ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલમાં રાશિદ ખાનનું ખરાબ બોલિંગ પ્રદર્શન ગુજરાતને હરાવ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સે ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ચેમ્પિયન બનીને ધોનીસેનાએ રેકોર્ડ નોંધાવી દીધો છે. ચેન્નઈ સુપર કિંગ્સ પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતનારી બીજી ટીમ બની છે. આ સાથે તેણે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. રસપ્રદ વાત એ રહી કે ગુજરાત ટાઈટન્સ સામે વિજયી ચોગ્ગો પણ ગુજરાતી ખેલાડી સૌરાષ્ટ્રના સ્ટાર રવિન્દ્ર જાડેજાએ જ ફટકાર્યો હતો. આ સાથે ગુજરાત ટાઈટન્સ સળંગ બીજી વખત ચેમ્પિયન બનવાથી વંચીત રહી ગયું હતું. આઈપીએલ 2023ની ફાઈનલ પણ અત્યંત દિલધડક અને રોમાંચક રહી હતી અને તેનું પરિણામ પણ અંતિમ બોલ પર આવ્યું હતું.

ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ જાગજમાડ વચારે રસાકસી ભરી જોવા મળી હતી એટલું જ નહીં છેલ્લાબોલ સુધી થ્રિલર ફાઈનલમાં ગુજરાત ટાઇટન્સ આઇપીએલ ચેમ્પિયન થતા રહી ગયું હતું. ગુજરાત ટાઇટન્સ માટે ચોકાવનારી વાત તો એ છે કે ટાઇટન્સ ના સ્ટાર બોલર રાશિદ ખાન જે રીતે 44 રન આપ્યા તે ગુજરાત માટે મુખ્યત્વે હારનું કારણ સાબિત થયું હતું. વરસાદના કારણે ડખવર્થ લુઇસ મુજબ મેચ 15 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક આવ્યો હતો.

ત્યારે છેલ્લી ઓવર મોહિત શર્માએ ખૂબજ ચુસ્ત બોલિંગ કરી હતી અને એક સમય એવું પણ લાગતું હતું કે ગુજરાતની ટીમ આ મેચ જીતી જશે પરંતુ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલ ઉપર ચોગો અને છગો ફટકારતા મેચનું પરિણામ ચેન્નઈ તરફ લાવી દીધું હતું.

ગુજરાતના જ રવિન્દ્રએ ગુજરાતના જાઇન્ટ્સને હરાવ્યા

ચેન્નઈને જીતવા છેલ્લા બે બોલ પર 10 રનની જરૂર હતી.  મેચમાં ગુજ્જુ બૉય રવિન્દ્ર જાડેજાએ ગુજરાતના જાઇન્ટ્સને હરાવ્યા હતા. એક સમય ગુજરાતના મોહિત શર્માએ શાનદાર બોલિંગ કરીને ચેન્નઈની ટીમને દબાણમાં મૂકી દીધી હતી. તેણે પ્રથમ ચાર બોલમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. આ પછી રવિન્દ્ર જાડેજાએ છગ્ગો અને ચોગ્ગો ફટકારીને ચેન્નઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવી હતી. ત્યારે ચેનઈ માટે  રવિન્દ્ર જાડેજા ખરા અર્થમાં મેચનો હીરો સાબિત થયો હતો જેણે છેલ્લા 2 બોલ પર આખી મેચ પલટી નાખી હતી.

આઇપીએલનું પાંચમું ટાઈટલ જીતી મુંબઈની બરોબરી કરી.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સે પાંચમો ટાઇટલ જીતી મુંબઈ ઇન્ડિયન્સના રેકોર્ડની બરાબરી કરી છે.  અત્યાર સુધી મુંબઈ ઇન્ડિયનસે પાંચ ટાઈટલ જીત્યું છે ત્યારે ચેન્નઈએ આઇપીએલની 16મી સીઝનનું ટાઈટલ જીતી લેતા આ રેકોર્ડની બરાબરની કરી લીધી છે.  ત્યારે અત્યારે હવે ચેન્નઈ અને મુંબઈ બેજ ટીમ છે જેને આઈપીએલના પાંચ ટાઈટલ જીત્યા હોય.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023નો રન મશીન બનતો ગીલ

ઇન્ડિયન પ્રીમિયર લીગની સોળમી સિઝનમાં સર્વાધિક રન બનાવનાર શુભ મન ગીલ ઓરેન્જ કેપ થી સુશજ બન્યો છે. તેને આ 16 મી સીઝનમાં કુલ 890 રન ફટકાર્યા છે જેમાં ત્રણ સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થયો છે. ઓરેન્જ કેપ મેળવનાર શુભ મન ગિલ સૌથી યુવા ખેલાડી બની ગયો છે તેને 17 મેચમાં 63.57 ની એવરેજથી 890 રન બનાવ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગના દરેક મેચમાં શુભમ ગીલે વિરોધી ટીમને હંફાવી દીધી છે અને તેમાં મુંબઈ સામેના બીજા ક્વોલીફાયરમાં 129 રનની ઇનિંગ અત્યંત ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.