સૌરાષ્ટ્રની તમામ કોલેજોનાં આચાર્ય ટ્રસ્ટી શિક્ષણ વિદોની વિશાળ ઉપસ્થિતિ સેમિનાર સફળ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જીટીયુ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર, એવીપીટીઆઈ કેમ્પસ, રાજકોટ ખાતે યુનિવર્સિટી સંલગ્ન સૌરાષ્ટ્ર વિસ્તાર ની તમામ ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી કોલેજો, એમ.બી.એ – એમ.સી.એ તથા ફાર્મસી કોલેજના આચાર્ય ઓ, ટ્ર્સ્ટી ઓ સાથે એક વિચાર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવેલું હતું. આ પરિસંવાદ માં જીટીયુ ના વાઇસ ચાન્સેલર ડો. નવીનભાઈ શેઠ, રજિસ્ટ્રાર ડો. કે. એન.ખેર તેમજ ડિરેક્ટર પંકજરાય પટેલ ખાસ ઉપસ્થિત રહી
જીટીયુ સંલગ્ન સૌરાષ્ટ્રની તમામ કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ ટ્ર્સ્ટી ઓ સાથે વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન તેમજ ચર્ચા વિચારણા કરી હતી. યુનિવર્સિટી તેમની કોલેજો સાથે મળી કામગીરીને પારદર્શક તેમજ શક્ય તેટલી સરળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડેલ તેમજ સૂચનો વિષે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. કોલેજો ને કોઈ બાબતમાં મુશ્કેલીઓ પડતી હોઈ તો તે બાબત નો યોગ્ય ઉકેલ મળશે તેવી અધિકારી ઓ એ સંપૂર્ણ ખાતરી આપેલ હતી. આ કાર્યક્રમ માં સૌરાષ્ટ્ર ની જીટીયુ સંલગ્ન વિવિધ કોલેજોમાંથી અંદાજે 60 થી 70 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પરિસંવાદ માં જીટીયુ ના એસોસિએટ ડીન ડો. પી.પી.કોટક, એવીપીટીઆઈ ના આચાર્ય ડો. એ.એસ.પંડ્યા ઉપસ્થિત રહેલ હતા.
આ પરિસંવાદ અતિ ફળદાયી રહેલ યુનિવર્સિટી ની શાખા વધે તે માટે સૌ સાથે મળી ને કામગીરી કરવા કટિબદ્ધ છીએ તેવી સહમતી દર્શાવેલ હતી. કાર્યક્રમ નું સંચાલન રીજનલ સેન્ટર કો-ઓર્ડીનેટર મનાલીબેન પટેલ દ્વારા કરવામાં આવેલ હતી. એવીપીટીઆઈ ના આચાર્ય ડો. એ.એસ.પંડ્યા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી. કાર્યક્રમ ને સફળ બનાવવા રીજનલ સેન્ટરના દિશા કકૈયા અને રુદ્રેશ ઠાકર દ્વારા સંપૂર્ણ જવાબદારી ઉઠાવવામાં આવી હતી.