્સીસ માટે 14મી જુનથી 3 જુલાઈ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે અને ઓનલાઈન ફી પણ ચૂકવવાની રહેશે જ્યારે 9મી જુલાઈએ ઉમેદવારો પાસે હાડકોપી સાથે જરૂરી ડોક્યુમેન્ટ રૂબરૂ જમા કરાવવાના રહેશે.