Abtak Media Google News
  • ગાંધીનગરમાં મહાત્મા મંદીરે ગ્લોબલ રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સ પૂર્વે સ્ટેક હોલ્ડર ક્ધસલ્ટેશન વર્કશોપ યોજાયો: વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પ્રતિનિધિઓએ કરી મહત્વપૂર્ણ જાહેરાત

 

View this post on Instagram

 

A post shared by Arun Mahesh Babu (@arunmaheshbabu)

કેન્દ્ર સરકારના નવીન અને પુન:પ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ (રી-ઇન્વેસ્ટર્સ) કોન્ફરન્સ પૂર્વે રાજ્ય સરકારે બુધવારે સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશન વર્કશોપનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પ્રતિનિધિઓ તેમજ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સક્રિય મુખ્ય પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

ગુજરાત એનર્જી પ્રવાહનું મથક બનશે: વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કેન્દ્ર ખોલવાની તૈયારી દર્શાવી

વર્કશોપનું સંકલન ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે સાત વાઈબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.  આ કાર્યક્રમમાં રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પણ ભાગ લીધો હતો. ઉપરાંત યુજીવીસીએલના એમડી અરુણ મહેશ બાબુએ પણ ભાગ લીધો હતો.

WhatsApp Image 2024 09 05 at 17.43.10 f5bb9ef0

 

સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ દ્વારા જારી કરાયેલ એક નિવેદન – સ્ટેકહોલ્ડર વર્કશોપ માટેની નોડલ એજન્સી – વર્લ્ડ ઈકોનોમિક ફોરમએ ઉર્જા સંક્રમણને વેગ આપવા માટે ગુજરાતમાં એક કેન્દ્ર સ્થાપવાની દરખાસ્ત કરી છે.

સૂચિત કેન્દ્ર ગુજરાત અને ભારતમાં ઉર્જા સંક્રમણ માટે નીતિ, નાણાકીય અને તકનીકી ઉકેલો પર જાહેર-ખાનગી જ્ઞાનની વહેંચણીની સુવિધા આપશે. તે વર્લ્ડ ઈકોનીમક ફોરમના નેટવર્ક દ્વારા જાહેર અને ખાનગી ક્ષેત્રો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓના આદાનપ્રદાનને પણ સરળ બનાવશે.

WhatsApp Image 2024 09 05 at 17.43.11 bf4ba9ac

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વક્તાઓમાં રોબર્ટો બોકા, સેન્ટર ફોર એનર્જી એન્ડ મટિરિયલ્સના વડા, ઓલિવિયા ઝેડલર, સેન્ટર ફોર એનર્જી એન્ડ મટિરિયલ્સના વ્યૂહાત્મક એકીકરણના વડા અને એડવાન્સ્ડ એનર્જી સોલ્યુશન્સના વડા દેબામાલ્યા સેન હાજર રહ્યા હતા. આ ઉપરાંત  ઉદ્યોગ નિષ્ણાતો, સ્વતંત્ર વીજ ઉત્પાદકો, નવીનીકરણીય ઉર્જા સાધનોના ઉત્પાદકો, સ્ટાર્ટઅપ્સ, સંશોધકો, નવીનીકરણીય ઉર્જા વિકાસકર્તાઓ અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.