હજારો પરિવારનું ઘરના ઘરનું સપનું થયું સાકાર
અમૃત આવાસોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 19113 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું: ગૃહ પ્રવેશ કરી રહેલી મહિલાઓ સાથે સંવાદ
અમદાવાદ એરપોર્ટ પર રાજયપાલ, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સહિતનાએ પીએમને આવકાર્યા: પાંચ કાર્યક્રમોમાં હાજરી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ફરી એકવાર માદરે વતન ગુજરાતના મોંધેરા મહેમાન બન્યા છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો આજે ગુજરાત મોદીમય બની ગયું છે. પીએમ દ્વારા આજે આવાસ યોજનાના 18997 લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 19113 આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જયારે 4331 આવાસોનું ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. પી.એમ.એ સાત કલાકની ગુજરાતની મુલાકાત દરમિયાન અલગ અલગ પાંચ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. અમદાવાદ એરપોર્ટ સવારે 10 કલાકે નરેન્દ્રભાઇ મોદીનું આગમન થતા તેઓને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે આવકાર્યા હતા બપોરના સમયે પીએમએ રાજભવન ખાતે સરકાર અને સંગઠનના હોદેદારો સાથે બેઠક યોજી હતી. તેઓના હસ્તે અબજો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આજે વડાપ્રધાનની વિશેષ ઉ5સ્થિતિમાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે રાજય સરકારનો અમૃત આવાસોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં નિર્માણ 18997 આવાસોમાં લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. લાભાર્થી મહિલાઓ સાથે તેઓએ સંવાદ કર્યા હતો નવો આશરો સુખ અને સમૃઘ્ધીનું સરનામુ બની રહે તેવી શુભકામના પાઠવી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પારૂલબેન રૂપેશભાઇ ગોહેલ લોધિકાથી તેમના આવાસ યોજના અંતર્ગત બનેલા ઘર ખાતેથી પ્રધાનમંત્રી સાથે સંવાદ કર્યા હતાં.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે રાજકોટ જીલ્લાના 40 ગામોમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો 65 જેટલા પરિવારોને આવાસ યોજના હેઠળ મળેલા પાક ઘરના ઘરથી ઘરે ઘરે રંગોળી સજાવાઇ છે. ગૃહ પ્રવેશ વખતે ઢોલ ઢબુકયા હતા. લાપસીના આંધણ મુકયા હતા. ત્યારે પરિવારજનો અને ગામવાસીઓ માટે ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આ ઉપરાંત વડાપ્રધાન દ્વારા આજે શહેરી વિસ્તારોમાં બનાવવામાં આવેલા 7113 આવાસ અને ગ્રામીણ વિસ્તારોમાં બનેલા 1ર000 જેટલા આવાસોનું લોકાપર્ણ કર્યુ હતું અને 4331 આવાસનું ખાતમુહુર્ત કર્યુ હતું. ગૃહ પ્રવેશ કરી રહેલા લાભાર્થીઓએ પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થતા આંગણે રંગોળી પુરી હતી અને લાપસી આધણ મુકયા હતા. ગુજરાતની મુલાકાત દરમિયાન આજે વડાપ્રધાનના હસ્તે રૂ. ર4પર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ હતું.
શહેરી વિકાસ વિભાગના રૂ. 1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ. 734 કરોડ, વાહન વ્યવહાર વિભાગના રૂ. 39 કરોડના ખાણ ખનીજ વિભાગના રૂ. 25 કરોડના કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જયારે પાણી પુરવઠા વિભાગના 734 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું હતું. આ પૂર્વ વડાપ્રધાને ગુજરાત પ્રવાસ દરમિયાન આજે સવારે શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી હતી. તેઓએ બપોરે એક કલાક માટે રાજભવન ખાતે રોકાણ કર્યુ હતુ. આ સમય દરમિયાન પીએમએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સાથે બેઠક યોજી હતી. મંત્રી મંડળના વિસ્તરણ સગઠનમાં ફેરફાર અને બોર્ડ નિગમમાં ચેરમેન- વાઇસ ચેરમેન અને ડિરેકટરોની નિમણુંક અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. બપોરે પીએમએ ગિફટ સીટીમાં વિવિધ કંપનીઓના સીઇઓ અને યુનિવર્સિટીના કુલપતિઓ સાથે બેઠક કરી હતી.