રિલાયન્સ, અદાણી, ટોરેન્ટ,આર્સેલર મિત્તલ અને વેલસ્પનને પ્રથમ તબક્કામાં કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 1.99 લાખ હેકટર જમીનની ફાળવણી કરવાનો નિર્ણય

ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બનશે. કારણકે 5 કંપનીઓના ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપી છે. જે અંતર્ગત રિલાયન્સ, અદાણી, ટોરેન્ટ,આર્સેલર મિત્તલ અને વેલસ્પનને પ્રથમ તબક્કામાં કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 1.99 લાખ હેકટર જમીનની ફાળવણી કરવાનો નિર્ણય કરાયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર ગુજરાતમાં ગ્રીન એનર્જી સેક્ટર અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે, રાજ્ય સરકારે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે જમીન ફાળવવા  મંજૂરી આપી દીધી છે.ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ અંતર્ગત 5 ખાનગી કંપનીઓને જમીન ફાળવવાનો સરકારે નિર્ણય કર્યો છે. ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે બનાસકાંઠા અને કચ્છમાં જમીન અપાશે તેવું જાણવા મળ્યું છે. આ નિર્ણય અંતર્ગત પ્રથમ તબક્કામાં 1.99 લાખ હેકટર જમીનની ફાળવણી કરવાનો  કેબિનેટમાં  નિર્ણય  લેવાયો છે.

રિલાયન્સને 74750 હેકટર જમીન ફાળવવા પ્રાથમિક મંજૂરી અપાઇ છે.અદાણીને 84486 હેકટર જમીન ફાળવવા પ્રાથમિક મંજૂરી આપી છે. તો ટોરેન્ટને 18,000 હેકટર જમીન ફાળવવા પ્રાથમિક મંજૂરી અપાઇ છે. આર્સેલર મિત્તલ નીપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડને 14,393 હેકટર જમીન ફાળવવા પ્રાથમિક મંજૂરી મળી છે.વેલસ્પનને 8000 હેકટર જમીન તો સરકાર ખાનગી કંપનીઓને 40 વર્ષના ભાડપટ્ટે જમીન ફાળવશે. રૂપિયા 15,000 પ્રતિ હેકટરના દરે જમીનની ફાળવણી કરવામાં આવશે. ભાડાની આવકમાંથી સરકારને અંદાજિત રૂ. 300 કરોડની આવકનો અંદાજ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.