ગુજરાતથી મહારાષ્ટ્ર જતી જીએસઆરટીસી બસોની સેવા રાબેતા મુજબ શરૂ કરાતા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અવર – જ્વર કરતા મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મરાઠા આંદોલનના પગલે સાપુતારા ખાતે અટકાવી દેવાયેલી બસોની સેવા ફરી શરૂ કરવામા આવી છે.
મરાઠા આંદોલનના કારણે સાપુતારા સુધી રુટ સીમિત કરાયો હતો
મહારાષ્ટ્રમા મરાઠા અનામત આંદોલનમા વકરેલી હિંસાને પગલે એસટી બસોને નિશાન બનાવવાનુ શરુ કરાયુ હતુ. જેના પગલે સાપુતારાથી ગુજરાત રાજ્યની બસોને મહારાષ્ટ્રમા જતી અટકાવી દેવામા આવી હતી.
મહારાષ્ટ્રમા મરાઠા આંદોલનના હિંસક બનાવોના પગલે ૧૩ જેટલી બસોને નુકસાન પહોંચાડવામા આવ્યુ હતુ. જે પરિસ્થિતિને ધ્યાને લેતા ગુજરાત એસ. ટી. નિગમના સુરત ડેપો મેનેજર દ્વારા ગુજરાતની બસો મહારાષ્ટ્રમા જતી અટકાવી સાપુતારા ખાતે જ થોબાવી દેવામા આવી હતી.
હાલ મળતી વિગતો અનુસારા સાપુતારા થી મહારાષ્ટ્ર જતી બસોને રાબેતા મુજબ શરૂ કરવામા આવી છે. સાપુતારા થી નાશીક, શિર્ડી, પુણે જતી બસોને રાબેતા મુજબ શરૂ કરવામા આવેલ છે. સાથે જ આ વખતે રાજ્ય સરકાર દ્વારા તહેવારોના સમયે વધુ બસો દોડાવોની અમલવારી કરવામા આવેલ છે. જેની સાથે જ મહારાષ્ટ્ર જતી બસોને ફરી શરૂ કરવામા આવતા તહેવારોમા પોતાના વતન જવા ઈચ્છતા મુસાફરોમા રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે.