રાજસ્થાન રોયલ્સ અને ફાઈનલમાં પહોંચવા માટે મળશે વધુ એક તક
ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનના લીગ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ક્વોલિફાઈયર રાઉન્ડ શરૂ થયા છે. આ પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયો હતો. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાનને માત આપી દીધો છે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. રાજસ્થાન રોયલ્સ અને વધુ એક પાક ફાઇનલમાં પ્રવેશવા માટેની મળશે કારણ કે બીજા ક્વોલિફાયર મેચમાં જે ટીમ જીતશે તેની સામે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો યોજાશે અને તેમાંથી જીતનારી ટીમ ફાઇનલમાં પ્રવેશ મેળવશે.
પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાતે ટોસ જીતી રાજસ્થાનને બેટિંગ કરવા આમંત્રણ પાઠવ્યું હતું અને રાજસ્થાનની ટીમે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 188 રન બનાવ્યા હતા. જવાબમાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમે માત્ર ત્રણ વિકેટ ગુમાવી 191 રન બનાવી ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ મેળવ્યો હતો ત્યારે ગુજરાત તરફથી ડેવિડ મિલર રાજસ્થાન માટે કિલર સાબિત થયો હતો . ગુજરાતને જીતવા માટે છેલ્લી બાકી રહેલી એક ઓવરમાં ૧૬ રનની જરુર હતી, ત્યારે પ્રસિધ ક્રિશ્નાની બોલિંગમાં કિલર મીલરે પ્રથમ ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી ટીમને ફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ અપાવ્યો હતો.
આ તકે હવે આજનો બીજો ક્વોલિફાયર મેચ આરસીબી અને લખનવ વચ્ચે રમાશે જેમાંથી જે ટીમ વિજય મેળવશે તે પ્રથમ ક્વોલિફાયર માં હારેલી ટીમ સામે રમશે અને તેમાંથી જીતનારી ટીમ ફાઇનલમાં પ્રવેશ મેળવશે. ક્યારે આજના મેચમાં જે ટીમ હારશે તે આઇપીએલ માં થી બહાર થઈ જશે. આ તકે આજ નો બીજો ક્વોલિફાયર મેચ અત્યંત રોમાંચક તબક્કામાં રહેશે.